Just In
Don't Miss
સાવધાન..! બાથરૂમમાં મોબાઇલ ફોનના ઉપયોગથી જઈ શકે છે જાન
આધુનિક યુગમાં આપણે કોઈ પણ સેલફોન વગર નથી કરતા. એટલુ જ નહીં, આપણે એક ક્ષણ માટે પણ મોબાઇલ ફોનથી અળગા નથી રહી શકતાં.
જો આ ટેવ આપને પણ છે,તો આજેજ છોડી દો, નહિંતર તેની કિંમત આપે જાન આપીને ચુકવવી પડી શકે છે.
જો આપ પોતાનાં મોબાઇલ ફોન સ્નાન કરતી વખતે પણ ઉપયોગ કરો છો, તો આ આર્ટિકલને ધ્યાનથી વાંચો, કારણ કે તાજેતરમાં જ એક એવો મામલો સામે આવ્યો છે કે જે આપને ચોંકાવી દેશે...

સ્નાન કરતી વખતે 14 વર્ષની યુવતીનું મોબાઇલનાં કારણે મોત
ન્યૂ મેક્સિકોમાં એક ચોંકાવી નાંખનાર મામલો સામે આવ્યો છે. અહીં એક છોકરીને સ્નાન કરતી વખતે મોબાઇલ ફોન રાખવો મોંઘો પડી ગયો. આ છોકરી મોબાઇલ લઈને પોતાનાં બાથરૂમમાં જાય છે, પરંતુ થોડીક વાર બાદ તેની લાશ તે જ બાથટબમાં પડેલી મળી આવે છે.

જાણો કેવી રીતે થયું છોકરીનું મોત
મૅડિસન કોએવૉસ નામની આ 14 વર્ષીય છોકરીને ન્હાતી વખતે સેલફોનનો ઉપયોગ કરવાની આદત હતી. તે દિવસે પણ તે સ્નાન કરતી વખતે પોતાનો સેલફોન યૂઝ કરી હતી, ત્યારે જ તેણે જોયું કે મોબાઇલ ડિસચાર્જ થઈ રહ્યો છે. બાથટબમાં બેઠા-બેઠા જ તેણે મોબાઇલ ફોનને ચાર્જિંગ કેબલ સાથે કનેક્ટ કરી દિધો કે તરત જ તેના હાથમાંથી સેલફોન છટકીને પાણીમાં પડી ગયો અને કરંટ લાગવાથી છોકરીનું મોત થઈ ગયું.

હાથમાં હતું દાઝવાનું નિશાન
છોકરીની દાદીએ જણાવ્યું કે જે હાથમાં તે સામાન્ય રીતે મોબાઇલ ફોન પકડતી હતી, તે હાથ સંપૂર્ણપણે દાઝી ચુક્યો હતો. પોલીસે પણ આ બાબતની પુષ્ટિ કરી કે કરંટથી જ તેનું મોત થયું.

સોશિયલ મીડિયામાં મૅડિસનનાં માતાએ આપ્યો આ સંદેશ
મૃતક મૅડિસનનાં માતાએ સોશિયલ મીડિયામાં દરેક માતા-પિતાને આ સંદેશ આપ્યો કે તેઓ પોતાનાં બાળકોને ઇલેક્ટ્રૉનિક વસ્તુઓથી દૂર રાખે.