ડૅંડ્રફનાં કારણે ખરી રહ્યાં છે વાળ, તો ઓટમીલ હૅરપૅક છે સૌથી બેસ્ટ

Posted By: Super Admin
Subscribe to Boldsky

4 ટેબલસ્પૂન ઓટમીલમાં બે ચમચી દૂધ અને બે ચમચી બદામનું તેલ મેળવો અને આ તમામ પદાર્થોને સારી રીતે મેળવી પેસ્ટ બનાવો.

વાળ ઉતરવાથી મનોબળ નબળો પડી જાય છે. વાળ ખરવાનાં અનેક કારણ હોઈ શકે છે; જેમ કે કોઇક વિટામિનની ઉણપ કે આરોગ્ય સંબંધી કોઈ સમસ્યાનાં કારણે કે ડૅંડ્રેફનાં કારણે પણ વાળ ખરી શકે છે. તો આવો જાણીએ કે ડૅંડ્રફનાં કારણે વાળ કઈ રીતે ખરે છે અને આપ તેમને ખરવાથી કઈ રોકી શકો છો ?

Try this oatmeal hairpack to stop hairfall

બહુ વધારે ખંજવાળ આવવી અને ખંજવાળવું

જોકે ડૅડંર્ફ પ્રત્યક્ષ રીતે વાળ ખરવાનું કારણ નથી, પરંતુ ડૅડ્રફનાં કારણે બહુ વધારે ખંજવાળ આવે છે, કારણ કે માથાની ત્વચા શુષ્ક થઈ જાય છે. બહુ વધારે ખંજવાળવાથી વાળ નબળા પડી જાય છે અને ઉતરવા લાગે છે. સતત ખંજવાળવાનાં કારણે વાળનાં મૂળ નબળા પડી જાય છે.

Try this oatmeal hairpack to stop hairfall

ડર્મેટાઇટિસ

આવું મોટાભાગે સાબુઓ, ડિટર્જન્ટ કે કેમિકલ્સનાં કારણે થાય છે અને જો આપ માથાની ત્વચાનાં ડાર્મેટાઇટિસથી ગ્રસ્ત છો, તો આપે સાવચેત થઈ જવું જોઇએ. ડર્મેટાઇટિસનાં કારણે ડૅડ્રફ તથા હૅરફૉલ બંને પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. માટે ધ્યાન રાખો કે આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે કોઇક ડર્મેટોલૉજિસ્ટની સલાહ જરૂર લો.

Try this oatmeal hairpack to stop hairfall

ત્વચાની કોશિકાઓનું ખરવું

ડૅંડ્રફનાં કારણે સ્કૅલ્પની ત્વચાની કોશિકાઓ ખરવા લાગે છે કે જેના કારણે વાળ પણ ખરે છે અને તેની અસર વાળના ગ્રોથ પર પણ પડે છે. એક બાજુ આપ એંટીડૅડ્રફ શૅમ્પૂ પર વધુ પડતો ખર્ચ કરો છો, પરંતુ આપ સ્કૅલ્પ એક્સફોલિયેટ કરવાનો મહત્વનો તબક્કો ભૂલી જાઓ છો. તો હવેથી જ્યારે આપ સૅલૂન જાઓ, ત્યારે ધ્યાન રાખજો કે આપ એક્સફોલિયેટિંગ સ્કૅલ્પ મૉસ્કનો ઉપયોગ કરો કે જેથી આપ વાળ ઉતરવાની સમસ્યામાંથી મુક્તિ પામી શકો અને વાળનો આરોગ્યપ્રદ વિકાસ પણ થાય.

Try this oatmeal hairpack to stop hairfall

ડૅંડ્રફ અને વાળ ખરવાની સમસ્યાઓ દૂર કરવા માટે હૅર પૅક

મેકઓવર એક્સપર્ટ એક સરળ હૅર પૅક વિશે બતાવવા જઈ રહ્યાં છે કે જે ઓટમીલથી બનેલું છે અને તે ડૅંડ્રફ તેમજ વાળ ખરવાની સમસ્યા દૂર કરે છે. આ પૅક બનાવવાનું સાચે જ આસાન છે.

4 ટેબલસ્પૂન ઓટમીલમાં બે ચમચી દૂધ અને બે ચમચી બદામનું તેલ મેળવો અને આ તમામ પદાર્થોને સારી રીતે મેળવી પેસ્ટ બનાવો. ધ્યાન રહે કે આપના વાળ ગુંચવાયેલા ન હોય અને આ પૅકને ધીમે-ધીમે સ્કૅલ્પ પર અને પછી વાળ પર લગાવો.

Try this oatmeal hairpack to stop hairfall

તેને 15-20 મિનિટ સુધી લાગેલું રહેવા દો અને પછી હુંફાળા પાણીથી ધોઈ લો.

આ મિશ્રણનો અઠવાડિયામાં એક વાર ઉપયોગ કરો. તે વધારાનાં તેલ સ્રાવને ઓછું કરે છે અને ડૅંડ્રફની સારવા કરે છે. આ ઉપરાંત ડૅંડ્રફ દૂર કરવા માટે આંબળાથી બનેલા હૅર પૅકનો ઉપયોગ પણ કરીને જુઓ.

English summary
Makeover expert, shares an easy-to-make hair pack with oatmeal to reduce dandruff and prevent hair fall. Making the pack is really easy.
Story first published: Thursday, April 13, 2017, 11:30 [IST]