For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વાયુ પ્રદૂષણથી મોટી ઉંમરની મહિલોઓને ડિમેંશિયાનું જોખમ

By KARNAL HETALBAHEN
|

તાજેતરમાં જ એક અભ્યાસમાં જાણવામાં આવ્યું છે કે મોટી ઉંમરની મહિલાઓમાં પ્રદૂષણના કારણે ડિમેંશિયા, અલ્ઝાઈમર રોગ થવાની સંભાવના વધી જાય છે. આ અભ્યાસમાં એ પણ તારણ મળ્યું છે કે પાર્ટીકુલેટેડ મેટર (પીએમ ૨.૫), વધતી ઉંમરની મહિલાઓના મગજને ક્ષીણ બનાવી દે છે જે તે વિસ્તારમાં રહે છે.

અમેરિકાની પર્યાવરણ સંરક્ષણ એજન્સીના ધારાધોરણો અનુસાર, ફેક્ટરીવાળા સ્થાનની હવા, ૮૧ પ્રતિશત વધારે પ્રદૂષિત હોય છે. એવા વિસ્તારમાં રહેનાર મહિલાઓને ૯૨ પ્રતિશત વધારે સમસ્યા થાય છે. આ સમસ્યાઓમાં ભૂલવાની બીમારી સૌથી મુખ્ય છે.

Side Effects Of Air Pollution

અભ્યાસ દ્વારા સામે આવ્યું છે કે પ્રદૂષિત કણ, વાયુના માધ્યમથી શરીરમાં પ્રવેશ કરે છે અને નાક દ્વારા બ્રેનના ભાગમાં પહોંચી જાય છે. તેનાથી મગજની ક્રીયાઓ પર પ્રભાવ પડે છે સાથે જ તેની ઈફ્લામેન્ટ્રી રિસ્પોન્સ પર પણ નકારાત્મક પ્રભાવ પડે છે.

જે મહિલાઓમાં APOE4 જીન મળી આવે છે તેમને અલ્ઝાઈમર થવાનો ચાન્સ વધી જાય છે. જ્યારે સામાન્ય માણસમાં ફક્ત તેને થવાના ૨૧ પ્રતિશત ચાન્સ જ રહે છે. યૂએસસીના પ્રોફેસર જીય-ચિયેઆને વધતી ઉંમરની મહિલાઓમાં વાયુ પ્રદૂષણની અસરને સામાન્ય માણસની સાથે તુલના કરતા વ્યક્ત કર્યું.

અભ્યાસ માટે, એક ટીમે ૬૫ થી ૭૯ વર્ષની મહિલાઓને લીધી જેમની સંખ્યા ૩,૬૪૭ હતી. તેમનાં પર ઘણા પ્રકારનો અભ્યાસ કરવામાં આવ્યો અને તે પ્રયોગમાં આ તારણોને આપવામાં આવ્યા. તે મહિલાઓમાં APOE4 જીનવાળી મહિલાઓ પણ શામેલ હતી. આ મહિલાઓ પર ૧૫ અઠવાડિયા સુધી પ્રયોગ ચાલ્યો હતો.

તમને જણાવી દઈએ કે આ અભ્યાસને ઉંદર પર પણ કરવામાં આવ્યો હતો જેમાં પણ તેને હળતા-મળતા પરીણામ જ સામે આવ્યા હતા. પછીથી, ઘરડી મહિલાઓમાં તેના પરિણામ અને તારણ પણ ચોંકાવનાર હતા કેમકે તેનાથી પૂર્વ બ્રેનની ક્રિયા પર તેના પ્રભાવ વિશે ખૂબ વધુ કાર્ય નહોતું કરવામાં આવ્યું.

English summary
Elderly women exposed to tiny air pollution particles may face an increased risk of dementia, including Alzheimers disease, a study has found.
Story first published: Wednesday, March 8, 2017, 10:08 [IST]
X
Desktop Bottom Promotion