For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કીટો ડાયેટ: Weight Loss નો નવો મંત્ર

By KARNAL HETALBAHEN
|

સ્ટેન્ડઅપ કોમેડિયન તન્મય ભટ્ટે એક વર્ષમાં ૧૦૯ કિલો વજન ઓછો કર્યા પછી કીટોજેનિક ડાયેટ (Ketogenic diet) કેટલાક દિવસોથી ઘણી ચર્ચામાં છે. પરંતુ ઘણા લોકોને તેના વિશે જાણકારી નથી કે તે મોટાભાગે તે બાળકોને આપવામાં ઓ છે જેમને વાઈ કે એપલેપ્સી (epilepsy) ની સમસ્યા છે.

ઓછા કાર્બોહાઈડ્રેટવાળો આ ડાયેટ ફટાફટ વજન ઓછો કરવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ લોકોને જાણકારી નથી કે તેને ખૂબ સાવધાનીથી ફોલો કરવી પડે છે. તેના પોતાના ફાયદા અને નુકશાન છે.

જ્યાં તેના ફાયદા સરળાથી દેખાઇ જાય છે ત્યાં નુકશાન વિશે ઘણાને જાણકારી હોતી નથી. જો યોગ્ય રીતે તેને ફોલો ના કરવામાં આવે તો તે જોખમકારી થઈ શકે છે.

શું છે kito diet.. ?

શું છે kito diet.. ?

kito diet માં ખૂબ જ low કાર્બોહાઈડ્રેટ અને હાઇ ફેટ ડાયેટ લેવામાં આવે છે, જેથી શરીરને kitosis સ્થિતીમાં લાવી શકાય, kitosis શરીરની એવી matabolic સ્થિતી છે જેમાં શરીરમાં બ્લડ ગુલ્કોસ (કાર્બોહાઈડ્રેટ)ની જગ્યાએ ફેટના ટુકડાં (ketones) ને તોડીને એનર્જીના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. તે થાય છે જ્યારે તમે આખા દિવસમાં ૪૦ ગ્રામથી પણ ઓછો કાર્બોહાઈડ્રેટ ડાયેટમાં લો છો. ત્યાં સુધી કે તમારું મગજ પણ ફેટથી મળેલ આ એનર્જીથી ચાલે છે.

No કાર્બોહાઈડ્રેટ No Sugar

No કાર્બોહાઈડ્રેટ No Sugar

જ્યારે તમે એક વખત કિટોજેનિક (Ketogenic) આહારને પસંદ કરી લીધો, ત્યારે તમારે દરેક સમયે આ મંત્રને યાદ રાખવાનો છે! ‘‘કોઈ કાર્બોહાઈડ્રેટ નહી અને ના તો ખાંડ''

મુખ્ય નિયમ કરવો પડશે ફોલો

મુખ્ય નિયમ કરવો પડશે ફોલો

હાઈ ફેટ, મધ્યમ પ્રોટીન, અને ઓછી માત્રામાં કાર્બોહાઈડ્રેટનું સેવન મુખ્ય નિયમ છે, કીટો ડાયેટનું! તમારી રોજિંદી જરૂરિયાતની 70 થી 75 % કેલેરી ફેટથી લેવી જોઇએ, 20 થી 25 % કેલેરી પ્રોટીનમાંથી, અને માત્ર 5 થી 10 % કેલેરી જ તમારે કાર્બોહાઈડ્રેટથી લેવી જોઈએ!

હાઇ ફેટ અને સીમિત (મધ્યમ) પ્રોટીન કેમ:

હાઇ ફેટ અને સીમિત (મધ્યમ) પ્રોટીન કેમ:

કારણ કે ફેટૅ ખૂબ જ ઓછું અથવા તો ના બરાબર જ આપણા ઇન્સુલિન લેવલ અને બ્લડ સુગરને પ્રભાવિત કરે છે! પરંતુ જો મોટી માત્રામાં પ્રોટીનનું સેવન કરવામાં આવે તો તે ઇન્સુલિન અને બ્લડ શુગરને અસ્થાયી રીતે વધારે છે! અને વધેલ ઇન્સુલિન લેવલ તમારા દ્વારા ફેટ બર્નને બંધ કરી દેશે અને તમારી બોડી ketosisની સ્થિતિમાંથી બહાર આવી જશે.

કીટો ડાઇટ અને ટેસ્ટોસ્ટેરોન હાર્મોન-

કીટો ડાઇટ અને ટેસ્ટોસ્ટેરોન હાર્મોન-

ટેસ્ટોસ્ટેરોન હાર્મોન અને હાઇ ફેટ ડાયટ વચ્ચે ગાઢ સંબંધ છે જો તમે ફેટવાળી ડાયટ લો છો તો તમે તમારું ટેસ્ટોસ્ટેરોન હાર્મોન લેવલ હાઇ લેવલ પર રહેશે અને તમે સરળતાથી ફેટ લૂજ કરવાની સાથે સાથે મસલ ગેન કરી શકશો.

એક્સપર્ટની દેખરેખમાં

એક્સપર્ટની દેખરેખમાં

કિટો ડાયટ ફક્ત એક્સપર્ટની દેખરેખમાં થોડા સમય સુધી કરવું જોઇએ. આ પ્રકારનું આ ડાયટ શરૂ કરતાં પહેલાં પણ ડાયટમાં કેટલાક ફેરફાર કરવા પડે છે. આ ડાયટથી કેટલીક હદે વેટલોસ કરી શકાય છે.

ભૂખ લાગવાની બંધ

ભૂખ લાગવાની બંધ

તેના લીધે તમારે ગમે ત્યારે ભૂખ્યા રહેવાની સ્થિતિનો સામનો કરવો નહી પડે. જો કે જ્યારે તમારું શરીર કેટોસિસ પર ચાલી ગયું છે ત્યારે આપણને વધુ ભૂખ અનુભવવાનું બિલકુલ બંધ થઇ જાય છે.

શરીરના ગંધમાં ફેરફાર થઇ શકે છે

શરીરના ગંધમાં ફેરફાર થઇ શકે છે

કિટો ડાયટથી ફક્ત એક દુષ્પરિણામ થઇ શકે છે. બની શકે છે કે મોંઢામાં ધાતૂ જેવો સ્વાદ અનુભવાય. અને તમને તમારા શરીરમાંથી વિચિત્ર પ્રકારની ગંધ આવી શકે છે. હકિકતમાં દુર્ગંધ હોતી નથી પરંતુ આ સુગંધ પણ હોતી નથી. તેનાથી બચવાની એકમાત્ર રીત છે કે તમે વધુ માત્રામાં પાણી પીતા રહો. તમારી સાથે એક બોટલમાં લીબુંનો રસ અને મીઠું રાખો.

ફાયદા કીટો આહાર બાદ વાળ ખરવા અને મરેલી ત્વચાની સમસ્યાથી બચી શકાય છે.

English summary
the keto diet is a low carb diet, but it encourages a high intake of fat with an adequate amount of proteins. The aim of this diet is to force.
Story first published: Friday, March 17, 2017, 10:44 [IST]
X
Desktop Bottom Promotion