For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સ્વસ્થ અને સુંદર સ્તનો માટે આ વાતો પર ધ્યાન આપો

By KARNAL HETALBAHEN
|

મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરના કેસ દિવસેને દિવસે વધતા જઈ રહ્યા છે. મહિલાઓના સ્તનનોની દેખભાળ અને તેનાથી જોડાયેલી બાબતો પર ખુલીને વાત કરવી જોઈએ. પરંતુ આપણા દેશમાં ઘણી એવી સંસ્થાઓછે જે બ્રેસ્ટ કેન્સરથી જોડાયેલા વિષયો પર અવરનેસ વધારવાનું કામ કરે છે. પરંતુ મહિલાઓ ઈચ્છે તો ઘરે રહીને જ નાની નાની વાતોનું ધ્યાન રાખીને પોતાના સ્તનોનું ધ્યાન રાખીને બ્રેસ્ટ કેન્સર અને ઈન્ફેક્શન જેવી ઘણી બીમારીઓથી દૂર રહી શકે છે.

આવો આપણે જાણીએ કે તમે તમારા સ્તનોની દેખભાળ કેવી રીતે કરી શકો છો અને તેને સ્વસ્થ કેવી રીતે રાખી શકો છો.

યોગ્ય સાઈઝની બ્રા પહેરો

યોગ્ય સાઈઝની બ્રા પહેરો

તમારા સ્તનોનો આકાર સમય-સમય પર માપણા રહો, કેમકે સ્તનોનો આકાર હંમેશા એક સરખો રહેતો નથી. સ્તનોનો આકાર ઉંમર, ગર્ભાવસ્થા, મેનોપોઝના કારણે બદલાતો રહે છે. એટલા માટે ક્યારેય પણ ફક્ત અનુમાન લગાવીને તમારી બ્રાની સાઈઝ પસંદ ના કરો. પરંતુ સ્તનોને નિયમિત માપો અને યોગ્ય માપની જ બ્રા પહેરો.

ના ટાઈટ ના ઢીલી બ્રા પહેરો

ના ટાઈટ ના ઢીલી બ્રા પહેરો

એવી બ્રા પસંદ કરો જેને પહેર્યાં પછી, તમારા સ્તન તમારા મૂવમેન્ટ કરતા સમયે પણ ઉછળે નહી અને બહારની તરફ પણ ના નીકળે. ધ્યાન રાખો કે બ્રા ખૂબ ટાઇટ કે ઢીલી ના હોય. ખોટા આકારની બ્રા પહેરવાથી ત્વચામાં બળતરા થાય છે, શ્વાસ લેવામાં હેરાનગતિ થાય છે. ખોટા આકારની બ્રા પહેરવાથી સ્તનના ઉત્તક ક્ષતિગ્રસ્ત થઈ જાય છે, જેનાથી સ્તનમાં દુખાવો થાય છે અને તે ઢીલા પડી જાય છે.

મેગ્નેશિયમને આહાર સાથે જોડો

મેગ્નેશિયમને આહાર સાથે જોડો

તમારા ભોજનમાં ફળો, શાકભાજીને ઉમેરો. મેગ્નેશિયમથી ભરપૂર ભોજન સ્તનોને ફૂલવાથી અને ઢીલા થવાથી બચાવે છે. સોયાબીન, ડાર્ક ચોકલેટ, કોળાના બીજ, દહી, માછલી, કેળાં, બદામ, સ્ટ્રોબેરી, પાલક, નાસ્તામાં અંકુરિત અનાજ, કાજુ વગેરેમાં મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં મળી આવે છે.

બ્રેસ્ટ પર પણ લગાવો લોશન

બ્રેસ્ટ પર પણ લગાવો લોશન

સૂર્યના કિરણોમાં બહાર નીકળતા પહેલાં, Cleavageની આસપાસના ભાગનમાં સન સ્ક્રીન ક્રીમ જરૂર લગાવો, જે ભાગ સૂર્યની રોશનીના સંર્પકમાં આવે છે. તેનાથી બ્રેસ્ટ કેન્સર અને સ્ક્રીન કેન્સર થવાનું જોખમ ઓછું તો થાય જ છે. સાથે સાથે સનર્ન ક્લીવેઝની આજુબાજુ જલ્દી કરચલીઓ પણ પડતી નથી.

ર્ડોક્ટરને જરૂર બતાવો

ર્ડોક્ટરને જરૂર બતાવો

જો એક પણ સ્તન પર ફોડકી કે સોજો આવી જાય તો તેને નજરઅંદાજ ના કરો. કે પછી ઘરે પોતે તપાસ કરો કે તરત કોઈ ર્ડોક્ટરની સલાહ લો.

સ્પોટ્સ બ્રા જરૂર પહેરો

સ્પોટ્સ બ્રા જરૂર પહેરો

વ્યાયામ કરતા સમયે સ્પોર્ટ્સ બ્રા પહેરો, કેમકે વ્યાયામ કરતા સમયે તમે જેમ-જેમ મૂવમેન્ટ કરો છો, તમારા સ્તન પણ એવી રીતે જ મૂવમેન્ટ કરે છે. એટલા માટે યોગ્ય સર્પોટ વગર વ્યાયામ કરવાથી સ્તોનમાં દુખાવો થઇ શકે છે. સાથે જ સ્તનોની ત્વચા ઢીલી પડી શકે છે. અને જો તમારા સ્તનોનો આકાર મોટો છે, તો આ નાની વાતને નજરઅંદાજ કરવી તમારા માટે મોંઘી સાબિત થઈ શકે છે.

English summary
Breast Care is important, and by making a few simple choices you can keep your breasts healthy and reduce discomfort.
Story first published: Monday, April 24, 2017, 9:56 [IST]
X
Desktop Bottom Promotion