Just In
- 346 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 355 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1085 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1087 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
વાળની બધી જ સમસ્યાનો ઉપાય છે એલોવેરા
એલોવેરા દરેક દુખની દવા છે, જાણો છો કેમ? એવું એટલા માટે કેમકે આ ના ફક્ત ત્વચા અને વાળ માટે લાભકારક છે પરંતુ સ્વાસ્થ્ય માટે પણ. એલોવેરાની જેલના ઉપયોગથી ખીલ, સૂકી ત્વચા, ચહેરાના દાગ, ધબ્બા ઓછા કરી શકાય છે અને વાળની હેલ્થ પણ સુધારી શકાય છે. જો વાળ ખૂબ જ ઉતરતા હોય કે પછી વાળમાં ખોડો થઈ ગયો હોય તો તમે એલોવેરા પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકો છો.
તમને એલોવેરાનો જ્યુસ કોઈપણ દુકાનમાં સરળતાથી મળી જશે. નહી તો તમે એલોવેરાનો છોડ તમારા ઘરમાં પણ ઉગાડી શકો છો અને જ્યારે જરુર હોય, ત્યારે તમે એલોવેરાને કાપીને તેની જેલ નીકાળીને તેનો ઉપયોગ કરી શકો છો. આજે અમે તમને એલોવેરાના ફાયદા વાળ વિશે જણાવીશું, જે વાળને ચમકદાર અને સ્વસ્થ બનાવે છે તો એલોવેરાનો ઉપયોગ જરૂર કરો.

વાળને ખરતા રોકે
તમારા શેમ્પુની સાથે બેગણું એલોવેરા જેલ મેળવીને વાળમાં લગાવો કેમકે તેમાં વિટામીન અને મીનરલ હોય છે. જે વાળને મજબૂત બનાવશે.

પ્રાકૃતિક કંડીશનર
આ કંડીશનરની જેમ કામ કરે છે જે બજારમાં મળતા કેમિકલવાળા કંડીશનરો કરતાં સારું હોય છે. શેમ્પુ કર્યા પછી વાળમાં એલોવેરા જેલથી મસાજ કરો અને પાણીથી ધોઈ લો.

ટાલીયાપણું દૂર કરે
જો તમે ટાલિયા થઈ ચૂક્યા હોય તો, તમારી ટાલમાં એલોવેરા જેલ લગાવો.

શુષ્ક વાળને કરે મેનેજેબલ
જો વાળ શુષ્ક હોય તો તેમાં એલોવેરા જેલ લગાવો, જેનાથી વાળમાં નમી આવે અને તે શુષ્ક ના રહે.

ખોડાને દૂર કરે
જો વાળમાં ખોડો હોય તો માથામાં એલોવેરા જેલ લગભગ ૪૦-૬૦ મીનીટ સુધી લગાવીને રાખો અને પછી નાહી લો. એવું કેટલાક દિવસ સુધી કરવાથી તમારા માથાનો ખોડો દૂર થઈ જશે.

માથાના ખીલ દૂર કરે
માથાની અંદર જો ખીલ થઈ જાય તો તે ખૂબ જ પીડા આપે છે. એવામાં માથામાં એલોવેરાનો રસ લગાવો.