પાતળી કામર પામવાની કેટલીક ટિપ્સ

Posted By: Super Admin
Subscribe to Boldsky

શું આપ પોતાની વધતી કંમરથી પરેશાન છો? અને ઇચ્છો છો કે તે 36થી ઘટી 24ની થઈ જાય? ફિટ કપડાંમાં ઉપસીને દેખાઈ આવતી આ જાડી કંમરમાંથી સૌ કોઈ છુટકારો પામવા માંગે છે. માટે, તેના માટે અત્યાર સુદી આપ જિમથી લઈ યોગાનાં તમામ ક્લાસિસમાં હાજરી ભરી ચુક્યા હશો, પરંતુ પરિણામે કંઇક હાથ નહીં લાગ્યું હોય.

તો શું આપણે હાર માની આ પ્રયાસો ઉપર પૂર્ણવિરામ મૂકી દેવું જોઇએ? બિલ્કુલ નહીં! ઉલ્ટાનું ઘેરબેઠા કેટલાક ઘરગથ્થુ ઉપાયો દ્વારા આ પ્રયાસોને ચાલુ રાખવાની જરૂર છે. તો ચાલો જોઇએ.

Amazing Tips to Reduce Belly Fat Naturally

1. લિંબુ પાણી પીવો
લિંબુ પાણી આપના લીવરની કાર્ય પ્રણાલીને સુધારે છે અને આ રીતે આપની કંમરની આજુબાજુ એકઠી થયેલી ચરબીને ધટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત લિંબું પાણી આપના શરીરમાં ચરબીને ધટાડનાર એંઝાઇમને પણ વધારે છે.

Amazing Tips to Reduce Belly Fat Naturally

2. ક્રૅનબેરીનો રસ
ક્રૅનબેરીમાં ભરપૂર પ્રમાણમાં મેલિક એસિડ, સાઇટ્રિક એસિડ તથા ક્યૂનિક એસિડ હોય છે કે જે પાચન એંઝાઇમ્સ તરીકે કામ કરે છે. આ એસિડ લસીકા પ્રણાલી પર જામેલી ચરબીને હજમ કરે છે કે જે લીવર નથી કરી શકતું. માટે આ રીતે ક્રૅનબરીનો રસ આપની કંમરની પહોળાઇને ઘટાડે છે. તેથી દરરોજ 100 ટકા શુદ્ધ ક્રૅનબરીનો રસ પીવો.

Amazing Tips to Reduce Belly Fat Naturally

3. માછલીનું તેલ પીવો અથવા માછલી ખાઓ
પોતાના પેટ પર જામેલી ચરબીને ઓછી કરવા માટે માછલીના તેલનું સેવન કરો. માછલીના ઓમેગા 3 ફૅટી એસિડમાં રહેલા આઈકોસિપેંટિનોઇક એસિડ, ડોકોસુહેક્સીનોઇક એસિડ તેમજ લિનોલેનિક એસિડ પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે.

Amazing Tips to Reduce Belly Fat Naturally

4. ચિયાના બીજ
જો આપ શાકાહારી છો અને પેટની ચરબી ઓછી કરવા માટે માછલી ન ખાઈ શકો, તો એવી પરિસ્થિતિમાં ઓમેગા-3 ફૅટી એસિડની ઉણપને પૂર્ણ કરવા માટે ચિયાના બીજનું સેવન એક યોગ્ય વિકલ્પ સાબિત થઈ શકે. જોકે આ બીજાઓમાં રહેલા અલ્ફા-લિનોલેનિક એસિડને ડીએચએમાં બદલવા માટે આપના શરીરને થોડીક વધુ જહેમત ઉઠાવવી પડી શકે. આ ઉપરાંત ચિયાના બીજ એંટીઑક્સીડંટ, કૅલ્શિયમ, આયર્ન તથા ફાયબરના સારા સ્રોત છે. આમ, આના સેવનથી આપના શરીરમાં લોહી વધે છે તથા હાડકાં પણ મજબૂત બને છે. 'ધ એઝ્ટેક ડાયેટ'ના ડાયેટ પુસ્તક મુજબ દરરોજ 4-8 ચમચી ચિયાના બીજ ખાવાથી ઓછી ભૂખ લાગે છે. ખેર, આપ દરરોજ એક ચમચી ચિયાના બીજનું સેવન કરી શકો છો.

Amazing Tips to Reduce Belly Fat Naturally

5. આદુની ચા
એમ તો ભારતીય વાનગીઓમાં આદુનો ઉપયોગ નિયમિત રીતે થાય છે તથા તેનું મુખ્ય કારણ છે, તેને ખાવાથી આપણા શરીરમાં પેદા થતી ગરમી. આદુ આપણા શરીરનું તાપમાન વધારે છે અને આ રીતે પેટની ચરબી ઓછી કરે છે. આપના પેટ પર ચરબી ઘણા કારણોસર જામી શકે છે, પરંતુ તેને આ એક વિકલ્પ દ્વારા ખૂબ જ સરળતાથી હટાવી શકે છે. આદુનુ સેવન શરીરમાં કોર્ટિસોલનું ઉત્પાદન ઘટાડે છે તથા આપના શરીરની ઊર્જા નિયંત્રિત રાખે છે. માટે, જો આપ શાકમાં આદુ નથી નાંખતા, તો ચામાં નાંખીને પીવો.

Amazing Tips to Reduce Belly Fat Naturally

6. લસણ
આપણા શરીરમાં દરેક ક્ષણે જૂની કોશિકાઓનાં સ્થાેન નવી કોશિકાઓ જન્મતી હોય છે. તેમાંની એડિપૉસાઇટ કોશિકાઓ એડિપૉસ ઉત્તકોના સર્જનું કામ કરે છે. આ એડિપૉસ ઉત્તકોની એક પ્રક્રિયામાં પ્રી-એડિપૉસાઇટને વાસમાં તબ્દીલ કરી દેવામાં આવે છે. આ પ્રક્રિયાને વાસજનન કહેવામાં આવે છે. અભ્યાસોથી જાણવા મળ્યું છે કે લસણનું સેવન શરીરમાં આ વાસની પ્રક્રિયાનું સર્જન રોકે છે. માટે સરળ શબ્દોમાં કહીએ, તો લસણ આપની કોશિકાઓને વાસમાં તબ્દીલ નથી થવાદેતું. તેને કાચુ ખાવું થોડુક મુશ્કેલ છે. તેથી તેનું સેવન શાકમાં નાંખીને કરો.

Read more about: health આરોગ્ય
English summary
Here are amazing tips to reduce belly fat naturally. These tips will help you in getting you slimmer easily.
Story first published: Monday, October 17, 2016, 15:18 [IST]