આંબળાના ઉપયોગથી દૂર કરો ખોડાની સમસ્યા

Posted By: Staff
Subscribe to Boldsky

ડૈંડ્રફ અથવા ખોડો કોને કહે છે? વાળમાં જ્યારે વધુ પરસેવો અથવા બેક્ટેરિયા જમા થવા લાગે છે, ત્યારે ખોડો થાય છે. વાળને બરાબર સાફ ન કરવા, વાળને યોગ્ય પોષણ ન મળવું અથવા વાળમાં તેલ ન લગાવવાના કારણે ડૈડ્રફ થઇ શકે છે.

ડૈંડ્રફ અથવા ખોડો થવાથી માથામાં ખંજવાળ અને બળતરા થવા લાગે છે. વાળમાં ખોડો થવાના કારણે વાળને ખૂબ નુકસાન થાય છે, જેમ કે વાળની ચમક અને બનાવટ બગડી જાય છે, સાથે જ વાળ સમય કરતાં પહેલાં સફેદ થવા લાગે છે.

પરંતુ ગભરાશો નહી અમે તમને આ બધી પરેશાનીઓથી છુટકારો અપાવીશું કારણ કે અમારી પાસે છે, આયુર્વેદિક દવાઓનો તે ખજાનો જે તમારી આ સમસ્યાને દૂર કરશે, તે છે આંબળા.

આંબળા વિટામિન સી આયરન જિંક અને બી કોમ્પ્લેક્સનો સારો સ્ત્રોત છે. વાળ માટે આંબળાનો રસ અંત્યત ફાયદાકારક હોય છે. વાળના મૂળિયાને મજબૂત બનાવે છે, તેના કુદરતી રંગ અને ચમકને જાળવી રાખે છે. સમય કરતાં પહેલાં વાળને સફેદ થતાં બચાવવામાં આંબળાના ફાયદાને નજરઅંદાજ ન કરી શકાય. આવો જાણીએ વાળની સમસ્યાઓથી આંબળા કેવી રીતે બચાવે છે.

teps To Apply Amla For Hair

આંબળાની પેસ્ટ
આંબળાને પાણીમાં મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લો પછી તેને સીધા પોતા વાળ પર લગાવો અને 30 મિનિટ સુધી રહેવા દો. પછી પાણી વડે ધોઇ લો. ડૈંડ્રફથી છુટકારો મળશે.

teps To Apply Amla For Hair

આંબળા-લીંબૂ પેક
આંબળાને કાપીને સુકવી દો, પછી તેનો પાવડર બનાવીને રાખો. જ્યારે જરૂર પડે તો તે પાઉડરમાં પાણી અને લીંબૂનો રસ મિક્સ કરી પેસ્ટ બનાવી લો. 30 મિનિટ સુધી રહેવા દો ત્યારબાદ તેને ધોઇ દો.

આંબળા-તુલસી પેક
આંબળાનો પાવડર અને મુઠ્ઠી ભરીને તુલસીના પત્તા લો, તેમાં પાણી મિક્સ કરી પેસ્ટ બનાવો. તેને પોતાના વાળ પર લગાવો અને 30 મિનિટ સુધી રહેવા દો. તેનાથી થોડા દિવસોમાં જ વાળમાંથી ખોડો દૂર થઇ જશે.

teps To Apply Amla For Hair

આંબળા-નારિયેળ તેલ
તાજા આંબળાનો રસ કાઢી લો અને તેમાં 1-2 મોટી ચમચી નારિયેળનું તેલ મિક્સ કરો. હવે તેને સારી રીતે વાળના મૂળિયામાં લગાવો અને થોડીવાર સુધી રહેવા દો. તેનાથી તમારો ખોડો જલદી ગાયબ થઇ જશે.

English summary
Amla is the best for hair care. Here we tell you ways to apply amla juice for hair care. Try these simple steps to apply amla for hair care. Take a look.
Story first published: Wednesday, November 2, 2016, 11:00 [IST]