એક્સપાયરી ડેટ નીકળી ગયા પછી ભૂલથી પણ ના ખાઓ આ વસ્તુઓને

Subscribe to Boldsky

શું તમે કોઇ પદાર્થને તેની એક્સપાયરી ડેટ જતી રહ્યા પછી ફેંકી દો છો? આપણે બધા જાણીએ છીએ કે કેટલાક પદાર્થોને તેમના ઉપયોગની છેલ્લી તારીખ પછી પણ ખાઈ શકાય છે. પરંતુ કેટલાક એવા ખાદ્ય પદાર્થ પણ છે જેની એક્સપાયરી ડેટ નીકળી ગયા પછી તેનું સેવન ના કરવું જોઈએ કેમકે એવું કરવાથી તમે બીમાર થઇ શકો છો. અહીં એવા ૮ ખાદ્ય પદાર્થો વિશે જણાવવામાં આવ્યું છે.

સ્ટ્રોબેરીઝ

સ્ટ્રોબેરીઝ

તેને ફ્રીઝમાં ત્રણ દિવસથી વધુ ના રાખો. તેના પછી તે વધુ પ્રમાણમાં મુલાયમ અને કરચલીવાળી થઈ જાય છે. તે બેક્ટેરિયાનું ઉત્પન્ન થવાનું સ્થાન બની જાય છે. જો તમે તેને ગરમ સ્થાન પર રાખો છો તો તે વધારે જલ્દી ખરાબ થઈ જાય છે.

ચીઝ

ચીઝ

મોટાભાગે કઠોર વસ્તુમાં મોલ્ડ (ફૂગ) ને નીકાળીને તમે બાકીનું ચીઝ ખાઈ શકો છો. પરંતુ સોફ્ટ ચીઝમાં જેમ ફેટા અને બ્રીમાં એવું કરવું યોગ્ય હોતું નથી. આ પ્રકારના ચીઝમાં લિસ્ટિરિયા મોનોસાઈટોજંસ બેક્ટેરિયાની ઉપસ્થિતી હોવાની સંભાવના હોય છે. આ બેક્ટેરીયાના કારણે લિસ્ટેરિઓસિસ થઈ શકે છે.

દૂધ

દૂધ

પોશ્ચરાઈઝેશનથી દૂધમાં રહેલા મોટાભાગના બેક્ટેરિયા નીકળી જાય છે. પરંતુ તે વાતની કોઈ ગેરંટી નથી કે ત્યારપછી તે દૂષિત ના થાય. ઉદાહરણ માટે થઇ શકે છે કે કરિયાણાની દુકાનમાં તેને સારી રીતે સ્ટોર ના કરવામાં આવ્યું હોય જેના કારણે તેમાં બેક્ટેરીયા ઉત્પન્ન થવા લાગે છે. ખાટું દૂધ પીવાથી ફૂડ પોઈઝનિંગ થવાનું જોખમ રહે છે. તેના ઘણાં લક્ષણ છે જેમ કે પેટમાં દુખાવો, તાવ અને ડાયેરિયા. પછી પણ જો તમે એક્સપાયરી ડેટ થઈ ગયેલા દૂધને પીવા ઈચ્છતા હોય તો તેના રંગ અને સ્વાદને તપાસી લો.

મલાઈ

મલાઈ

જો તમે હોમમેડ વ્હિપ્ડ ક્રીમ બનાવી રહ્યા છો તો તેનો જલ્દી ઉપયો કરવો જરૂરી હોય છે, એટલા માટે નહી કે તેનું સેવન કરવાથી તમે બીમાર થઈ જશો પરંતુ એટલા માટે કે તેનો રંગ અને સ્વાદ ખૂબ જ જલ્દી ખરાબ થઈ જાય છે. આગલા દિવસે તે પૂરી રીતે પીગળી જશે.

ચિકન

ચિકન

ચિકન સારી રીતે બનાવેલું અને સારી રીતે સ્ટોર કરેલું સ્ટોર કરેલું હોવું જોઈએ જેથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી બચી શકાય. ચિકનની એક્સપાયરી ડેટ પછી તેનું સેવન કરવાથી તે ચિકન ઈ-કોલી બેક્ટેરીયાથી ગ્રસ્ત થઈ શકે છે. આ બેક્ટરીયાને કારણે ઘણા પ્રકારની બીમારીઓ જેવી કે ગેસ્ટ્રોએન્ટરાઈટિસ, મેનિંજાઈટિસ અને યૂરિનરી ઈન્ફેક્શન થઇ શકે છે. તેના ઉપરાંત તેને જોઈને એ પણ ના જણાવી શકો કે તે સારું છે કે નહી. સારું રહેશે કે તમે પેકેઝિંગમાં લખેલી તારીખ મુજબ જ તેનો ઉપયોગ કરો.

પાલક

પાલક

પાલકના પત્તા ખૂબ જ જલ્દી ખરાબ થઈ જાય છે, વિશેષ રીતે ત્યારે જ્યારે તે ભીના હોય. તે પત્તા કરમાઈ જાય છે અને ખાવાના લાયક રહેતા નથી. તેનો ઉપયોગ કરવો અસંભવ થઈ જાય છે. તેને વધારે સમય સુધી તાજી બનાવી રાખવા માટે તેને સારી રીતે સૂકવો અને ઉપયોગમાં લીધા પહેલા જ ધોવો.

બીન સ્પ્રાઉટ્સ (અંકુરિત અનાજ)

બીન સ્પ્રાઉટ્સ (અંકુરિત અનાજ)

બીન સ્પ્રાઉટ્સ એશિયન ખાવાનો અભિન્ન ભાગ છે. દુર્ભાગ્યથી તે ખૂબ જ જલ્દી ખરાબ થઈ જાય છે, વિશેષ રીતે ત્યારે જ્યારે તેને સીલ પેક રાખવામાં આવે. તેને બ્રાઉન પેપર બેગમાં સ્ટોર કરીને ફ્રિઝમાં રાખો અને તેને ખાતા પહેલા ઓછામાં ઓછી બે દિવસની રાહ જોવો.

ઈંડા

ઈંડા

સામાન્ય રીતે: તમારે ક્યારેય પણ સડેલા ઈંડા ખાવા જોઈએ નહી. ઈંડા તાજા છે કે નહી તે વાતની જાણ મેળવવાની એક યોગ્ય રીત છે: તેને એક પાણી ભરેલા કટોરામાં નાંખો અને જોવો કે શું થાય છે. જો તે તરે છે તો તેનો મતલબ એ છે કે તમારે તેને ફેંકી દેવું જોઇએ અને જો તે ડૂબી જાય તો તમે તેનું સેવન કરી શકો છો.

English summary
Here are some you’d best never put in your mouth beyond expiration, at the risk of getting sick. Here are 8 of them.
Please Wait while comments are loading...