For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કામવાસનાને વધારવી હોય તો ખાઓ આ ૧૦ વસ્તુઓ

By Karnal Hetalbahen
|

શું તમને ખબર છે કે કાસાનોવા, ક્લેયોપાત્ર અને નોવલિસ્ટ એલેકઝાંડરમાં એક સામાન્ય વાત શું હતી? આ બધા જ પોતાની કામવાસનાને વધારવા માટે અને યૌન ઈચ્છાઓને ઉત્તેજિત કરવા માટે પ્રાકૃતિક કામોત્તેજકનો ઉપયોગ કરતા હતા. લાંબા સમયના ઘણા પ્રકારના ભોજન પ્રજનન અને યૌન ઈચ્છા વધારવા માટે જાણીતા છે. કામોત્તેજકને અંગ્રેજીમાં એફ્રોડીજીએક કહે છે અને આ શબ્દની ઉત્પત્તિ ગ્રીકની પ્રેમની દેવી એફ્રોડાઈટથી થઈ છે.

જ્યારે પણ આપણે કોઈ ભોજનને પ્રેમની સાથે જોડીએ છીએ તો તેના આકાર, સ્વાદ અને ગંધને ધ્યાનમાં રાખવામાં આવે છે. યૌન ઈચ્છાઓને વધારનાર મોટાભાગના ખાદ્ય પદાર્થ કોઈના કોઇ રૂપમાં જનનાંગથી હળતા-મળતા આવે છે. આ કામોત્તેજક ખાદ્ય પદાર્થો પર મોટી ચર્ચા પણ થાય છે કે તે અસરદાર છે કે નથી.

આ બધા જ ખાદ્ય પદાર્થ કેટલા અસરદાર છે, આજે પણ તે એક મોટો સવાલ છે. પણ પ્રાચીન સમયથી જ આ વિશ્વાસ કરવામાં આવે છે કે કેટલાંક એવા પ્રાકૃતિક પદાર્થ છે, જે વ્યક્તિની યૌન ઈચ્છાઓ અને કામવાસનાને વધારે છે. આવો અમે તમને જણાવીએ કેટલાક એવા ખાદ્ય પદાર્થોના વિશે, જે તમારી સેક્સ લાઈફમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે.

દારૂ

દારૂ

વાઈન પીવું પોતાનામાં એક કામુક અને કામોત્તેજક પ્રક્રિયા છે. વાઈન પીધા પછી લોકો રીલેક્સ ફીલ કરે છે. પોર્ટુગલના પોર્ટ વાઈનને સૌથી પ્રભાવી કામોત્તેજક માનવામાં આવે છે. ના ફક્ત પુરુષોની, પરંતુ આ વાઈન મહિલાઓની પણ યૌન ઈચ્છાને વધારી દે છે.

કેળા

કેળા

ના ફક્ત પોતાન લીંગના આકારાના કારણે, પરંતુ તેમાં મળી આવનાર અસંખ્ય ગુણોના કારણે પણ તેને યૌન ઈચ્છાઓને વધારવાનો ખાદ્ય પદાર્થ માનવામાં આવે છે. કેળાંમાં વિટામીન A,B,C અને પોટેશિયમ પ્રચંડ માત્રામાં મળી આવે છે. વિટામીન B અને પોટેશિયમ શરીરમાં સેક્સ હોર્મોનના ઉત્પાદનને વધારવા માટે જાણીતા છે.

સીપ કે ગોકળગાય

સીપ કે ગોકળગાય

એવું માનવામાં આવે છે કે પ્રેમની દેવી એફ્રોડાઈટ સમુદ્રમાં એક સીપ ઉપર આવી હતી અને પોતાના પુત્ર ઇરોઝને જન્મ આપ્યો હતો. ત્યારથી સીપને કામોત્તેજક ખાદ્ય પદાર્થ માનવામાં આવે છે. સાથે જ જ્યારે સીપને ખોલવામાં આવે છે તો તે મહિલાના જનનાંગની જેમ દેખાય છે. જો વૈજ્ઞાનિક આધારની વાત કરીએ તો સીપમાં હાઈ લેવ ઝીંક મળી આવે છે જે કે ટેસ્ટોસ્ટોરેના ઉત્પાદન માટે જરૂરી હોય છે. શરીરમાં ઝિંકનું ઓછું સ્તર હોવાને કારણે નપુંસકતા પણ આવી શકે છે. એટલે આ સમુદ્રી ભોજનને ખાવામાં કોઈ નુકશાન નથી.

લસણ

લસણ

લસણમાં એલીસીન મળી આવે છે, જે કે બ્લડ સરર્કુલેશનમાં મદદરૂપ થાય છે. એટલે જ્યારે ગ્રોઈનમાં પર્યાપ્ત માત્રામાં લોહી પહોંચશે તો સ્પષ્ટ છે કે ઈરેક્શનની સમસ્યા નહી થાય. શોધથી જાણવા મળ્યું છે કે લસણ ઈલેક્શનના માટે જરૂરી નાઇટ્રિક ઓક્સાઈડ સિંથાઝના ઉત્પાદનને વધારે છે. એટલે આજ થી જ્યારે પણ તમે ભોજન તૈયાર કરો તો તેમાં વધારે લસણ નાંખવાનું ના ભૂલો.

એવાકાડો

એવાકાડો

એવાકાડોનું ફળ પુરુષ અને મહિલા બન્નેની કામ-વાસના સાથે જોડાયેલું છે. આ ફળની બનાવટ મહિલાના શરીરથી મળતી આવે છે, પરંતુ આ ફળ વૃક્ષ પર જોડામાં લટકી રહે છે, જે કે પુરુષોના અંડકોષ હોવાનો આભાસ કરાવે છે. એજ્ટેક લોકો એવાકાડો વૃક્ષને ટેસ્ટાઈલ વૃક્ષ પણ કહે છે. આ ફળમાં વધુ માત્રામાં બીટા કેરોટીન, મેગ્નેશીયમ, વિટામીન E, પોટેશીયમ અને પ્રોટીન મળી આવે છે. આ બધા જ યૌન ઈચ્છાઓને વધારવા માટે જાણીતા છે.

અંજીર

અંજીર

અંજીરને જ્યારે ઉભા કાપવામાં આવે છે તો તે મહિલાના યૌન અંગ જેવા પ્રતીત થાય છે. પ્રાચીન સમયથી જ તેને પ્રજનનની સાથે જોડીને દેખવમાં આવે છે. અંજીરમાં વિટામીન A, વિટામીન B1, વિટામીન B2, કેલ્શિયમ, આર્યન, ફોસ્ફરસ, મેંગ્નિજ અને પોટેશિયમ મળી આવે છે. આ બધા જ યૌન નબળાઇઓને દૂર કરવા માટે જાણીતા છે.

શતાવરીનો છોડ (એક પ્રકારનું સાગ)

શતાવરીનો છોડ (એક પ્રકારનું સાગ)

૧૯મી સદીમાં ફ્રાંસના વરને લગ્નના એક દિવસ પહેલા ત્રણ વખત શતાવરી ખાવા આપવામાં આવતું હતું. તેમાં પોટેશિયમ, વિટામીન B6, વિટામીન A, વિટામીન C, થાયમીન અને ફોલિક એસિડ વધારે માત્રામાં મળી આવે છે. એવું કહેવામાં આવે છે કે ફોલિક એસિડ હિસ્ટામીનના ઉત્પાદનમાં વધારો કરે છે, જે કે પુરુષ અને મહિલા બન્નેને ચરમ આનંદમાં મદદરૂપ થાય છે. ફોલિક એસિડ જન્મ દોષને પણ દૂર કરે છે, જેનાથી અસ્પેરગસ ગર્ભવતી મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. શતાવરી જેનિટો યૂરીનેરી સિસ્ટમમાં લોહીના પરિભ્રમણને પણ વધારે છે.

ચોકલેટ

ચોકલેટ

‘ફૂડ ઓફ ગોડ'ના નામથી ચર્ચિત ચોકલેટને હમેંશાથી જ કામુકતા અને પ્રેમની સાથે જોડીને જોવામાં આવે છે. ચોકલેટમાં ફેનીલેથાઈલામાઈન (પીઈએ) અને સેરોટોનીન મળી આવે છે. તે તમારા મસ્તિષ્કમાં પણ હાજર રહે છે અને તમારા એક્સાઈટમેન્ટ અને એનર્જી લેવલને વધારે છે. જ્યારે આપણે ચોકલેટ ખાઈએ છીએ તો આ બન્નેનું સ્તર વધી જાય છે. એનનડામાઈડ પીઈએની સાથે મળીને ચરમ સીમા સુધી પહોંચવામાં મદદ કરે છે.

તુલસી

તુલસી

આ મીઠી સુંગધવાળી ઔષધિ ઈટલીમાં ‘કિસ મી નિકોલસ' ના નામે જાણી જાય છે. તુલસી યૌન ઈચ્છાઓને વધારવા માટે ઘણી મદદરૂપ થાય છે. તેમાં મેગ્નેશીયમ, આર્યન, વિટામીન A, વિટામીન C, અને વિટામીન K મળી આવે છે. તે લોહીની નળીઓને ઢીલી કરે છે અને અર્ટરીમાં ક્લોટિંગને રોકે છે, જેનાથી બ્લડ સરર્કુલેશન વધી જાય છે. જો તમે તુલસીનો ઉપયોગ કરશો તો તેનાથી તમને દરેક રીતના માથાના દુખાવાથી છૂટકારો મળી જશે.

મરચાં

મરચાં

મરચાં પોતાના ગરમ હોવાના ગુણને કારણે કામોત્તેજક ખાદ્ય પદાર્થ છે. શિમલા મરચાંથી લઈને લાલ મરચાં સુધી બધાને કામોત્તેજક માનવામાં આવે છે. મરચાંમાં કેચસાઈસિન મળી આવે છે, જે બ્લડ સરર્કુલેશન, હદયની ઘડકન અને શરીરના તાપમાનને વધારે છે. સાથે જ મરચાં ખાધા પછી પરસેવો પણ બહાર નીકળે છે. સેક્સ દરમ્યાન પણ એવા જ લક્ષણ જોવા મળે છે. કદાચ એટલે તેને કામોત્તેજક ખાદ્ય પદાર્થ માનવામાં આવે છે. કેપ્સાઈસિન ઈનડોફિનને નિકાળવામાં મદદ કરે છે અને નર્વ ઈંડિગ્સને ઉત્તેજિત કરીને નસોને વધારી દે છે. તેનાથી શરીર સંવેદનશીલ થઇ જાય છે.

અપનાવો આ ટિપ્સ

અપનાવો આ ટિપ્સ

જણાવેલા ખાદ્ય પદાર્થ કોઈ વ્યક્તિની યૌન ઈચ્છાઓને જગાડવામાં, સેક્સ ડ્રાઈવ, પરફોર્મન્સ અને ઈચ્છાઓને વધારવામાં ઉપયોગી સાબિત થાય છે. તેની સાથે સૌથી સારી વાત એ છે કે તેને ખાવાથી કોઈ નુકશાન નથી. પણ ધ્યાન રહે, કોઈ પણ વસ્તુની અતિ નુકશાનદાયક હોય છે.

English summary
Do you know what was common between Casanova, Cleopatra and the novelist Alexandre Dumas? They all used natural aphrodisiacs to increase their libido and to stimulate their sexual desires.
Story first published: Saturday, February 4, 2017, 11:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more