For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નેલ પૉલિશનાં બોલ્ડ શેડ્સ કે જે દેખાય એકદમ સેક્સી

By Super Admin
|

નેલ પૉલિશ કોને પસંદ નથી ? તેનાં અનોખા રંગ તથા આ તથ્ય કે આપ તેને ઘરે જ લગાવી શકો; તેને વધુ પ્રિય બનાવી દે છે.

નેલ પૉલિશ કોને પસંદ નથી ? તેનાં અનોખા રંગ તથા આ તથ્ય કે આપ તેને ઘરે જ લગાવી શકો; તેને વધુ પ્રિય બનાવી દે છે, પરંતુ ઘણા લોકો માત્ર લાલ કે ગુલાબી રંગની નેલ પૉલિશ લગાવે છે.

કેમ ના કંઇક અનોખા રંગો લગાવીને જોઇએ ? આપણે જાણીએ છીએ કે ક્લાસિક લાલ રંગ ક્યારેય પણ આઉટ ઑફ સ્ટાઇલ (જુનું) નથી થતો, પરંતુ ક્યારેક-ક્યારેક થોડા ઘણા પ્રયોગો કરવા સારા હોય છે, કેમ ?

ધ્યાન રહે કે જ્યારે આપ નીચેનામાંથી કોઈ પણ રંગની નેલ પૉલિશ લગાવો, ત્યારે આપનાં હાથ સારી રીતે મૅનીક્યોર કરાયેલા હોવા જોઇએ.

1. ફિરોઝી :

1. ફિરોઝી :

આ ફિરોઝી રંગની નેલ પૉલિશ ચમકીલી, જીવંત હોય છે અને ચોક્કસ રીતે આપનાં નખ તરફ ધ્યાન આકર્ષિત કરે છે. પૂલ સાઇડ હૉલિડે માટે આ સૌથી ઉપયુક્ત છે અને જ્યારે પણ આપ તેની તરફ જુઓ છો, ત્યારે આપને તરત જ ખુશ કરી દે છે.

2. કાળો :

2. કાળો :

કાળો રંગ વહેશી નથી દેખાતો. આ નેલ પૉલિશ માટે એક બોલ્ડ ચૉઇસ દર્શાવે છે અને કાયમ ઉત્કૃષ્ટ દેખાય છે. વધારાના પ્રભાવ માટે મૅટ અસર વાળા ઉપયોગમાં લાવો.

3. બ્રાઇટ ઑરેંજ

3. બ્રાઇટ ઑરેંજ

લાલથી હટકે આ બ્રાઇટ ઑરેંજ કલર ખૂબ અદ્ભુત દેખાય છે અને પરંપરાગત પણ નથી લાગતો. આપનાં હાથ અને પગની આંગળીઓને આ કલરથી પેંટ કરો.

4. ઘેરો જાંબલી :

4. ઘેરો જાંબલી :

આપણે હમેશા હળવા જાંબલી રંગનો ઉપયોગ કરીએ છીએ; જેમ કે લાઇકલૅક અને મૉવ, પરંતુ આ ઘેરા જાંબલી રંગની, સૅટન ફિનિશ નેલ પૉલિશ ખૂબ સુંદર દેખાય છે. આ વાસ્તવમાં નેલ ગ્લૉસની જેમ દેખાય છે.

5. નિયૉન ગ્રીન (લીલો)

5. નિયૉન ગ્રીન (લીલો)

લોકો સામાન્યતઃ આ રંગથી દૂર રહે છે, કારણ કે આ ખૂબ ચમકીલા હોય છે, પરંતુ આ બહુ સારા દેખાય છે. આવા શેડ્સ માટે મૅટ ફિનિશનો ઉપયોગ કરો જો આપ ઇચ્છો છો કે આપની નેલ પૉલિશ તરફ સૌનું ધ્યાન જાય, કારણ કે ગ્લૉસી ફિનિશ થોડોક વિચિત્ર લાગે છે.

6. મિંટચ ગ્રીન :

6. મિંટચ ગ્રીન :

આ પેસ્ટલ શેડ ખૂબ સુંદર લાગે છે. આપણે સૌએ મૉવ અને પિંક પેસ્ટલ શેડ્સ લગાવ્યા છે, પરંતુ આપ વિચારી પણ નથી શકતાં કે આ મિંટ ગ્રીન શેડ કેટલું સુંદર દેખાય છે.

7. ગ્રે :

7. ગ્રે :

એવા લોકો કે જેમને કાળા રંગની તીક્ષ્ણતા પસંદ નથી અને છતા પણ કંઇક જુદુ કરવા માંગે છે, તેમના માટે ગ્રે શેડ્સ સારો છે. આ એક મજાની નેલ પૉલિશ છે કે જે ચોક્કસ લગાવીને જુઓ.

English summary
Here are some unconventional nail polish colours for you to try.
Story first published: Thursday, March 9, 2017, 14:41 [IST]
X
Desktop Bottom Promotion