Just In
Don't Miss
કાળી કોણીઓ સાફ કરવાની કુદરતી રીતો
શરીરનાં જો તમામ અંગો સાફ-સુથરા હોય, તો શરીર ચમકદાર બને છે. ઘણા લોકોની કોણીઓ બહુ કાળી હોય છે કે જેની ઉપર તેઓ બિલ્કુલ ધ્યાન નથી આપતા.
પરંતુ કોણીઓની કાળાશ ઘરગથ્થુ નુસ્ખાઓ દ્વારા સાજી કરી શકાય છે. જો આપની કોણીઓ કાળી અને સખત થઈ ચુકી છે, તો અમે આપને 100 ટકા નૅચરલ અને બજેટ ફ્રેંડ્લી નુસ્ખાઓ બતાવીશું.
આપ પોતાનાં કિચનમાં મૂકી રાખેલી સામગ્રીઓ યૂઝ કરી શકો છો; જેમ કે ઑલિવ ઑયલ, દહીં અને બેસન વગેરે.

અખરોટ પાવડર
એક ટી સ્પૂન અખરોટ પાવડર ગુલાબ જળ સાથે મેળવી પેસ્ટ બનાવો અને પોતાની કોણીઓ પર લગાવો. આપ આ ઉપચારને 3-4 વાર અઠવાડિયામં યૂઝ કરી શકો છો.

દહીં
પોતાની કોણીઓ પર તાજુ દહીં લગાવો અને 1 કલાક સુધી રાહ જુઓ. આવું દરરોજ કરો.

કેળાનુ છોંતરૂ
કેળાનાં છોંતરાને પોતાની કોણીઓ પર મસળો. પછી ઠંડા પાણીથી ધોઈ લો.

મધ
2 ચમચી કાચુ મધ કોણીઓ પર લગાડો. પછી 45-50 મિનિટચ બાદ હાથોને ઠંડા પાણીથી ધોઈ લો.

ઓટમીલ
2 ચમચી પાકેલું ઓટમીલ લો. તેમાં ગુલાબ જળ મિક્સ કરો. આ પેસ્ટ લગાવો અને 40 મિનિટ સુધી રાખો. તેને અઠવાડિયામાં બે વખત લગાવો.