આખરે શું કારણ છે કે તમારા હાથ પડી જાય છે સુન્ન

Posted By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

જો કોઈ બીમારી વિશે સમયસર જાણ થઈ જાય તો અને તેનો યોગ્ય ઉપાય થઈ જાય તો ગંભીર સમસ્યાઓથી બચી જઈ શકાય છે. કેટલીક વખત એવું થાય છે કે કેટલાક નાના મોટા લક્ષણ પણ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા બની જાય છે અને જો યોગ્ય સમયે તેનો ઉપાય ના કરવામાં આવે તો તે ઘાતક સિદ્ધ થઈ શકે છે. જેમ કે આપણે જાણીએ છીએ કે સુન્ન થવું એ સ્થિતી હોય છે જેમાં ઘણા કારણોથી વ્યક્તિના શરીરના કોઈ વિશેષ ભાગમાં કોઈ ઝણઝણાટી અનુભવાતી નથી.

સુન્ન થવાની સાથે સાથે કંઈક ખૂંચવાનો અનુભવ પણ થાય છે. તો આવો જોઈએ કે હાથનું સુન્ન થવું આ ખતરનાક વાતોનો સંકેત કરે છે.

૧. ટેનિસ એલ્બો

૧. ટેનિસ એલ્બો

આ તે સ્થિતી હોય છે જેમાં કોણીના ભાગમાં મોટાભાગે ટૂટ ફૂટ થતી રહે છે. તેના કારણે હાથમાં દુખાવો થઈ શકે છે અને હાથ સુન્ન થઈ શકે છે.

૨. હાઈપોથાયરાઈડિજ્મ

૨. હાઈપોથાયરાઈડિજ્મ

આ એક એવી સ્થિતી છે જેમાં થાઇરાઈડ ગ્રંથિ પર્યાપ્ત માત્રામાં થાઈરાઈડ હોર્મોનનું ઉત્પાદન નથી કરી શકતી. તેના ઘણા લક્ષણ છે જેમાં હાથનું સુન્ન થવું પણ એક લક્ષણ છે.

૩. દારૂની લત

૩. દારૂની લત

દારૂની આદત કે ખૂબ વધારે માત્રામાં દારૂ પીવાથી પણ શરીરના જુદાજુદા ભાગોની નસો ખરાબ થઈ જાય છે. જેમાં હાથની નસો પણ શામેલ છે. તેના કારણે હાથમાં દુખાવો અને હાથ સુન્ન થઈ જવા વગેરે સમસ્યાઓ થઈ શકે છે.

૪. ગુઈલ્લૈને-બર્રે સિન્ડ્રોમ

૪. ગુઈલ્લૈને-બર્રે સિન્ડ્રોમ

આ ઓટોઈમ્યૂન બીમારી છે જેના કારણે શરીરના ઘણા ભાગનો નસોમાં ખરાબી આવી જાય છે જેમાં હાથ પણ શામેલ છે. તેનાથી હાથનું સુન્ન થવું, કમજોરી આવવી, અને ખૂંચવાનો અનુભવ પણ થાય છે.

૫. લ્ય્મે ડિઝિઝ

૫. લ્ય્મે ડિઝિઝ

આ એક સંક્રામક બીમારી છે જે ટિક બાઈટ્સ (એક પ્રકારના કીડાના કરડવાના કારણે) થાય છે જે નસોને પ્રભાવિત કરે છે. તેના લક્ષણોમાં ફ્લુ, હાથનું સુન્ન થવું અને થાક શામેલ છે.

૬. સ્ટ્રોક

૬. સ્ટ્રોક

ક્યારેક ક્યારેક માથામાંથી હાથને લોહીનો પ્રવાહ નથી થઈ શકતો જે સ્ટ્રોક એટેકનું મુખ્ય કારણ છે. હાથનું સુન્ન થવું તેનું જ એક લક્ષણ છે.

૭. ગન્ગિલઓન સિસ્ટ્સ

૭. ગન્ગિલઓન સિસ્ટ્સ

ગન્ગિલઓન સિસ્ટ્સ નાની, નોન કેન્સરસ સિસ્ટસ હોય છે જે માંસપેશિઓમાં કે હાથના રોમછિદ્રોમાં હોય છે. જેના કારણે અનઈચ્છનીય લક્ષણ જેવા કે હાથમાં દુખાવો અને હાથનું સુન્ન થઈ જવું વગેરે હોય છે.

English summary
Have a look at some of the dangerous reasons why your hands could be feeling numb.
Story first published: Saturday, April 22, 2017, 17:30 [IST]