For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો શું છે હીમોફીલિયાની બિમારીના લક્ષણ અને કારણ

By KARNAL HETALBAHEN
|

હીમોફિલિયા એક આનુવંશિક બિમારી છે, જે માતા-પિતા દ્વારા બાળકોમાં પણ જઇ શકે છે. ગુણસૂત્ર આ બિમારીની વાહક (આગળ મોકલનાર) હોય છે, અને આ બિમારી પુરૂષોમાં વધુ જોવા મળે છે.

જ્યારે કોઇ વ્યક્તિ હીમોફીલિયાથી પીડિત હોય છે, અને તેને થોડી પણ ઇજા પહોંચે છે, તો તેની લોહી વહેતું અટકતું નથી, કારણ કે હીમોફિલિયાથી પીડિત લોકોમાં ઇજા પહોંચતા લોહીના પર્યાપ્ત ગઠ્ઠા જામતા નથી.

એવામાં જો આ પ્રકારના લોકોનો એક્સિડેન્ટ થઇ જાય, તો આ તેમની જીંદગી માટે ઘાતક પણ બની શકે છે. કારણ કે એક્સિડેન્ટમાં લાગેલી ઇજા બાદ આ લોકોમાં લોહીના પ્રવાહને રોકવો મુશ્કેલ થઇ જાય છે.

આ લોકોમાં ગઠ્ઠા જામવાના કારણે આઠમી (હીમોફિલિયા એ) એટલે કે IX (હીમોફિલિયા બી) હોતું નથી. એટલા માટે આ બિમારી પરિવારના કોઇપણ સભ્યને હોય તો તેને ખૂબ સાવધાનીથી રહેવું જોઇએ.

એટલા માટે આજે અમે આ આર્ટિકલના માધ્યમથી એ જાણવાનો પ્રયત્ન કરીશું કે આ બિમારી એટલી ખતરનાક કેમ છે? આ બીમારી એટલા માટે ખતરનાક છે કારણ કે આ બીમારીનો કોઇ ઇલાજ નથી.

આ બિમારીને ફક્ત એન્ટી હેમોફિલિક (એએચએફ) વડે નિયંત્રણમાં રાખી શકાય છે, જે ખૂબ મોંઘી હોય છે અને કેટલીક જગ્યાઓ પર મળે છે. માટે જ આ બિમારીના કારણે ઘણા લોકોના મોત બાળપણમાં જ થઇ જાય છે. આવો જાણીએ હીમોફિલિયાના લક્ષણો વિશે.

1. વારસાગત

1. વારસાગત

હીમોફિલિયા એક વારસાગત બિમારી છે. જે મા-બાપ દ્વારા બાળક પેદા થાય છે. હીમોફિલિયાની બિમારી લોહીમાં ગઠ્ઠા ના જામવાના લીધે થાય છે. જે મોટાભાગે પુરૂષોમાં જોવા મળે છે.

2. એક્વાઇઅર્ડ હામોફિલિયા

2. એક્વાઇઅર્ડ હામોફિલિયા

અક્વાઇઅર્ડ હામોફિલિયાના રોગીઓમાં પ્રતિરક્ષા પ્રણાલી એક પ્રકારની આઠમી એંટીબોડી બને છે જેનાથી લોહીના ગઠ્ઠા જામવાનું બંધ થઇ જાય છે અને ઇજા પહોંચતા લોહી વહેવાનું બંધ થતું નથી. અક્વાઇઅર્ડ હામોફિલિયા મહિલાઓ અને પુરૂષોને પ્રભાવિત કરે છે.

1. નાકમાંથી વધુ લોહી આવવું

1. નાકમાંથી વધુ લોહી આવવું

હેમોફિલિયા બીમારીનું પ્રથમ લક્ષણ છે નાકમાંથી વધુ લોહી આવવું. જો કોઇ વ્યક્તિને નાકમાંથી કારણ વિના ખૂબ લોહી આવી રહ્યું છે તો તેને હેમોફિલિયા હોય શકે છે.

2. પેઢામાંથી લોહી આવવું

2. પેઢામાંથી લોહી આવવું

હીમોફિલિયાનું બીજું લક્ષણ છે પેઢામાંથી લોહી આવવું. જો કોઇ વ્યક્તિને પેઢામાંથી લોહી આવી રહ્યું છે અને અટકતું નથી તો આ તેના માટે ખતરનાક સાબિત થઇ શકે છે.

3. ઇજા પહોંચતા વધુ લોહી આવવું

3. ઇજા પહોંચતા વધુ લોહી આવવું

જો કોઇ વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચતાં પણ વધુ લોહી વહે છે તો તેને હેમોફિલિયાની બિમારી હોઇ શકે છે.

4. સાંધામાં દુખાવો અને લોહી આવવું

4. સાંધામાં દુખાવો અને લોહી આવવું

જો કોઇ વક્તિ હીમોફિલિયાથી પીડિત છે, તો તેના સાંધામાં દુખાવો થશે, તેનું મુખ્ય કારણ છે સાંધામાં આંતરિક લોહી વહેવું. જો આ સ્થિતિ ખરાબ થઇ જાય છે તો સાંધામાં સોજો, દુખાવો અને લાલ પડવા લાગે છે.

5. મળ અને મૂત્રમાંથી લોહી આવવું

5. મળ અને મૂત્રમાંથી લોહી આવવું

ગુદા અને મૂત્રાશયમાંથી આંતરિક લોહી આવવાથી મળ અને મૂત્રમાંથી લોહી આવવા લાગે છે. જે હેમોફિલિયા જેવી બિમારીનું મુખ્ય લક્ષણ છે.

6. મગજમાંથી લોહી આવવું

6. મગજમાંથી લોહી આવવું

હીમોફિલિયાના સૌથી ગંભીર કેસમાંથી એક છે મગજમાંથી લોહી આવવું. તેમાં મગજના અંદર લોહીનો સ્ત્રાવ થવા લાગે છે જેથી માથાનો દુખાવો, ગરદનમાં દુખાવો અને ઉલટી આવવા લાગે છે.

7. નબળાઇ અને ડબલ વિઝન

7. નબળાઇ અને ડબલ વિઝન

નબળાઇ અનુભવવી, ડબલ વિઝન એટલે કે દરેક વસ્તુ બે દેખાવવી અને ચાલવામાં મુશ્કેલી થવી. એ પણ હેમોફિલિયાના અન્ય મુખ્ય લક્ષણ છે.

English summary
A serious bleeding disorder, haemophilia, if not taken care of on time, might cause serious disability as well.
Story first published: Saturday, May 6, 2017, 13:19 [IST]
X
Desktop Bottom Promotion