For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ખતરા વાળ રોકે છે આમળા

By Lekhaka
|

આમળા પ્રકૃતિની આપેલી એક એવી ભેટ છે જેનાથી આપણા શરીરમાં ઉછરી રહેલી ઘણી બધી બિમારીઓનો નાશ થઈ શકે છે. આમળામાં આર્યન અને વિટામીનથી ભરપૂર હોય છે. દરેક માણસને દરરોજ ૫૦ મિલીગ્રામ વિટામીન સી ની જરૂર હોય છે તો એવામાં જો તમે આમળાનો ઉપયોગ કરો કે પછી તેના રસનો ઉપયોગ કરશો તો તમારા શરીરમાં વિટામીન સી ની પૂર્તિ થશે. પણ શું તમે જાણો છો કે આમળાનો રસ આપણા વાળ, ચામડી અને વજનને ઓછો કરવા માટે કરી શકાય છે. આમળામાં વિટામીન સી ની ઉપરાંત એંટીઓક્સીડેંટ પણ હોય છે જેનાથી વાળનું અકાળે સફેદ થવું પણ અટકી જાય છે. તેનાથી બે મોઢાવાળા થતા વાળ પણ અટકી જાય છે. આવો જાણીએ કે તમે આમળાને કેવી રીતે વાળમાં ઉપયોગ કરી શકો છો.

આમળાનું તેલ
આમળાના તેલને દરરોજ લગાવવાથી ખોડો દૂર થાય છે. ઘરે આમળાનું તેલ બનાવવા માટે આમળાનો પાઉડર, મેથીનો પાઉડર અને નારીયેલના તેલને મિક્સ કરો. તેને ૧૫ થી ૩૦ મિનિટ માટે માથા પર લગાવી રાખો. તમારા માથાને ગરમ રૂમાલથી બાંધીને રાખો એના પછી માથાને શેમ્પુથી ધોઈ લો.

આમળાનો હેરપેક
ખરતા વાળ રોકવા માટે ઘરે આવી રીતે બનાવો આમળાનો હેરપેક. ઈંડુ, આમળાનો પાઉડર, શિકાકાઈનો પાઉડર અને અરીઠાનો જાડો પેસ્ટ તૈયાર કરો. પછી તેને માથા પર 30 મિનિટ સુધી લગાવી રાખો. ત્યારબાદ ધોઇ લો.

આમળાનો જ્યુસ
આમળાના જ્યુસને પીવાથી શરીરને સંપૂર્ણ ફાયદો થાય છે. તેનાથી દાંત મજબૂત થાય છે અને લોહી પણ શુદ્ધ થાય છે. જ્યુસ વધારે પડતો ખાટો હોય છે એટલા માટે તમે એમાં મધ પણ ભેળવી શકો છો.

મસાજ
માથામાં આમળાના તેલની માલિશ કરવાથી લોહીનું પરિભ્રમણ ઝડપી થઈ જાય છે. તેનાથી મનને શાંતિ પણ મળે છે.

ખોરાકમાં ખાઓ આમળા
તમારા ખોરાકમાં આમળાનુ સેવન જ્યુસ, અથાણું, છુંદા કે પછી બીજી અન્ય કોઇ રીતે તેનો જરૂર ઉપયોગ કરો. તેને રોજ ખાવા જોઈએ.

English summary
Hair loss remedies include the use of amla in our daily lives. Massaging the head with amla will help remove the unwanted flakes from the scalp and encourage hair growth.
Story first published: Tuesday, November 15, 2016, 10:30 [IST]
X
Desktop Bottom Promotion