Just In
- 594 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 603 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1333 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1336 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
જાણો, મહિલાઓમાં મેનોપોઝના લક્ષણ કયા-કયા હોય છે
બધી મહિલાઓને નિશ્ચિત રીતે રજોનિવૃત્તિથી ક્યારેક ને ક્યારેક પસાર થવુ જ પડે છે અને ઉંમર થવા પર આ જરૂરી પણ હોય છે. મેનોપોઝ એટલે રજોનિવૃ્ત્તિ થતાં પહેલાં મહિલાઓમાં ઘણા પ્રકારના લક્ષણો ઉભરાઈને સામે આવે છે જેને પ્રિમનોપોઝ ચરણના નામથી ઓળખવામાં આવે છે.
રોજોનિવૃત્તિના લક્ષણ, મહિલાઓની વચ્ચે અલગ-અલગ હોય છે અને દરેકને અલગ સ્તરની સમસ્યા થાય છે. આ આર્ટિકલમાં અમે તમને મહિલાઓમાં થનાર મેનોપોઝના લક્ષણો વિશે જણાવીશું.

૧. માસિક ચક્રમાં પરિવર્તન –
આ રજોનિવૃત્તિનુ પહેલું લક્ષણ છે. સૌથી પહેલા મહિલાને પીરિયડ્સમાં અનિયમિતતા થશે.

૨. યોનિમાં શુષ્કપણું-
જોકે આ અવસ્થામાં સેક્સ હોર્મોન ઓછા થવા લાગે છે તો યોનિનુ ભીનાશપણું પણ ખોવાઈ જાય છે અને યોનિમાં શુષ્કપણું આવી જાય છે.

૩. કામવાસનામાં ઉણપ-
મેનોપોઝની શરૂઆત થતા મહિલાઓને સેક્સ કરવાની ઈચ્છા થતી નથી અને જો તે કરે છે તો તેને ઘણો દુખાવો થાય છે. આવુ યોનિમાં શુષ્કપણું આવવાના કારણે પણ થાય છે.

૪. સ્તનોમાં દુખાવો-
હોર્મોનમાં પરિવર્તનના કારણે સ્તનોમાં અડવાથી પણ ઘણો દુખાવો થાય છે.

૫. માથાનો દુખાવો-
મેનોપોઝ દરમ્યાન, મહિલાઓને મોટાભાગના દિવસોમાં માથાનો દુખવો રહે છે. એવું શરીરમાં ઓસ્ટ્રોજન સ્તરના ઓછા થવાના કારણે થાય છે.

૬. જીભમાં બળતરા-
શરીરમાં હોર્મોનની ઉણપના કારણે કોઈપણ વસ્તુનો ટેસ્ટ કે સ્વાદ આવતો નથી અને જીભ બેસ્વાદ જેવી થઈ જાય છે.

૭. અનિયમિત ઘબકારા-
શરીરમાં એસ્ટ્રોજનની ઉણપના કારણે બધી સમસ્યાઓ થવા લાગે છે જેમાંથી એક સમસ્યા ધડકન સામાન્ય ના રહેવી પણ છે.

૮. સાંધામાં દુખાવો-
શરીરમાં એસ્ટ્રોજનનું સ્તર યોગ્ય ના રહેવાના કારણે સાંધામાં દુખાવો પણ થાય છે. ઘણી વખત સોજા પણ આવી જાય છે.

૯. ઓસ્ટિયોપોરોસિસ-
એસ્ટ્રોજન, હાડકાંમાં કેલ્શિયમ અવશોષિત પ્રક્રિયાની સાથે જોડાયેલો હોય છે એવામાં તેની ઉણપના કારણે હાડકાંમાં સમસ્યા આવી જાય છે અને તેનું ઘનત્વ પણ ઓછું થઈ જાય છે જેનાથી આ બીમારી થઈ જાય છે.

૧૦. વારંવાર પેશાબ આવવો-
રજોનિવૃત્તિ દરમ્યાન મહિલાઓએ તેમના મૂત્રાશયને નિયંત્રિત કરવું મુશ્કેલ થઈ જાય છે, એવામાં તેમને થોડી-થોડી વારમાં પેશાબ આવે છે. આ મેનોપોઝના પ્રારંભિક લક્ષણ છે.