For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બ્રાઉન બ્રેડને સેકો ગોલ્ડન થવા સુધી, નહીંતર થશે કૅંસર

By Super Admin
|

ફૂડ સ્ટાંડર્ડ એજંસી (એફએસએ), યુનાઇટેડ કિંગડમે તાજેતરમાં જ માહિતી આપી છે કે ચિપ્સ, બટાકા અને બ્રેડને બ્રાઉન થવાની જગ્યાએ ગોલ્ડન યલો રંગનાં થવા સુધી જ પકવવા જોઇએ.

તેનાથી આ ખાદ્ય પદાર્થોમાં કેમિકલની ખપતનું પ્રમાણ ઓછું થઈ જાય છે કે જે શરીરમાં ઘાતક બીમારી કૅંસરનું કારણ બને છે.

જ્યારે સ્ટાર્ચ યુક્ત ભોજનને ઉચ્ચ તાપમાને સેકવા, ગ્રિલ કે ફ્રાય કરવામાં આવે છે, તો તેમાં એક્રેલામાઇડ ઉત્પાદિત થાય છે.

જોકે કૅંસર રિસર્ચ સેંટર-યૂકેએ જણાવ્યું છે કે આ તથ્યને હજી સુધી માનવમાં સાબિત નથી કરાયું. એફએસએનો આ પણ દાવો છે કે પાર્સનિપ્સ બટાકાને ફ્રીઝમાં ન રાખવા જોઇએ, કારણ કે તેનાથી તેમનામાં સુગરનું પ્રમાણ વધી જાય છે, જ્યારે શાકભાજીઓમાં ઓછા તાપમાને આવું થાય છે. તેથી તેમને પકવતી વખતે તેમનામાં એક્રેલામાઇડનું પ્રમાણ પણ વધી જાય છે.

એક્રેમાલાઇડ શું હોય છે ?

આ એક પ્રકારનું રસાયણ હોય છે કે જે કેટલાક ચોક્કસ ફૂડ્સમાં હોય છે, જ્યારે તેમને ગરમ કરવામાં આવે છે. તળેલી-સેકેલી વસ્તુઓ જેમ કે ફ્રેંચ ફ્રાય, ચિપ્સ વિગેરેમાં મોટા પ્રમાણમાં તે હોય છે.

એસ્પારાગિન એક પ્રકારનું પ્રોટીન હોય છે કે જે ઘણી બધી શાકભાજીઓમાં હોય છે. બટાકામાં તે સાંદ્ર સ્વરૂપે હોય છે. જ્યારે તાપમાન ઉચ્ચ હોય છે, તો નિશ્ચિત સુગરની ઉપસ્થિતિમાં તે એક્રેમાઇલાઇડને ઉત્પાદિત કરે છે.

ઉચ્ચ તાપમાને કુકિંગ જેમ કે- બૅકિંગ, ગ્રિલિંગ, રોસ્ટિંગ વિગેરેમાં પણ તે ઉત્પન્ન થઈ જાય છે. લાંબા સમય સુધી એક જ ફૂડને પકાવતા રહેવાથી પણ આ રસાયણ બની જાય છે.

તે નિમ્નમાં હોય છે:- કેક, બિસ્કિટ, ટૉફી, બ્રેડ, ટોસ્ટ, ચિપ્સ અને અન્ય સ્ટાર્ચી ફૂડ વિગેરે.

કઈ રીતે ઓછી કરી શકાય એક્રેમાલાઇડનાં બનવાની પ્રક્રિયાને ઓછી:-

સૌપ્રથમ ધીમી આંચમાં ખાવાનુંપકાવો. બહુ વધારે તળેલુ-સેકેલું ન બનાવો. બટાકાને ફ્રાય કરવા હોય, તો તેમને સારી રીતે ધોઈ લો. ઉચ્ચ તાપમાને ફૂડ પકાવવાથી બચો.

શું બ્રેડ, ટોસ્ટ અને ચિપ્સ ખાવા છોડી દેવા જોઇએ :-

આપને જણાવી દઇએ કે એક્રેમાલાઇડ દરેક પ્રકારનાં ભોજનમાં હોય છે. આ એક પ્રાકૃતિક ઉત્પાદન છે કે જે કુકિંગ પ્રક્રિયા વડે બની જાય છે. જો આપ ઘરે પણ આ સામગ્રીઓમાંથી બનેલી વસ્તુઓ ખાશો, તો પણ તેનો ખતરો ઓછો નહીં થાય. તેથી શ્રેષ્ઠ એ રહેશે કે આપ તેમને ઓછા પ્રમાણમાં ખાઓ.

શું ખતરો હોય છે :-

કરાયેલા અભ્યાસમાંથી જાણવા મળે છે કે જોકે તેને હજી સુધી પશુઓ પર જ અજમાવાયું છે કે આ રસાયણ કૅંસર જેવી ઘાતક બીમારીનું કારણબને છે અને ડીએનએને પણ ઝેરીલું કરી દે છે. એવા કેટલાક લોકોનાં કેસોમાં પણ હજી સુધી જોવામાં આવ્યું છે. તે પ્રજનન અને તંત્રિકા તંત્ર પર પણ અસર કરે છે.

કઈ રીતે એક્રેલામાઇડ રેગ્યુલેટ થાય છે :-

યૂએસ ઈપીએનાં જણાવ્યા મુજબ પાણીની પ્રચૂરતાથી તેને ઓછું કરી શકાય છે એટલે કે આપે દરરોજ પ્રચૂર પ્રમાણમાં પાણીનું સેવન કરવું જોઇએ. જોકે આ અંગે હજી સુધી સરકારની તરફથી કોઈ ગાઇડલાઇન જાહેર નથી કરાઈ.

English summary
Experts say bread should be cooked to a golden yellow colour to reduce our intake of a harmful chemical.
Story first published: Saturday, March 25, 2017, 11:17 [IST]
X
Desktop Bottom Promotion