For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પુરુષોની બ્રેસ્ટને ઓછી કરે આ એક્સસાઈઝ

By Karnal Hetalbahen
|

લચી પડેલી છાતીના ઘણા કારણો હોઈ શકે છે. તે દવાઓના સાઈડ ઈફેક્ટના કારણે હોઈ શકે છે કે પછી વધારે ખાવાથી થઇ શકે છે અને તે આનુવાંશિક સમસ્યાથી પણ થઈ શકે છે. પણ તેનો મતલબ એ નથી કે તેનો કોઈ ઉપાય નથી. યોગ્ય એક્સસાઈઝથી લચી પડેલી છાતીને ઓછી કરી શકાય છે.

આ આર્ટિકલમાં અમે તમને તે એક્સસાઈઝ વિશે જણાવીશું જેને કરવાથી તમને લચી પડેલી છાતીથી મુક્તિ મળશે અને તમે આકર્ષક, સ્વસ્થ અને હુષ્ટ પુષ્ટ દેખાશો. પણ એક વાતનું ધ્યાન રાખો કે આ એક્સસાઈઝ ત્યારે જ કામમાં આવશે જ્યારે તમે તૈલી ખાવાનું, મિઠાઈ વગરે નહી ખાઓ અને રોજ યોગ્ય રીતે આ એક્સસાઈઝને કરશો. જો તમે એવું કરવામાંથી ચૂકી ગયા તો તમને ફક્ત ૪૦ પ્રતિશત રિજલ્ટ જ મળશે ૬૦ પ્રતિશત નહી. આ એક્સસાઈઝ છે.

૧. દોડવું:

૧. દોડવું:

જો તમે સ્તન લટકવાની સમસ્યાથી ઝઝુમી રહ્યા છો તો દોડવું તમારા માટે ઘણું ફાયદાકારક થઈ શકે છે કેમકે તે તમારા શરીરની વધારે ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે. ચરબી સ્તન પરથી જ નહીં પણ શરીરના બીજા ભાગ જેવા કે પેટ પરથી પણ ઓછી થાય છે. અમે એમ કહેવા માંગીએ છીએ કે દોડવાથી તમારા શરીરનું દરેક અંગ હલે છે. તે તમારા શરીરમાંથી ૭૦ થી ૮૦ પ્રતિશત ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે. જો તમે છાતીની ચરબી ઓછી કરવા માંગતા હોય તો તમારે દરરોજ લગભગ ૨ કિલોમીટર દોડવું જોઈએ અને પોતાના માટે ઈમાનદાર રહેવું જોઈએ. જો શરૂઆતમાં દોડવાથી તમને કોઈ હેરાનગતિ હોય તો તમે જોગિંગને પણ દોડવાની સાથે સામેલ કરી શકો છો. પણ જોગીંગનો મતલબ એ નથી કે તમે ચાલવા લાગો.

૨. રસ્સી કૂદવી:

૨. રસ્સી કૂદવી:

આ ઝૂલતા સ્તનને ઓછા કરવાની બીજી મદદરૂપ એક્સસાઈઝ છે. આ એક્સસાઈઝથી ચરબી ઓછી કરવા માટે ૧૦૦ પ્રતિશત મદદરૂપ સાબિત થાય છે. જો તમે આ એક્સસાઈઝ ઈમાનદારીથી કરશો તો એક મહિનામાં તમને અસર દેખાઈ આવશે. તમે આ એક્સસાઈઝ દોડ્યા પછી કરી શકો છો કે પછી વગર દોડ્યે પણ કરી શકો છો. જો તમને રસ્સી કુદવામાં હેરાનગતિ હોય તો તમે કૂદવાથી શરૂ કરી શકો છો. શરૂઆતમાં ૯૦ થી ૧૫૦ વખત કૂદો અને રોજ પછી આ લિમીટને વધારો. નંબરથી ઘભરાવો નહી. તમે કૂદવાની આ સંખ્યાને ત્રણ વાર પૂરી કરી શકો છો.

૩. પુશઅપ:

૩. પુશઅપ:

પુશઅપ તમારી છાતીને હુષ્ટ પુષ્ટ આકાર આપે છે. આ એક્સસાઈઝ થોડી આકરી છે પણ મુશ્કેલ નહી. પુશઅપ ખાસ કરીને છાતી માટે જ બન્યા છે અને છાતીની ચરબીને ઓછી કરવમાં મદદરૂપ સાબિત થાય છે. જો શરૂઆતમાં તમને આ એક્સસાઈઝમાં મુશ્કેલી લાગે તો તમે પગના ઉપરાંત ઘુટણોનો પણ ઉપયોગ કરી શકો છો પણ એ સમય સુધી જ જ્યા સુધી તમારા બાવડામાં તાકાત ના આવી જાય. તેના પછી તમે આ એક્સસાઈઝને યોગ્ય રીતે કરવાનું શરૂ કરી દો. દોડવું અને રસ્સી કૂદયા પછી તમે આ એક્સસાઈઝ કરી શકો છો. પુશઅપના માટે તમારું શરીર ગરમ હોવું જોઈએ નહીતર તમને મુશ્કેલી નડી શકે છે.

૪. ચિનઅપ:

૪. ચિનઅપ:

ચિનઅપ ઊંચા દરજ્જાની એક્સસાઈઝ હોય છે અને મોટા લોકોને આ કરવામાં થોડી કઠણાઈ આવી શકે છે. પણ આ એક્સસાઈઝ તમારા શરીરને તાકાત આપે છે અને તેને હુષ્ટ પુષ્ટ અને આકર્ષક બનાવે છે. ચિનઅપ કરતા સમયે તમે બીજાની મદદ લઈ શકો છો. કોઈ બીજુ તમારા ઘુંટણોને પકડીને તમારી મદદ કરી શકે છે. શરૂઆતમાં તમે આ રીતનો ઉપયોગ કરી શકો છો પણ થોડા દિવસોમાં જ્યારે તમારા બાવડા તમારો ભાર સહન કરવાને લાયક થઈ જાય ત્યારે તમે બીજાની મદદ લીધા વગર પણ તે કરી શકો છો.

૫. ડબલ ફ્લાઈઝ:

૫. ડબલ ફ્લાઈઝ:

આ એક્સસાઈઝ પણ તમારી છાતીને સારો આકાર આપે છે. તે તમારી છાતીની ચોડાઈને વધારે છે. આ એક્સસાઈઝને કરવા માટે તમારે ટેબલ અને ડબલ કે પછી ભારે વસ્તુ જોઈએ જે તમે હાથથી પોતાનું નિયત્રણં ગુમાવ્યા વિના ઉઠાવી શકો છો. તમે યુ ટ્યૂબ પર યોગ્ય રીતે તેના વિશે જાણી શકો છો જ્યાં તમને આ એક્સસાઈઝને કરવાની યોગ્ય રીત મળી રહેશે.

૬. બેંચ પ્રેસ:

૬. બેંચ પ્રેસ:

આ પણ એક એવી જ એક્સસાઈઝ છે જે છાતીની ચરબીને દૂર કરવાની સારી રીત છે અને તેને યોગ્ય આકાર આપે છે. બેંચ પ્રેસ ઘણી રીતે થઈ શકે છે જેમ કે, જુકીને, ઢળીને, કે સીધા. તમે તમારી છાતીને યોગ્ય આકારમાં લાવ્વા માટે આમાંથી ત્રણ કે એક એક્સસાઈઝ પણ કરી શકો છો.

૭. લપેટાઈને કૂદવું:

૭. લપેટાઈને કૂદવું:

આ એક્સસાઈઝમાં કૂદતા તમારે ઘુંટણોથી તમારી છાતીને અડવાનું હોય છે. શરૂઆતમાં આ એક્સસાઈઝ મુશ્કેલ લાગી શકે છે પણ જો તમે રોજ કૂદતા હોય અને રસ્સી કૂદતા હોય તો જદલી જ તમે આ એક્સસાઈઝ પણ કરવા લાગશો. આ એક્સસાઈઝ કઠિન જરૂર છે પણ તેટલી જ અસરકારક પણ છે. એક દિવસમાં ૩ વખત પુનરાર્વતન કરીને લપેટીને કૂદીને તમારા શરીરની ૨૦ પ્રતિશત ચરબીને ઓછી થઇ જાય છે. તમે જેટલી વધારે આ એક્સસાઈઝ કરશો તેટલા જ અસરકારક રિઝલ્ટ મળશે.

૮. પુરુષોની બ્રા:

૮. પુરુષોની બ્રા:

આ તે પુરુષો માટે છે જેમના સ્તન ઘણા જૂલેલા છે. જો તમે એક્સસાઈઝ કરતી વખતે અસહજ મેહસુસ કરો છો તો તમે પુરુષો માટેની બ્રા પહેરી શકો છો. તમને આ ઉપાફ પસંદ નહી આવે પણ આ તમારા માટે અસરકારક હશે નહી તો યોગ્ય રીતે એક્સસાઈઝ નહી કરી શકો. શરૂઆતમાં તમે આ ઉપાય વિશે વિચારી શકો છો અને ૨ થી ૩ મહિના પછી તમારે આ બ્રાની જરૂર નહી હોય કેમકે તમે ઝૂલતી છાતીથી છુટકારો મેળવી ચૂક્યા હશો.

English summary
In this article we will tell you about the effective exercises to reduce man boobs and makes you attractive. Learn how to get rid of man breasts through exercise.
Story first published: Monday, February 6, 2017, 9:08 [IST]
X
Desktop Bottom Promotion