For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પેટમાં દુખાવો થઈ રહ્યો હોય તો ભૂલથી પણ ના કરો આ ૮ ભૂલો

By KARNAL HETALBAHEN
|

પેટનો દુખાવો ખૂબ સામાન્ય સમસ્યા છે અને દરેકને જીવનમાં ક્યારેક ને ક્યારેક પેટનો દુખાવો થાય જ છે. પેટના દુખાવાથી આરામ મેળવવા માટે સૌથી પહેલા તો ઘરગથ્થું કે પ્રાકૃતિક ઉપાય કરવામાં આવે છે. પરંતુ દુર્ભાગ્યથી ઘણી વખત એવું થાય છે કે પોતાના મનથી ઉપાય કરવામાં ભૂલ થઈ જાય છે અને તેનાથી વ્યક્તિને ઘણી વખત ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.

આ ઉપરાંત જો તમે આ દુખાવાના નિદાનમાં મોડું કરો છો તો સમસ્યા વધારે જટિલ થઇ જાય છે. તેના ઉપરાંત બીજી ઘણી ભૂલો છે જેને પેટના દુખાવાના સમયે ના કરવી જોઈએ. પેટના દર્દને ફક્ત અપચનથી સંબંધી સમસ્યા કે એસિડિટી માનીને ના ટાળવી જોઈએ. ક્યારેક ક્યારેક આ સ્વાસ્થ્યથી સંબંધી ગંભીર સમસ્યાનો સંકેત હોઇ શકે છે.

આવા કેસમાં નાની ભૂલથી પણ તમારા સ્વાસ્થ્ય પર પ્રભાવ પડી શકે છે. તમને પેટનો દુખાવો વધારે હોય કે ઓછો, તેની પાછળ કોઈને કોઈ કારણ જરૂર હોય છે. તેના કારણને જાણવું અને તેનો ઉપાય કરવો ખૂબ મહત્વપૂર્ણ હોય છે. મજાની વાત એ છે કે ઘણાં પ્રકારના ઘરગથ્થું ઉપાયથી દુખાવો વધારે વધી જાય છે. અહીં આ લેખમાં અમે કેટલીક ગંભીર ભૂલો વિશે જાણાવી રહ્યા છીએ જે પેટનો દુખાવો થવા પર ના કરવી જોઇએ.

૧. સેલ્ફ-મેડિકેશન (જાતે ઉપાય કરવો)

૧. સેલ્ફ-મેડિકેશન (જાતે ઉપાય કરવો)

પેટના દુખાવા માટે ક્યારેય પણ પોતાના મનથી દવા ના લો. ઘરગથ્થું ઉપાય સુરક્ષિત હોય છે. પરંતુ જ્યારે તમે વગર કારણ જાણે, આંખ બંધ કરીને સ્થિતિનો ઉપાય કરો છો તો આ ખતરનાક હોઈ શકે છે. અંતમા: ર્ડોક્ટર પાસેથી પેટના દુખાવાનું મૂળ કારણ જાણીને પછી જ ઘરગથ્થું ઉપાય અપનાવો.

૨. સલાહ લેવામાં મોડું

૨. સલાહ લેવામાં મોડું

મોટાભાગના કેસમાં માથાનો દુખાવો અને પેટનો દુખાવો સામાન્ય લક્ષણોની શ્રેણીમાં આવે છે. તમે વિચારો છો કે તે પોતાની જાતે જ ઠીક થઈ જશે. પરંતુ તે જાણવું મહત્વપૂર્ણ છે કે કારણની ઝડપી તપાસ કરવી પણ ખૂબ જરૂરી હોય છે. તેનાથી ઉપાય સફળ રીતથી કરી શકાય છે.

૩. ઉપાય પૂરો ના કરવો.

૩. ઉપાય પૂરો ના કરવો.

એવું મોટાભાગે એન્ટીબાયોટિક્સની સાથે થાય છે. લક્ષણ પૂરા થઈ જવા પર એન્ટીબાયોટિક્સ લેવાનું બંધ ના કરો. પેટના દુખાવાના સમયની જાણીતી આ ખૂબ સામાન્ય ભૂલ છે જેને ના કરવી જોઈએ. ઠીક થયા પછી જ ઉપાય પૂરી રીતે કરો.

૪. યોગ્ય રીતે ના ખાવું

૪. યોગ્ય રીતે ના ખાવું

એવું ના વિચારો કે ખાવાનું ખાવાથી તમારા પેટનો દુખવો વધી જશે. જો તમે સારી રીતે નથી ખાતા તો તમને એસિડિટીની સમસ્યા થઈ શકે છે. તેના કારણે હાર્ટ બર્ન અને પેટ ફૂલવું જેવી સમસ્યા થઈ શકે છે. અંતમા: એવા ખાદ્ય પદાર્થ ખાઓ જે સરળતાથી પચી જાય.

૫. ભારે ખાદ્ય પદાર્થ ખાઓ

૫. ભારે ખાદ્ય પદાર્થ ખાઓ

જો કોઇ પ્રકારના ઈન્ફેક્શન (સંક્રમણ)ના કારણે તમને પેટનો દુખાવો થઈ રહ્યો હોય તો તમારા પેટને લડવા માટે થોડો સમય આપો. એવા ખાદ્ય ના ખાઓ જે પચવામાં કઠિન હોય. તેના ઉપરાંત તૈલીય અને મસાલેદાર ખાવાનું ના ખાઓ કેમકે તેના પાચન માટે અતિરિક્ત ઉર્જાની જરૂરિયાત હોય છે.

૬. પર્યાપ્ત આરામ ના કરવો.

૬. પર્યાપ્ત આરામ ના કરવો.

જો કોઈ ઇન્ફેક્શનના કારણે તમને પેટમાં દુખાવો થઈ રહ્યો છે તો તેની સામે લડવા માટે તમારા શરીરને વધારે ઉર્જાની જરૂરિયાત હોય છે. અંતમા: જ્યારે તમને પેટના દર્દની સમસ્યા થાય તો તમારે પર્યાપ્ત આરામ કરવાની સલાહ આપવામાં આવે છે.

૭. ફક્ત પેટ પર ધ્યાન આપવું

૭. ફક્ત પેટ પર ધ્યાન આપવું

પેટના દુખાવાનો અર્થ એ નથી કે તે પેટથી જ સંબંધી છે. કોઈ બીજી સમસ્યા થવા પર પણ પેટમાં દુખાવો થઈ શકે છે. કિડની સ્ટોન, એન્ડોમેટ્રિયોસિસ, હેપ્ટોમેગાલી, એપેન્ડિસાઈટિસ કે બીજી કોઈ શારીરિક સમસ્યા થવાના કારણે પણ પેટના દુખાવાની સમસ્યા થઇ શકે છે. અંતમા: પેટના દુખાવાને સામાન્ય સમસ્યા ના સમજો.

૮. દૂધ પીવું

૮. દૂધ પીવું

જો તમે પેટને આરામ આપવાના ઉદ્દેશથી દૂધ પીવો છો તો તમે ખોટું કરી રહ્યા છો. દૂધ પીવાથી પેટનો દુખાવ વધારે વધી શકે છે, વિશેષ રીતે જો તમને એસિડિટીના કારણે પેટનો દુખાવો થયો હોય તો. પેટ દર્દના સમયે આ ભૂલ ના કરવી જોઈએ.

English summary
Stomach pain can turn to be unbearable when you commit certain mistakes. Know about a few of the mistakes that you need to avoid when you have a stomach pain.
Story first published: Wednesday, June 7, 2017, 10:25 [IST]
X
Desktop Bottom Promotion