For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કમળો થાય ત્યારે ખાવો આ આહાર

By Sushma Crastina
|

ઋતુ બદલાવાની સાથે જ કમળો (જોન્ડિસ) નો પ્રકોપ વધી રહ્યો છે. કમળાનો આયુર્વેદમાં ચોક્કસ ઉપાય છે. આયુર્વેદ ચિકિત્સકોના અનુસાર જો મકોય(સરપોપટા)ના પાનને ગરમ પાણીમાં ઉકાળીને તેનું સેવન કરો તો રોગથી જલદી રાહત મળે છે. મકોય (સરપોપટા) કમળાની અચૂક દવા છે અને તેનું સેવન કોઈપણ રીતે કરી શકાય તે સ્વાસ્થ્ય માટે લાભદાયક જ હોય છે.

ચિકિત્સક કહે છે કે જ્યારે પણ રોગીને લાગે કે તેનું શરીર પીળું થઈ રહ્યું છે તથા તેને કમળો હોઈ શકે છે, તો તે પાણીની માત્રા વધારી દો કેમકે પાણીની માત્રા ઓછી થવાથી શરીરમાંથી ઉત્સર્જિત થનાર તત્વ લોહીમાં ભળી જાય છે. તેનાથી વ્યક્તિની હાલત બગડવા લાગે છે. ચિકિત્સક જણાવે છે કે જો કાચું પપૈયું સલાડના રૂપમાં ખાશો તો પણ કમળાની અસર ઓછી થશે.

ઘણા લોકો એવું માને છે કે કમળોના રોગીએ ગળ્યું ના ખાવું જોઈએ જ્યારે આયુર્વેદ ચિકિત્સક એવું નથી માનતા તેમનું કહેવું છે કે કમળાના રોગીએ ગાયના દૂધમાંથી બનેલ પનીર અને છાશના રસગુલ્લા આરામથી ખાઈ શકો છો તે દર્દીને કોઈ નુકશાન નહી પરંતુ લાભ પહોંચાડે છે. તેના ઉપરાંત જે વ્યક્તિને કમળો થઈ ગયો છે તેને બીજું શું શું ખાવું જોઈએ તેના માટે નીચે વાંચો.

મૂળાનો રસ

મૂળાનો રસ

મૂળાનાચ રસમાં એટલી તાકાત હોય છે કે તે લોહી અને લિવરમાંથી વધારાના બિલીરુબીનને નીકાળી શકે. દર્દીને દિવસમાં ૨ થી ૩ ગ્લાસ મૂળાનો રસ જરૂર પીવો જોઈએ.

ધાણાના બીજ

ધાણાના બીજ

ધાણાના બીજને આખીરાત પાણીમાં પલાળીને રાખો અને પછી તેને સવારે પી લો. ધાણાના બીજવાળા પાણીને પીવાથી લીવરમાંથી ગંદકી સાફ થાય છે.

જવ

જવ

જે તમારા શરીરના લીવરની બધી જ ગંદકીને સાફ કરવાની ક્ષમતા રાખે છે.

ટામેટાનો રસ

ટામેટાનો રસ

ટામેટામાં વિટામીન સી મળી આવે છે, એટલે તે લાઇકોપીનમાં રિચ હોય છે, જે કે એક પ્રભાવશાળી એન્ટીઓક્સીડેન્ટ હોય છે. એટલે ટામેટાંનો રસ લીવરને સ્વસ્થ્ય બનાવવામાં લાભદાયક હોય છે.

આમળા

આમળા

આમળામાં પણ વધુ પ્રમાણમાં વિટામીન સી મળી આવે છે. તમે આમળાને કાચા કે પછી સૂકવીને પણ ખાઈ શકો છો. તેના ઉપરાંત તેને લીવર સાફ કરવા માટે જ્યુસની રીતે પણ ઉપયોગ કરી શકો છો.

તુલસીના પત્તા

તુલસીના પત્તા

આ એક પ્રાકૃતિક ઉપાય છે જેનાથી લીવર સાફ થાય છે. સવાર સવારમાં ભૂખ્યા પેટે ૪-૫ તુલસીના પાન ખાવા જોઈએ.

લીંબુનો રસ

લીંબુનો રસ

લીંબુના રસને પાણીમાં નિચોવીને પીવાથી પેટ સાફ થાય છે. તેને રોજ ભૂખ્યાં પેટે સવારે પીવું યોગ્ય હોય છે.

પાઈનેપલ

પાઈનેપલ

પાઈનેપલ એક બીજા પ્રકારનું ફળ છે જે અંદરથી સિસ્ટમને સાફ રાખે છે.

શેરડીનો રસ

શેરડીનો રસ

જ્યારે તમે કમળાથી તડપી રહ્યા હોય તો, તમારે શેરડીનો રસ જરૂર પીવો જોઈએ. તેનાથી કમળામાં સારું થવામાં તરત જ સહાયતા મળે છે.

દહી

દહી

દહી સરળતાથી પચી જાય છે અને તે પેટને પ્રોબાયોટિક પ્રદાન કરે છે. આ એક સારો બેક્ટેરિયા હોય છે જે જોન્ડિસથી લડવામાં સહાયક હોય છે.

English summary
Jaundice is a disease that affects the liver. The best foods to cure jaundice are those that detoxify the liver. These detox foods help to rejuvenate the liver cells and get rid of the infection.
Story first published: Friday, February 10, 2017, 9:39 [IST]
X
Desktop Bottom Promotion