For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું તમે સેરોગેસી વિશે જાણો આ વાતો

By KARNAL HETALBAHEN
|

સેરોગેસી વિશે આપણે બધાએ સાંભળ્યું જ હશે. હાલમાં સેરોગેસીનું ચલણ ખૂબ છે. તેમાં એક મહિલા, બીજી મહિલા અથવા પુરૂષ માટે પોતાની કૂખમાં સંતાનને રાખે છે અને બાળકનો જન્મ થયા પછી તેને તે અધિકારી મહિલા અથવા પુરૂષને આપી દે છે.

સેરોગેસી એક વિકલ્પ છે જે કેટલીક ભિન્ન પરિસ્થિતિઓમાં કરવામાં આવે છે. સેરોગેસી મુખ્ય બે રીતે કરવામાં આવે છે જેમને ટ્રેડીશનલ સેરોગેસી અને ગર્ભકાલીન સેરોગેસીના નામથી ઓળખવામાં આવે છે. આવો એક નજર નાખીએ, સેરોગેસી વિશે આપવામાં આવેલી સંક્ષિપ્ત જાણકારી પર:

પારંપારિક સેરોગેસી:

પારંપારિક સેરોગેસી:

આ પ્રકારની સેરોગેસીમાં મહિલા પોતાના અંડાને દાન કરવામાં આવેલા સ્પર્મ કે ઉક્ત પિતાના સ્પર્મથી નિષેચિત કરવામાં આવે છે અને તેનાથી જે સંતાન થાય છે તેને ૯ મહિના ગર્ભમાં રાખ્યા પછી તે દપંતીને આપી દેવામાં આવે છે.

ગર્ભકાલીન સેરોગેસી:

ગર્ભકાલીન સેરોગેસી:

આ ટેકનિક તાજેતરમાં ખૂબ પ્રચલિત છે તેને આઈવીએફના નામથી પણ જાણવામાં આવે છે. આ રીતમાં, અંડાને જૈવિકમાં શરીર અને જૈવિક પિતાના શરીરમાં સ્પર્મ લઈને તેને નિષેચિત કરાવીને મહિલાના ગર્ભાશયમાં ઈન્જેક્ટ કરી દેવામાં આવે છે. આ પ્રકાર, મહિલાના શરીરમાં ભ્રૂણ પહોંચી જાય છે અને તે બાળકને જન્મ આપે છે.

કેવી રીતે ખોળશો સેરોગેટ મધર

કેવી રીતે ખોળશો સેરોગેટ મધર

સેરોગેટ મધર માટે ઘણી વાતનું ધ્યાન રાખવામાં આવે છે. તેમના માનસિક અને શારિરીક સ્વાસ્થ્ય પર સૌથી વધારે ધ્યાન આપવામાં આવે છે. સેરોગેટ મધર કોઈ પણ હોઈ શકે છે. કે પછી તમે તેને શોધી લો કે પછી હોસ્પિટલ કે સેરોગેસી સેન્ટર્સ નો સંપર્ક કરી શકો છો. ભારતમાં અત્યારે સેરોગેટ મધર્સ શોધીવી સરળ નથી. તમે આ રીતથી સેરોગેટ મધર શોધી શકો છો:

નજીકના મિત્ર/સંબધી

નજીકના મિત્ર/સંબધી

જો તમે બહારના લોકોને તમારા વાંજિયાપણાની વાત જણાવવા નથી માંગતા તો તમે તમારા પરિવાર કે નજીકના મિત્રોને તેની વાત કરી શકો છો અને કોઇ પરિચિત મહીલાની મદદ લઈ શકો છો.

તમારા ક્લીનિક પર જાઓ

તમારા ક્લીનિક પર જાઓ

તમે જ્યાં વાંજિયાપણાનો ઉપાય કરાવો છો તમે ત્યાં સંપર્ક કરો કે પછી આઈવીએફ સેન્ટર પર જઈને વાત કરી શકો છો.

મીડિયાથી જાણ કરવી

મીડિયાથી જાણ કરવી

પ્રિન્ટ મીડિયા કે ઈલેક્ટ્રોનિક મીડિયા પર આવનાર એડને જુઓ અને ત્યાં આપેલી જાણકારીનો હિસાબે તે લોકોનો સંપર્ક કરી શકો છો. મેગેઝિન, ટીવી કે લોકલ ચેનલ પર પણ આ વિશે જાણકારી લઈ શકો છો.

સોશિયલ મીડિયા

સોશિયલ મીડિયા

તમે સોશિયલ મીડિયા જેવા કે- ફેસબુક, ટ્વીટર વગેરેની મદદથી સેરોગેટ મધર્સને સર્ચ કરી શકો છો. તમે ઈચ્છો તો એક પોસ્ટ પણ નાંખી શકો છો.

સહકર્મી

સહકર્મી

જો તમારી ઓફિસ કૂલ છે અને સોશિયલ વર્કમાં શામેલ રહે છે તો તમે ત્યા પણ કોઇની મદદ લઈ શકો છો.

English summary
Are you wondering how to find a suitable surrogate mother? Read on to know everything about surrogacy.
X
Desktop Bottom Promotion