For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું તમે પણ ઈંડામાંગી જર્દી અલગ કરીને ખાઓ છો, તો તમે કરી રહ્યા છો મોટી ભૂલ!

By KARNAL HETALBAHEN
|

આ દિવસોમાં ઈંડાનું સેવન, સામાન્ય આહાર બની ગયો છે અને કેટલાક દેશોમાં તેને શાકાહારી માનવામાં આવે છે. જેમકે આપણે બધાને જાણ છે કે ઈંડા ઘણા પૌષ્ટિક ગુણોથી ભરપૂર છે અને શરીરને ઘણો ફાયદો પહોંચાડે છે. પણ કેટલાક લોકો તેની અંદર નીકળનાર પીળા હિસ્સાને ના ખાવાની આદત હોય છે જે યોગ્ય નથી.

ઈંડાનું અડધાથી વધારે પોષણ આ ભાગમાં હોય છે. તે કોઈ સુપરફૂડથી ઓછું નથી. કેટલાક લોકો આ ભાગને શરીરમાં કોલેસ્ટ્રોલ વધાવાના ડરના કારણે નથી ખાતા પરંતુ આ ભાગના સેવનથી બિલ્કુલ પણ કોલેસ્ટ્રોલ વધતું નથી.

તેને તમે કેટલાક આ રીતના એક ઉદાહરણથી સમજો, દરેક ઈંડામાં લગભગ ૧૮૬ મિગ્રા. કોલેસ્ટ્રોલ હોય છે પરંતુ તે લોહીના કોલેસ્ટ્રોલના સ્તરને વધારતા નથી. પરંતુ જો કોઇ ડાયાબિટિઝથી ગ્રસિત છે તો તેને ર્ડોક્ટરથી પૂછીને તે ભાગનું સેવન કરવું જોઇએ.

કોલેસ્ટ્રોલને સમજવું

કોલેસ્ટ્રોલને સમજવું

કોલેસ્ટ્રોલ, કેટલાક ખાદ્ય પદાર્થદમાં મળેલો મોમી પદાર્થ છે અને તે આપણા શરીરમાં જિગર દ્વારા પણ નિર્મિત થાય છે. તે કોશિકાઓના કાર્યાન્વયનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને વિટામીન ડીનું પણ ઉત્પાદન કરે છે. પાચન માટે પિત્તનું નિર્માણ પણ તેના દ્વારા જ થાય છે. કોલેસ્ટ્રોલની બે શ્રેણીઓ, ઓછા ઘનત્વવાળા લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલ (એલડીએલ) અને ઉંચા ઘનત્વવાળા લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલ (એચડીએલ) હોય છે.

એલડીએલ (ઓછા ઘનત્વવાળા લિપોપ્રોટીન)

એલડીએલ (ઓછા ઘનત્વવાળા લિપોપ્રોટીન)

આ ખરાર પ્રકારના કોલેસ્ટ્રોલ છે જે ધમનિઓની આંતરિક દિવાલો પર જામી જાય છે અને તેનાથી હદયની બીમારીઓ થવાની સંભાવના વધી જાય છે. તમારા એલડીએલ કોલેસ્ટ્રોલના નીચેના સ્તર, કાર્ડિયક રોગોના જોખમને ઓછો કરી દે છે.

એચડીએલ (ઉંચા ઘનત્વવાળા લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલ)

એચડીએલ (ઉંચા ઘનત્વવાળા લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલ)

બીજી બાજુ, એચડીએલ કોલેસ્ટ્રોલ, એક સારો કોલેસ્ટ્રોલ છે જે તમારા લોહીમાંથી ‘‘ખરાબ'' કોલેસ્ટ્રોલને દૂર કરીને શરીરને હદય રોગથી બચાવે છે અને તેને ધમનીઓમાં જામવાથી દૂર રાખે છે. એટલા માટે, વધારે એચડીએલ કોલેસ્ટ્રોલ સારો હોય છે. માનવ શરીરની પ્રણાલી, શરીરમાં થનાર પરિવર્તનોને સરળતાથી સંતુલિત કરી દે છે. આવી રીતે તે કોલેસ્ટ્રોલને પણ સંતુલિત બનાવી રાખે છે. એવામાં તમે ઈંડાનું સેવન સરળતાથી શરીરમાં સારા કોલેસ્ટ્રોલને બનાવી રાખે છે.

ઈંડાની યોક વિશે જાણો કેટલીક ખાસ વાતો:

ઈંડાની યોક વિશે જાણો કેટલીક ખાસ વાતો:

આ ફક્ત મિથ્યા છે કે ઈંડાની જર્દી નુકશાન પહોંચાડે છે અને મોટાપો વધારે છે. પરતુ અધ્યયનોમાં તેની વિપરીત ઘણી વાતો સામે આવી છે અને તેના ઘણા ફાયદાને નિષ્કર્ષના રૂપમાં નીકાળ્યા છે.

ઈંડાની જર્દીને લઈને કેટલીક બીજી વાતો નીચે મુજબ છે:

ઈંડાની જર્દીને લઈને કેટલીક બીજી વાતો નીચે મુજબ છે:

૧. ઈંડા પ્રથમ શ્રેણીના પ્રોટીનમાં આવે છે જેમાં એમિનો એસિડના બધા ગુણ ખૂબ સારી માત્રામાં હોય છે. જો તમે યોકને દૂર કરી દો છો તો આ બધા તત્વ નીકળી જશે અને તમારા શરીરમાં નહી પહોંચે. તમને જણાવી દઈએ કે એક ઈંડામાં ૬ ગ્રામ પ્રોટીન હોય છે પરંતુ જો તમે જર્દીના ભાગને નીકાળી દો તો માત્ર ૩ ગ્રામ પ્રોટીન જ બચશે.

૨. આ ભાગમાં ઈંડાના વધારે પોષક તત્વ હોય છે. જો તમે તેને નીકાળી દો છો તો કોલીન, સેલેનીયમ, જસ્ત, વિટામીન એ, બી, ઈ અને ડી જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો ગુમાવી દે છે. ઈંડામાં કોલોન અને વિટામીન ડીની ઉપલબ્ધતા હોય છે.

એક દિવસમાં કેટલા ઈંડાનું સેવન યોગ્ય રહે છે-

એક દિવસમાં કેટલા ઈંડાનું સેવન યોગ્ય રહે છે-

તે જીવનશૈલી અને તમારા ખોરાક પર નિર્ભર કરે છે. પરંતુ સામાન્ય જીવન જીવનાર વ્યક્તિને દરરોજ બે ઈંડાનું સેવન કરવું યોગ્ય રહે છે. પરંતુ જો તમે જિમ જાઓ છો કે ભારે શ્રમ કરો છો તો ચાર ઈંડાનું સેવન કરો.

ઈંડાનું સેવન, તમારા દ્વારા ખપત કરનાર સંતૃપ્ત ચરબી પર પણ નિર્ભર કરે છે.

English summary
Why leave out the egg yolk? It's the tastiest part.
Story first published: Friday, May 19, 2017, 10:37 [IST]
X
Desktop Bottom Promotion