For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કૅટરીના કૈફ જેવું બૉડી ઇચ્છતા હોવ, તો આવું હોવું જોઇએ આપનું ડાયેટ અને વર્કઆઉટ રૂટીન

By Lekhaka
|

પોતાનાં ફૅવરિટ સ્ટાર્સને જોઈ દરેકનું મન એમ જ કરે છે કે તેઓ પણ તેમની જ જેમ ફિટ દેખાય. આજ-કાલ બૉલીવુડમાં કૅટરીના કૈફની ફિટનેસ અને ફિગરને લઈને બહુ ચર્ચા રહે છે.

તાજેતરમાં આવેલી તેમની ફિલ્મ જગ્ગા જાસૂસમાં તેમની ફિટનેસ જોઈ સૌ કોઈ આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે. આપને જણાવી દઇએ કે કૅટરીનાની જેમ ફિટનેસ અને ફિગર બનાવી શકવું એટલું મુશ્કેલ પણ નથી કે જેટલું આપ સમજી રહ્યાં છો.

બસ, તેનાં માટે આપે પોતાની લાઇફસ્ટાઇલમાં કેટલાક ખાસ પ્રકારનાં પરિવર્તન લાવવા પડશે. કૅટરીના કૈફ દરરોજ યોગ કરે છે અને સાથે જ જિમમાં પણ જાય છે.

આ ઉપરાંત તે પોતાના ડાયેટનું પણ ખાસ ધ્યાન રાખે છે અને બધુ જ ડાયેટિશિયનનાં નિર્દેશ મુજબ જ કરે છે. આ આર્ટિકલમાં અમે આપને કૅટરીના કૈફનાં ડેલી રૂટીન વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેનાંથી આપને ઘણી મદદ મળશે.

વર્કઆઉટ રૂટીન :

વર્કઆઉટ રૂટીન :

યોગ : કૅટરીના કૈફ કહે છે કે તેણે નાની ઉંમરથી જ યોગ કરવાની ટેવ પાડી દીધી હતી અને તેનું જ પરિણામ છે કે તે આજે આટલી ફિટ છે. નિયમિત યોગથી તેને શારીરિક અને માનસિક શાંતિ મળે છે.

સ્વિમિંગ અને સાયકલિંગ :

સ્વિમિંગ અને સાયકલિંગ :

જો આપ પણ કૅટરીના કૈફની જેમ એબ્સ બનાવવા માંગો છો, તો દરરોજ સાયકલિંગ કરવું શરૂ કરી દો. કૅટરીના દરરોજ સાયકલિંગ કરવાની સાથે-સાથે સ્વિમિંગ પણ કરવા જાય છે.

જૉગિંગ :

જૉગિંગ :

દરરોજ સવારે વહેલા ઉઠીને કૅટરીના જૉગિંગ માટે જાય છે. તેનું કહેવું છે કે સવાર-સવારમાં આપ પોતાની ક્ષમતા મુજબ જેટલું ચાલી શકો, તેટલું જરૂર ચાલો.

જિમ :

જિમ :

તે જિમ જવાનું ક્યારેય નથી ભૂલતી અને જિમમાં તે કોર અને એબ્સ એક્સરસાઇઝ જ વધારે કરે છે.

કૅટરીના કૈફનાં ડાયેટ સીક્રેટ્સ :

કૅટરીના કૈફનાં ડાયેટ સીક્રેટ્સ :

સવારે ઉઠતા : તે જણાવે છે કે દરરોજ સવારે બેડ પરથી ઉઠતા જ તે સૌપ્રથમ ચાર ગ્લાસ સાદું પાણી પીવે છે.

નાશ્તો :

નાશ્તો :

તે નાશ્તામાં સેરેલ, ઓટમીલ, દાડમનો જ્યૂસ અને એગ વ્હાઇટનું સેવન કરે છે.

લંચ :

લંચ :

લંચમાં તે દરરોજ લીલી શાકભાજીઓ, દાળ, સલાડ અને બાફેલા ચોખા એટલે કે ભાત ખાય છે. તે તળેલી-સેકેલી વસ્તુઓનું બિલ્કુલ સેવન કરતી નથી. આ ઉપરાંત તે કાર્બોહાઇડ્રેટનું પણ ઓછામાં ઓછું સેવન કરે છે.

ડિનર :

ડિનર :

કૅટ સૂવાનાં લગભગ 2 કલાક પહેલા જ ડિનર કરે છે કે જેથી ભોજન આસાનીથી પચી જાય અને પેટ સાથે જોડાયેલી કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય. ડિનરમાં વેજિટેબલ સૂપ, ગ્રીન સલાડ, દાળ, બાફેલી શાકભાજીઓ અને રોટલી ખાય છે.

English summary
Katrina Kaifs fitness and diet secrets are yoga, swimming, cycling etc. Read to know the secrets.
Story first published: Wednesday, July 19, 2017, 12:34 [IST]
X
Desktop Bottom Promotion