હવે પસંદ કરો તમારા ચહેરા મુજબના ફેસ ક્લિંન્ઝર

By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

ફેસવોસ માટે સાબુ અને પાણી ઉપરાંત બજારમાં અન્ય ઘણા વિકલ્પ છે અને ક્લિંન્ઝરર્સ તેમાનો જ એક વિકલ્પ છે. ક્લીંન્ઝર્સના ઉપયોગનો એક અલગ જ ફાયદો થાય છે કે તે ચહેરા પર જામેલી ધૂળ, માટી, તેલ અને અનઈચ્છિત ગંદકીને સાફ કરી નાંખે છે.

જો તમારો ચહેરો ધૂળ અને માટીથી ઢંકાઈ ગયો છે તો તમારે હળવા ક્લીન્ઝર્સથી ચહેરો ધોવો જોઈએ. ક્લીન્ઝર્સ ત્વચાની બધી જ ધૂળ અને અશુદ્ધિઓને દૂર કરીને ચહેરાને ફ્રેશ લુક આપે છે. દરેક પ્રકારની ત્વચા માટે બજારમાં અલગ અલગ ક્લીન્ઝર્સ ઉપલબ્ધ છે.

બધા ક્લીન્ઝર્સમાં ઓઈલ વૈક્સ અને પાણીના કન્ટેટ ઉપરાંત તેમાં વિભિન્ન પ્રકારની ત્વચાના અનુસાર ઘણી વસ્તુઓ પણ મિક્સ કરે છે.

બજારમાં નોર્મલ સ્કિન ક્લીન્ઝર્સથી લઇને માઈલ્ડ ક્લીન્ઝર્સ સુધી મળે છે. આવો જાણીએ બજારમાં ઉપલબ્ધ વિભિન્ન પ્રકારના ક્લીન્ઝર્સના વિશે અને ફેસવોશ પસંદ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

Types Of Face Wash

૧. જેલ ક્લીન્ઝર્સ
જેલ ક્લીન્ઝર્સ બધા પ્રકારની ત્વચા અને તૈલીય ત્વચાના માટે વિશેષરૂપથી ફાયદાકારક હોય છે કેમકે તે ત્વચાની અંદરની પરતો સુધી જાય છે અને ખીલને રોકવામાં મદદ કરે છે. મોટાભાગે જેલ ક્લીન્ઝર્સમાં વધુ ફીણ થતું નથી પરંતુ તેમાં ચહેરાથી ધૂળ અને ગંદકી નીકાળવા માટે આવશ્યક ફીણ પર્યાપ્ત માત્રામાં હોય છે. જેલના રૂપમાં હોવાના કારણે ઘણા લોકોને લાગે છે કે તેનાથી ચહેરો સાફ નહી થાય પરંતુ તે તમારી ત્વચાને ઉંડાણથી સાફ કરે છે અને ચહેરા પર તેલ પણ જામવા દેતુ નથી.

Types Of Face Wash

૨. ક્લીંઝીંગ
દૂધ આપણામાંથી મોટાભાગના લોકો ક્લીંઝીંગ મિલ્કને મેકઅપ રિમૂવરની રીતે ઉપયોગમાં લે છે ક્લીન્ઝરની રીતે નહી. જો કે ક્લીંઝીંગ મિલ્ક પણ એક માઈલ્ડ ક્લીન્ઝર જ છે જે રોમ છિદ્રોને નરમ, ચીકણા અને કોમળ રાખે છે. ક્લીંઝીંગ મિલ્કની મદદથી ચહેરો સાફ કરવાથી સીબમનો સ્ત્રાવ નિયંત્રિત થાય છે. જો કે ક્લીંઝીંગ મિલ્કનો ઉપયોગ કર્યા પછી તમારે ચહેરાને ફરીથી સાફ કરવો પડે છે. જો તમે મહેસૂસ કરતા હોય કે ક્લીંઝીંગ મિલ્કથી તમારી ત્વચા સાફ થાય અને તરોતાજા થઈ ગઈ છે તો તેમારે તેને ફરથી ધોવાની જરુર રહેતી નથી.

Types Of Face Wash

૩. સેલ્ફ ફોમિંગ ક્લીન્ઝર
સેલ્ફ ફોમિંગ ક્લીન્ઝર્સ સામાન્ય, મિશ્ર અને તૈલીય બધા જ પ્રકારની ત્વચા માટે ઉપયોગી છે. એવા લોકો જેમની ત્વચા વધુ પ્રમાણમાં શુષ્ક, સેન્સેટિવ (સંવેદનશીલ) છે કે જેમને એક્જિમાંની ફરીયાદ છે તમને સેલ્ફ ફોમિંગ ક્લીન્ઝર્સનો ઉપયોગ ના કરવો જોઈએ. સેલ્ફ ફોમિંગ ક્લીન્ઝર્સને પર્યાવરણનો મિત્ર કહેવામાં આવે છે કેમકે તેને ધોવા માટે ખૂબ જ ઓછા પાણીની જરૂર હોય છે. એવા લોકો જેમની ત્વચા વધુ માત્રામાં શુષ્ક છે તેમને સેલ્ફ ફોમિંગ ક્લીંન્ઝર્સનો ઉપયોગ ના કરવો જોઈએ કેમકે તેનાથી ત્વચાની શુષ્કતા વધારે વધે છે.

Types Of Face Wash

૪. એકસ્ફોલિયેટિંગ ક્લીન્ઝર
એકસ્ફોલિયેટિંગ ક્લીન્ઝર સેન્સેટિવ અને વધુ શુષ્ક ત્વચાને છોડીને બીજા બધા જ પ્રકારની ત્વચા માટે ઘણું ઉપયોગી થાય છે. એકસ્ફોલિયેટિંગ ક્લીન્ઝરને ૩ ઈન ૧ ઉત્પાદક પણ કહે છે કેમકે તે ચહેરાની ઉંડાઇપૂર્વક સફાઇ કરે છે, એકસ્ફોલિયેટ કરે છે અને મેકઅપને પણ પૂરી રીતે નીકાળે છે. મેકઅપ નીકાળવા માટે આ ક્લીન્ઝરને સૌથી સારો માનવામાં આવે છે. તેમાં ઉપસ્થિત પદાર્થોના આધાર પર એક્સ્ફોલિયેટિંગ ક્લીન્ઝરનો ઉપયોગ દરરોજ ના કરવો જોઈએ.

Types Of Face Wash

૫. મલ્ટી ટાસ્ક ક્લીન્ઝર
મલ્ટી ટાસ્ક ક્લીન્ઝર બધા જ પ્રકારની ત્વચા માટે ઉપયોગી થાય છે અને તેનો ઉપયોગ ત્વચાની કોમળતા બનાવી રાખવા માટેના ઉત્પાદકોના રૂપમાં પણ કરવામાં આવે છે. મલ્ટી ટાસ્ક ક્લીન્ઝર્સ મેકઅપ નીકાળવામાં મદદ કરે છે અને એક ઉત્તમ હાઈડ્રેટિંગ ઉત્પાદક તરીકે કામ કરે છે. આ ખૂબ જ હળવું હોય છે અને ત્વચાને કોમળ બનાવે છે. જો તમે મેકઅપ નીકાળવા માટે તેનો ઉપયોગ કરવા નથી ઈચ્છતા તો તમે એકલા ચહેરા પર પણ આનો ઉપયોગ કરી શકો છો કેમકે તે ત્વચાને સાફ કરે છે અને તેને કોમળતા પ્રદાન કરે છે. જો કે મલ્ટી ટાસ્ક ક્લીન્ઝસનો ઉપયોગ કર્યા પછી તમારે ટોનરનો ઉપયોગ કરવો ના જોઈએ.

૬. ફોમિંગ ક્લીન્ઝર
ફોમિંગ ક્લીન્ઝર મિશ્ર અને તૈલીય ત્વચા માટે ખૂબ સારુ હોય છે. તે ત્વચાની સફાઈ કરે છે અને ત્વચાને કોમળતા પણ પ્રદાન કરે છે. તૈલીય ત્વચાવાળા લોકો માટે ફોમિંગ ક્લીંન્ઝર્સ વધુ પ્રમાણમાં ઉપયોગી થાય છે કેમકે તે ત્વચાની ધૂળ, પરસેવો, સીબમ અને બેક્ટેરિયાને દૂર કરે છે. તેના ઉપરાંત ફોમિંગ ક્લીન્ઝર્સ ખીસ્સા પર પણ ભારે નથી પડતા કારણ કે ક્લીન્ઝરની એક ટ્યૂબ ઘણા મહિનાઓ સુધી ચાલે છે.

English summary
Here is a list of the different types of face washes to buy so that you can take your pick fast
Story first published: Monday, February 27, 2017, 11:00 [IST]