આજનાં વ્યસ્ત જીવનમાં આપણે પોતાની ઉપર જ ધ્યાન નથી આપી શકતા અને જો ઇચ્છીએ, તો પણ યોગ્ય માહિતીનાં અભાવે પોતાનું જ નુકસાન કરી બેસીએ છીએ. આજ-કલ ટીવી પર જાત-જાતની જાહેરાતો આવે છે કે જેમાં આપને પોતાની માંસપેશીઓને મજબૂત બનાવવાની દવાઓ વેચવામાં આવી રહી છે. પછી ભલે તે દવાઓ કેવી પણ કેમ ન હોય અને આ દવાઓ કેટલી નુકસાનકારક હોય છે, તે આપે ક્યારેય વિચાર્યું છે? તેથી આજે અમે આપને મસલ્સ બનાવાની કેટલીક એવી રીતો જણાવીશું કે જે આપ ઓછા ખર્ચે અને ઘરે જ અજમાવી શકો છો.
કૅલોરીનું પ્રમાણ
માંસપેશીઓને મજબૂત બનાવવા માટે સૌપ્રથમ પોતાની કૅલોરીની માત્રા વધારો, કારણ કે જ્યારે આપ કસરત કરશો, ત્યારે તેના માટે આપને કૅલોરીની જરૂર પડશે. ધ્યાન રાખો કે આપને જેટલી કૅલોરની જરૂર હોય, તેનાથી વધુ કૅલોરી ન ખાવો અને કોઇક સારા આરોગ્ય સલાહકાર સાથે વાત કરો.
કંપાઉંડ એક્સરસાઇઝ
આ એક્સરસાઇઝમાં એકથી વધુ માંસપેશીઓનો ઉપયોગ થાય છે. કંપાઉંડ એક્સરસાઇઝ સૌથી શ્રેષ્ઠ એક્સરસાઇઝ છે માંસપેશીઓને મજબૂત બનાવવા માટે. તેમાં માંપપેશીઓને મજબૂત બનાવવા માટે વજન અને તારોનો ઉપયોગ થાય છે.
સવારે એક્સરસાઇઝ કરો
સવારે એક્સરસાઇઝ કરવાના ઘણા ફાયદાઓ હોય છે. જ્યારે આપ સવારે ભૂખ્યા પેટે કસરત કરો છો, ત્યારે તે આપની માંસપેશીઓને વધુ મજબૂત બનાવે છે.
ડાયજેસ્ટિવ એંઝાઇમ
જ્યારે આપને પોતાની માંસપેશીઓને મજબૂત બનાવવાનું હોય, તો આપે તેવું ભોજન પણ લેવું પડશે કે જે આપના શરીરને તાકાત આપે, કારણ કે આપ એક્સરસાઇઝ કરી રહ્યા છો, તેથી આપે એવું ભોજન ખાવું જોઇએ કે જેમાં વધુ પોષક તત્વો મોજૂદ હોય.
વધુ પાણી પીવો
બહુ બધુ પાણી પીવો. પોતાના શરીરમાં પાણીની ઉણપ ન થવા દો. દિવસમાં ઓછામાં ઓછું 10થી 20 ગ્લાસ પાણી પીવો.
પલાઠી વાળી બેસવું
પલાઠી વાળી બેસવું માંસપેશીઓને મજબૂત બનાવવામાં ખૂબ સહાયક છે, પરંતુ જો આપ ખોટી રીતે બેસશો, તો આપના ઘુંટણમાં સમસ્યાઓ પેદા થઈ શકે છે.
ડેડલિફ્ટ્સ કરો
ડેડલિફ્ટ્સ માંસપેશીઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેમાં રોજ વજન ઉપાડવામાં આવે છે. માંસપેશીઓ મજબૂત બનાવવામાં વજન ઉપાડવું ખૂબ જરૂરી છે.
પ્રોટીન
માંસપેશીના નિર્માણ અને મરામત માટે પ્રોટીન ખૂબ જરૂરી હોય છે. જિમ જતા લોકોને માંસપેશીઓની વધુ કસરત કરવી પડે છે. તેને ધ્યાનમાં રાખતા પ્રોટીન વધુ લેવું જોઇએ. ઇંડા, ચિકન, માછલી, સ્પ્રાઉટ્સ તથા દાળ વિગેરેનું સેવન કરો. સપ્લિમેંટ વિગેરે કરતા સારૂ છે કે પ્રાકૃતિક સ્રોતોનું સેવન કરો. પુરતા પ્રમાણમાં પાણી પીવો. આ સાથે જ નાળિયેરનું પાણી પણ ફાયદાકારક છે.
યોગ્ય રીત
માંસપેશીઓને મજબૂત બનાવવા માટે વજનની તાલીમ જરૂરી છે, પરંતુ તે સાથે જ યોગ્ય રીતે કરાતી કસરત પણ જરૂરી છે.
કસરત બાદ ખાવું
કાર્બોહાઇડ્રેટ તથા પ્રોટીન માંસપેશીઓની મજબૂતી માટે સારા હોય છે. કાર્બોહાઇડ્રેટ ઍમીનો એસિડ બનાવે છે કે જેનાથી ઇંસ્યુલિન બને છે અને તેનાથી માંસપેશીઓને તાકાત મળે છે.
ઊંઘ
આપના શરીરને ઓછામાં ઓછી આઠ કલાકની ઊંઘની જરૂર છે કે જેથી આપ બીજા દિવસે તેવા જ જોશ સાથે વ્યાયામ કરી શકો.
માંસપેશીઓને મજબૂત બનાવવા માટેનું ભોજન
મીટ માંસપેશીઓને મજબૂત બનાવવાનું એક સારૂ સ્રોત બની શકે. મીટમાં ખૂબ પ્રોટીન હોય છે કે જે માંસપેશીઓને આરોગ્યપ્રદ અને મજબૂત બનાવવામાં ખૂબ સહાયકારી હોય છે. મીટમાં પણ ચિકનનું મીટ શરીરમાટે ખૂબ ફાયદાકારક હોય છે.
આહારમાં ફૅટ જરૂર લો
ફૅટ આપણા માટે ખૂબ જરૂરી છે. તેમાં આપ નટ્સ અને ફિશ ખાઈ શકો છે કે જે આપને શક્તિ આપશે.
કાર્ડિયોની જરૂરિયાત
કાર્ડિયોનો પણ કસરતમાં સમાવેશ કરો. તેનાથી આપની માંસપેશીઓ મજબૂત બનશે.
યાદ રાખો કે બૉડી બિલ્ડિંગમાં સમય લાગે છે.
બૉડી બિલ્ડિંગ એક દિવસમાં નથી થઈ શકતું. આ એક લાંબી પ્રક્રિયા છે કે જેમાં બહુ સમય આપ્યા બાદ જ આપને ફરક નજરે પડશે. જો આપે હમણા-હમણા જ બૉડી બિલ્ડિંગની શરુઆત કરી હોય, તો સૌપ્રથમ પાયાની વાતોને સારી રીતે શીખી-સમજી લો.
Related Articles
9 સામાન્ય વર્કઆઉટ ભૂલો જે ટાળટાળવી જોઈએ
ડાયાબિટીક નર્વ પેઇન માટે 10 ઘરેલુ ઉપાયો
હાર્ટ અટેક સ્કાર પછી અનુસરવા માટે ની 10 ટિપ્સ
Miss World 2017: પરફેક્ટ ફિગર મેળવવા માટે માનુષીએ કર્યો ગળી વસ્તુનો ત્યાગ અને આપી મોટી –મોટી કુબાર્ન
પદ્માવતી માટે રણવીર સિંહે કેવી રીતે બનાવી હલ્ક જેવી બોડી, વાંચો
ઓઈલી સ્કાલ્પ અને હેર થી છુટકારો મેળવવા માટેની ટિપ્સ અને ટ્રિક્સ
ગર્ભાવસ્થા દરમિયાન વારંવાર થતી શરદી અને ઉધરસ રોકવા માટેની ટિપ્સ
એલર્જી ધરાવતી ત્વચા માટે મેકઅપ ટિપ્સ અને ટ્રિક્સ
પ્રેગ્નંટ થવામાં આવી રહી છે સમસ્યા, તો ધ્યાન રાખો આ વાતો
પ્રસવ દરમિયાન શું ખાશો-પીશો