For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કપિંગ થેરેપીના આ નિશાન છુટકારો અપાવશે આ ૮ બીમારીઓથી

By Karnal Hetalbahen
|

ઘણા મસાજ થેરેપિસ્ટ અને અન્ય સ્વાસ્થ્ય સેવા આપનાર વ્યવસાયિક લોકો કપિંગ ઉપચાર પદ્ધતિને અપનાવી રહ્યા છે. તેનો અર્થ સમજાય છે કારણ કે કપિંગની પ્રક્રિયા મસાજથી વિપરીત છે.

તેમાં માંસપેશીઓમાં દબાણ આપવાની બદલે ખેંચાણના દબાણની મદદથી સ્કીન, ટિશૂ અને માંસપેશીઓને ઉપર ખેંચવામાં આવે છે. આ કપિંગ થેરેપીનો આવિષ્કાર હજારો વર્ષો પહેલા થયો હતો. આટલા વર્ષો દરમ્યાન તેની ટેકનિકમાં થોડાં પરિવર્તન આવ્યા છે પરંતુ મૂળ સિદ્ધાંત એ જ છે.

જો તમે આ વખતનો રિયો ઓલિમ્પિક જોયો હશે તો, તમે જોયું હશે કે કેટલાક મહાન ખેલાડીઓના શરીર પર અજીબ પ્રકારના જાંબલી ઘા બનેલા હતા. ઘણાં લોકોને લાગે છે કે તે ખેલાડીઓ પોતાને કેટલી તકલીફ આપે છે. પરંતુ ઘા ના આ નિશાન વાસ્તવમાં કપિંગની હીલિંગ પદ્ધતિ હોય છે. કપિંગમાં ત્રણ ચરણ હોય છે:

કપિંગમાં ત્રણ ચરણ હોય છે:

૧. કાંચના નાના કપને ગરમ કરવો

૨. ત્યારબાદ તેને સ્ક્રીન પર રાખવા અને

૩. તેને શરીરથી દૂર ખેંચવો જેથી માંસપેશીઓને આરામ મળી શકે.

૧. દુખાવાથી આરામ અપાવે છે

૧. દુખાવાથી આરામ અપાવે છે

કપિંગ થેરેપીના ઉપયોગનું એક મુખ્ય કારણ એ પણ છે કે તે દર્દથી આરામ અપાવે છે. કપિંગ વાસ્તવમાં સોફ્ટ ટિશૂને લક્ષ્ય બનાવે છે તથા સોજા અને દર્દ થનાર જગ્યા પર દબાવ નાંખે છે. તેનાથી લોહીનો પ્રવાહ વધી જાય છે અને ટિશૂને ઓક્સીજન અને બીજા મહત્વપૂર્ણ પોષક તત્વ મળે છે. તે શરીરમાં ઊંડે સુધી ટિશૂને આરામ પહોંચાડે છે, અને મોટાભાગે સંધિવા અને માઈગ્રેનના કારણે પીઠ અને ડોકમાં થનાર અકડાઈ જવાથી આરામ અપાવે છે.

૨. શરદી, ખાંસી અને એલર્જીથી રાહત અપાવે છે

૨. શરદી, ખાંસી અને એલર્જીથી રાહત અપાવે છે

કપિંગ ફેફસાં તથા બીજા મહત્વપૂર્ણ અંગોને ઉત્તેજિત કરે છે જેથી લાળ બહાર નીકળી શકે. ખાંસી દ્વારા શરીરમાં વધારે પડતો કફ (લાળ) ને બહાર નીકાળવામાં આવે છે. આ થેરેપીના ઉપયોગથી ભારે શરદી, એલર્જીના લક્ષણો અને કફની તીવ્રતાથી પણ આરામ મેળવી શકાય છે. તે લોહીના પ્રવાહને વધારે છે તથા લસિકા તરલ પદાર્થને શરીરના જુદા જુદા ભાગોમાં પહોંચાડીને શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે.

૩. માંસપશિઓને આરામ આપે છે

૩. માંસપશિઓને આરામ આપે છે

કપિંગથી ખેંચાયેલી માંસપેશિઓનું દબાણ દૂર થાય છે. તમે ફક્ત શાંત અને નિર્જીવ પડ્યા રહો અને પ્રેક્ટિશનર આ થેરેપી દ્વારા તમારો ઉપચાર કરશે જેનો તમારા સ્વાસ્થ્ય પર ઘણો સારો પ્રભાવ પડે છે અને આ જ કારણ છે કે કપિંગ થેરેપી મોટાભાગે આટલી પ્રભાવી હોય છે. પ્રેક્ટિશનરના કપ શરીર પર રાખવાથી અને ખેંચ્યા પછી તે મોટાભાગે ૨૦ મિનિટ સુધી રહે છે. વાસ્તવમાં તે તમને શાંત અને નિર્જીવ રહેવા માટે આગ્રહ રાખે છે જેથી તમે વધારે આરામ મહેસૂસ કરો અને તે કેન્દ્રિય તંત્રિકાને પણ સુપ્ત અવસ્થામાં લઈ જાય છે.

૪. ડિટોક્સીફિકેશન

૪. ડિટોક્સીફિકેશન

શરીરના ટિશૂમાં ટોક્સિન્સ થવાથી લોહીનો પ્રવાહ યોગ્ય રીતે થતો નથી. જ્યારે લોહી પોતાની સાથે ટોક્સિન્સ લઈને આ ક્ષેત્રમાંથી પસાર થાય છે તો કપિંગ તે જગ્યામાં સુધારો લાવે છે. તે મૃત કોશિકાઓમાં આવેલ કચરાને સાફ કરવાનું પણ કામ કરે છે. આ બધા જ તત્વ પ્રાકૃતિક રીતે બહાર નીકાળવામાં આવે છે. આ જ કારણ છે કે કપિંગ સેશન પછી પાણી વધુ પ્રમાણમાં પીવું જોઈએ જેથી બધી જ અશુદ્ધિઓ શરીર દ્વારા બહાર નીકળી જાય અને તમારું સ્વાસ્થ્ય સારું થઈ જાય.

૫. સોજાને ઓછો કરે છે

૫. સોજાને ઓછો કરે છે

કપિંગ થેરેપીમાં પ્રભાવિત ક્ષેત્ર પર લોહીનો પ્રવાહ વધારવામાં આવે છે જેથી નવી રક્ત વાહિનીઓ બનાવી શકાય. તે ગાંઠો અને ચોંટી ગયેલાને સારી કરે છે અને આ જ કારણ છે કે આજકાલ એથલિટ આ થેરેપીનો વધારે ઉપયોગ કરે છે. વધારે પડતી કસરત કર્યા પછી આ તેમના શરીરની તીવ્રતાને સામાન્ય કરે છે.

૬. ત્વચાની સ્થિતીમાં સુધાર

૬. ત્વચાની સ્થિતીમાં સુધાર

કપિંગ ત્વચાની કેટલીક સમસ્યાઓ જેવી કે એક્જિમાં અને ખીલથી પણ આરામ અપાવે છે, હર્પીસના પ્રભાવને ઓછો કરે છે, ત્વચાના સોજાને ઓછા કરે છે અને સેલ્યુલાઈટને ઓછું કરે છે. સેલ્યુલાઇટના ઉપચારમાં ત્વચા પર તેલ લગાવ્યા પછી કપિંગ થેરેપીનો ઉપયોગ કરવામાં આવે છે. તેના પછી કપને ખેંચીને નીકાળવામાં આવે છે અને તે ક્ષેત્ર સુધી ગરમી પહોંચાડવા માટે તેને ફેરવવામાં આવે છે. તેના સાથે જ ઉપયોગમાં લેવાયેલા તેલના સ્કીન હીલિંગ પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે.

૭. પાચનની સમસ્યાઓને દૂર કરે છે

૭. પાચનની સમસ્યાઓને દૂર કરે છે

પાચનથી જોડાયેલી સમસ્યાઓના સમાધાન માટે પણ કપિંગ લોકપ્રિય થેરેપી બની ગઈ છે. તેમાં ઈરિટેબલ બોવેલ સિન્ડ્રોમ કે આઇબીએસ પણ સામેલ હોય છે. લોકો તેમાં ખૂબ ઓછો વિશ્વાસ કરે છે કેમકે તેમના મુજબ કપિંગનો ઉપયોગ તણાવ દૂર કરવા માટે કરવામાં આવે છે જેનો સીધો સંબંધ સારા પાચન સાથે હોય છે.

૮. એન્ટી એજિંગ

૮. એન્ટી એજિંગ

કપિંગનો ઉપયોગ એન્ટી એજિંગના પ્રભાવો જેવા કે કરચલીઓને ઓછી કરવા માટે પણ કરવામાં આવે છે. તે ત્વચાને વધારે પોષણ આપે છે જેનાથી ત્વચા જવાન દેખાય છે. ખેંચાણની સાથે જે લિફ્ટિંગ લોશનનો ઉપયોગ કરવામાં આવે છે તે ફાઈન લાઈન્સ અને કરચલીઓને ઓછી કરે છે. તે કોઇપણ ઘા કે ખીલના ડાઘને પણ ઓછા કરે છે.

English summary
One of the main reasons people are use cupping is the pain relief. Cupping helps to lift the pressure from tense muscles.
Story first published: Friday, March 3, 2017, 10:46 [IST]
X
Desktop Bottom Promotion