સાંજના સમયે વર્કઆઉટ કરવાના ફાયદા

By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

સવારે ઉઠીને જિમ જઇને વર્કઆઉટ કરવું અને ઉપરથી તે વાતની ચિંતા કે ક્યાંક ઓફિસ માટે મોડું ન થઇ જાય, જેવી સામાન્ય સમસ્યા રહે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે સાંજના સમયે વર્કઆઉટ કરવાના કેટલાક ફાયદા પણ થઇ શકે છે? સાંજના સમયે મોટાભાગના લોકો જવાનું પસંદ કરે છે કારણ કે તેનાથી તેમની બોડી પહેલાંથી જ વાર્મઅપ રહે છે અને ઓફિસ જવાનું ટેંશન પણ રહેતું નથી.

જો તમારી આંખ સવારે ખુલતી નથી તો તમે સાંજે પણ જિમ જઇ શકો છો. સવારે ઉંઘ ખરાબ કરશો નહી અને સાંજે વર્કઆઉટ કરો. પરંતુ હા, રાત્રે સૂતાં પહેલાં તાત્કાલિક વર્કઆઉટ ના કરશો કારણ કે તેનાથી ઉંઘ ખરાબ થઇ શકે છે. તો આવો જાણીએ સાંજના સમયે વર્કઆઉટ કરવાના શું ફાયદા થઇ શકે છે.

 સાંજના સમયે વર્કઆઉટ કરવાના ફાયદા

તમને સારી ઉંઘ આવશે

સાંજે જમીને કસરત કરવાથી રાત્રે સારી ઉંઘ આવે છે. તેનાથી ફેટ તો બર્ન થાય છે સાથે સાથે દિવસભરનો તણાવ પણ ઓછો થઇ જાય છે.

 સાંજના સમયે વર્કઆઉટ કરવાના ફાયદા

તણાવ દૂર થાય છે

દિવસ દરમિયાન જેટલો પણ તણાવ હોય છે તે સાંજે વર્કઆઉટ કરવાથી દૂર થઇ જાય છે. તેનાથી રાત્રે તમે રિલેક્સ થઇ સૂઇ શકો છો.

 સાંજના સમયે વર્કઆઉટ કરવાના ફાયદા

તમે આરામથી સવારનો આનંદ માણી શકો છો

સવારે તમને જિમ જવાની ચિંતા રહેશે નહી અને તમે આરામથી ઉઠીને તમે ઓફિસ જવાની તૈયારી કરી શકો છો.

 સાંજના સમયે વર્કઆઉટ કરવાના ફાયદા

તમારું ફ્રસ્ટ્રેશન કાઢી શકો છો

જો તમારે ઓફિસમાં મિત્ર અથવા બોસ સાથે ઝઘડો થઇ ગયો છે તો તેનો ગુસ્સો તમે જિમ જઇને કાઢી શકો છો. ત્યાં જઇને થોડા હૈવી વેટ ઉઠાવો અને બધો ગુસ્સો કાઢો.

 સાંજના સમયે વર્કઆઉટ કરવાના ફાયદા

આરામથી વર્કઆઉટ કરવાનો સમય મળે છે

સાંજે ઓફિસનું કામ પતાવ્યા બાદ જિમમાં વર્કઆઉટ કરવા માટે ખૂબ સમય મળે છે અને કોઇ વાતની ઉતાવળ રહેતી નથી.

 સાંજના સમયે વર્કઆઉટ કરવાના ફાયદા

તમારી બોડી તમારો વધુ સાથ આપશે

સવારના સમયે શરીરમાં ખૂબ જડતા રહે છે જેના લીધે વર્કઆઉટ આરામથી થઇ શકતો નથી. પરંતુ સાંજના સમયે શરીરમાં લચીલાપણું આવી જાય છે જેનાથી વર્કઆઉટ સારું થઇ શકે છે.

તમારા શરીરમાં વધુ એનર્જી હોય છે વર્કઆઉટ કરવા માટે તમારા શરીરને તાકાતની જરૂર પડે છે. સવારના સમયે તમારું પેટ ખાલી હોય છે જેનાથી તમને ઓછી ઉર્જા મળે છે. સાંજના સમયે તમે પ્રોટીન શેક પી શકો છો.

 સાંજના સમયે વર્કઆઉટ કરવાના ફાયદા

વોર્મઅપમાં લાગતો નથી વધુ સમય

સવારે ઉઠતાં જ જિમ ભાગો અને ઉપરથી લાંબો વોર્મઅપ કરો. પરંતુ સાંજે વર્કઆઉટ કરવા માટે તમારે વધુ વોર્મઅપ કરવાની જરૂર નથી. તમારું શરીર વર્કઆઉટ કરવા માટે આપમેળે વોર્મઅપ થઇ જશે.

English summary
There are many evening workout benefits. An evening workout does wonders. Here are the Surprising Benefits of Exercising at Night
Story first published: Saturday, November 26, 2016, 11:02 [IST]