For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ રીતે મેળવો ચમકદાર અને મુલાયમ પગ

By KARNAL HETALBAHEN
|

દરેક છોકરી ઈચ્છતી હોય છે કે તેના પગ સેલિબ્રેટીની જેમ સુંદર, સુડોલ અને સેક્સી હોય. જો તમે પણ સેલિબ્રેટિઝની જેમ સુંદર અને ગોરા પગ ઈચ્છો છો, તો આ આર્ટિકલ તમારા માટે છે. અમે તમને જણાવીએ કે કેવી રીતે તમે તમારા પગને ગોરા અને ચમકદાર બનાવી શકો છો. આવો જાણીએ કેવી રીતે?

૧. નિયમિત વેક્સ કરાવો

૧. નિયમિત વેક્સ કરાવો

દાગરહિત અને ચમકદાર પગ મેળવવા માટે, તમારે પગના વાળને દૂર કરવા માટે રેઝર, બ્લેડ, ટિવજ્સ, ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ બંધ કરવો પડશે. તેની જગ્યાએ તમે વેક્સિંગ કરાવો. તે કોઈપણ નિશાન વગર નાનમાં નાના વાળને દૂર કરે છે. અને પગની ડેડ સ્કીનની સમસ્યાથી પણ છુટકારો મળે છે.

૨. હંમેશા પગને મોશ્ચરાઈડ રાખો

૨. હંમેશા પગને મોશ્ચરાઈડ રાખો

હંમેશા પગને મોશ્ચરાઈડ રાખવાની જરૂર હોય છે. એટલે આખા દિવસમાં પગને સારી રીતે મોશ્ચરાઈડ કરવા જોઈએ.

એક સારી બ્રાન્ડનું મોશ્ચરાઈઝર તમારા પગને હાઈડ્રેડ કરવાની સાથે લાંબા સમય સુધી પગની નમી બનાવી રાખે છે. અને તે તમારા નિતમ્બોંને પણ ડાર્ક સ્પોર્ટથી બચાવે છે.

પાંચથી છ કલાકના અંતર વચ્ચે એક થી બે વખત બોડી લોશન લગાવવું જોઈએ. જ્યારે તમે ક્યારેય પણ બહાર જાઓ, સનસ્ક્રીન લગાવવાનું ભૂલો નહીં. જેથી તમારા પગ સુરક્ષિત રહે.

૩. સારા બ્રાન્ડની ક્રીમ શોધો

૩. સારા બ્રાન્ડની ક્રીમ શોધો

એક સારા બ્રાન્ડની ક્રીમ ના ફક્ત તમારી એક સારી ટોન અને ગોરા પગ અપાવવામાં હેલ્પ કરે છે પરંતુ તમારા પગને લચીલા પણ બનાવે છે. લોશન ખરીદતા સમયે આ વાતનું ધ્યાન રાખો કે તેમાં કેફીનની માત્રા કેટલી છે. કેફીનથી સ્ક્રીનની નીરસતા જાય છે. કેફીન તમારા પગને ખૂબસૂરત અને યુવા બનાવી રાખે છે.

૪. મૃત સ્કીનને દૂર કરે

૪. મૃત સ્કીનને દૂર કરે

પગ પર જામેલી પ્રદૂષિત કે ગંદી પરતને ઉતારવા માટે પગને મૃત ત્વચા કોશિકાઓથી છુટકારો પણ મળી જાય છે. દરરોજ જો પગને સારી રીતે સાફ ના કરવામાં આવે તો રોમછિદ્ર દેખાવા લાગે છે સાથે જ મૃત ત્વચાની કોશિકાઓ અને બીજી સમસ્યાઓ પણ થવા લાગે છે. એટલે શુગર બેસ્ડ સ્ક્રબ યૂઝ કરો. અને દરેક બીજા દિવસે પગ પર જમેલી ગંદી પરતને દૂર કરો.

૫. ટોન કરો

૫. ટોન કરો

પગને સુંદર બનાવી રાખવા માટે તેને ટોન કરો. એક્સરસાઈઝ કરવાથી પગ યોગ્ય રીતે ટોન થાય છે અને પગને યોગ્ય આકાર પણ મળે છે. જો તમે એક મહીનામાં સુંદર અને ટોંડ પગ ઈચ્છતી હોય તો કઠિન વર્કઆઉટ કરીને શરીરના નીચેના ભાગનો ફેટ ઓછો કરો.

૬. પગની માલિશ કરો

૬. પગની માલિશ કરો

તમારા પગની માલિશ બેબી ઓઈલથી જરૂર કરો. તે તમારા પગ પરથી રેઝરના નિશાનને દૂર કરશે. સાથે જ ત્વચા મુલામય કરવાની સાથે ચમકદાર અને સુંદર બનાવશે. તેના ઉપરાંત તમે નારિયેળ તેલને ગરમ કરીને પણ લગાવી શકો છો.

૭. હાઈ હીલ પહેરો

૭. હાઈ હીલ પહેરો

જેમ મસ્કરા તમારી આંખોની પાંપણોની શોભા વધારે છે. બસ એવી રીત જ હાઈ હીલ્સ તમારા પગની શોભા વધારે છે. પાર્ટી કે ફંક્શનમાં હાઇ હીલ્સ પહેરીને તમે બધાને ઈમપ્રેસ કરી શકો છો. તમે તેમાં સુંદર અને એલિગેન્ટ દેખાશો.

૮. શિમર

૮. શિમર

જો તમે ઈચ્છતા હોય કે તમારા પગ સેક્સી અને બ્યૂટીફૂલ દેખાય તો પગમાં શિમર ક્રીમ યૂઝ કરો. તેનાથી પગ વધારે ચમકદાર અને સુંદર દેખાશે.

English summary
Do you want to flaunt your legs. Then, here are simple tricks that could help to make your legs appear shiny, have a look.
Story first published: Tuesday, March 14, 2017, 10:10 [IST]
X
Desktop Bottom Promotion