Related Articles
૫ મિનીટ તેલની માલિશના છે આટલા બધા સારા ફાયદા
તેલની માલિશ કરવી એક આયુર્વેદિક પ્રક્રિયા છે માલિશ કરવાથી આપણા આખા શરીરમાં લોહીનો પ્રવાહ વધી જાય છે અને પાચનક્રિયા શક્તિ ઝડપી થઈ જાય છે.સાથે જ તેનાથી પેટ પણ સાફ રહે છે અને આંતરડા, હદય, ફેફસાં અને યકૃત વગેરે શક્તિશાળી થઈ જાય છે.
તેના ઉપરાંત માલિશ કરવાથી શરીરની મૃત કોશિકાઓ શરીરની બહાર નીકળી જાય છે, અને તેના સ્થાને નવા કોષ આવી જાય છે જેનાથી આખું શરીર નવી શક્તિથી ભરાઈ જાય છે. નિયમિત રીતે દરરોજ તેલની માલિશ કરવાથી ઓછા વજનવાળી વ્યક્તિના શરીરનો વજન વધી જાય છે અને ઘડપણ દૂર ભાગવા લાગે છે.
ખૂબ જ જૂનાં રોગ જેવા કે અપચો, વાયુ પિત્ત વિકાર, ખંજવાળ, અનિદ્રાં, હાઈ બ્લડપ્રેશર વગેરે રોગમાં માલિશથી ઘણાં ફાયદા થાય છે. જે વ્યક્તિ શારિરીક રીતે નબળો છે અને વજન સ્વાભાવિક રીતે ઓછો છે, તેને તેલ માલિશ કરવાથી ખૂબ લાભ થાય છે. તેનું શરીર જલદી-જલદી તેલ શોષવા માટે સક્ષમ થાય છે. થોડાં જ દિવસોમાં એવા લોકોનું વજન વધવા લાગે છે.
માલિશ કરવાથી શરીરની ત્વચાના બધા બંધ રોમ છિદ્રો ખુલવા લાગે છે. તેની સાથે જ ત્વચામાં લોહીનો પ્રવાહ સારી રીતે થવા લાગે છે.
દરરોજ માલિશ કરવાથી તમારો ચહેરો ચમકવા લાગે છે તેના ઉપરાંત માલિશ કરાવવાની જગ્યાએ જાતે માલિશ કરવી પણ ઘણી અસરદાર હોય છે. બસ તેના માટે તમને માલિશ કરવાની યોગ્ય રીત આવડવી જોઇએ.
તેલની માલિશના ફાયદા
૧. માલિશ કરવાથી ત્વચાની મૃત કોશિકાઓ સાફ થાય છે અને ત્વચાને જરૂરી પોષણ તત્વ મળે છે જેનાથી ત્વચા ચમકદાર થઈ જાય છે.
૨. માલિશ કરવાથી ત્વચાની નીચે જામેલા વિષાક્ત પદાર્થ બહાર નીકળી જાય છે જેનાથી ત્વચા નરમ અને મુલાયમ થઇ જાય છે.
૩. માલિશ કરવાથી ત્વચામાં નિખાર આવી જાય છે.
૪. માલિશ કરવાથી ત્વચા પર ખીલ થવાના બંધ થઈ જાય છે.
આયુર્વેદિક માલિશ ચક્રોના આધારે થાય છે
મનુષ્યના શરીરમાં કુલ મળીને ૧૧૪ ચક્ર છે. એમ તો શરીરમાં તેનાથી ઘણાં વધારે ચક્ર છે, પરંતુ તેમાંથી ૧૧૪ ચક્ર મુખ્ય છે. આ જ ચક્ર આપણાં શરીરને સંતુલિત રાખે છે. આયુર્વેદમાં આજ ચક્રો પર માલિશ કરવાથી આપણું શરીર સ્વસ્થ અને સુંદર બની રહે છે. આ જ નહી માલિશ કરવાથી શરીરમાં હોર્મોન પણ સંતુલિત રહે છે જેનાથી ત્વચાનો રંગ નિખરે છે.
સ્વીડિશ મસાજ
આ પ્રકારની માલિશમાં માંસપેશિયોની માલિશ થાય છે જેમાં ત્વચામાં લચીલાપણું આવે છે. સ્વીડિશ મસાજમાં માંસપેશિઓનો તણાવ ઠીક કરવામાં આવે છે. તેની પાંચ રીતથી માંસપેશિઓ અને ત્વચાને આરામ આપવામાં આવે છે.
થાઇ મસાજ
આ પ્રકારની માલિશ કરવાથી કરવાથી ત્વચામાં ખેંચાણ આપીને માલિશ કરવામાં આવે છે. જેનાથી શરીરમાં બ્લડ સર્કુલેશન ઠીક થઈ જાય છે અને શરીરમાં સ્ફુર્તિ આવે છે.
ઉબટન
ભારતીય પરંપરાંમાં ઉબટનનો ઉપયોગ પ્રાચીકાળથી ચાલી આવે છે. જેમાં તેલ માલિશ પછી બેસન, હળદર, ચંદન, દૂધ, ગુલાબ જળ, અને કપૂર નાંખીને બનાવવામાં આવે છે. તેના માટે પહેલાં ત્વચાના રોમ છિદ્રોને ખોલવામાં આવે છે અને પછી મૃત ત્વચાને રગડીને સાફ કરવામાં આવે છે.
અભ્યંગ
જ્યારે વ્યક્તિ પોતાના શરીરની માલિશ ગરમ તેલથી જાતે કરે છે તો તેને અભ્યંગ કહે છે. તેનાથી વાળ મજબૂત થાય છે અને ત્વચા પર ચમક આવે છે. અભ્યંગના વિશે એ પણ કહેવામાં આવે છે કે તેને કરવાથી ત્વચા અને સ્વાસ્થ્યની ઘણી બધી સમસ્યાઓ ઠીક થઈ જાય છે.
અભ્યંગ કરવાની રીત
૧. તેના માટે પોતાનું મનપંસદ તેલ ગરમ કરો અને તેમાં થોડા ટીંપા સુંગધીદાર તેલના મિક્સ કરો. ગરમીમાં તમે તેલમાં કપૂર પણ નાંખી શકો છો.
૨. માથામાં માલિશ કરવાથી શરૂ કરો પછી પગ સુધી માલિશ કરો. પેટ અને કમરમાં હાથથી સરક્યુલર મોશનમાં માલિશ કરો.
૩. પોતાના શરીરના કોઈપણ ભાગને વધારે વાળો કે દબાણ ના આપો. તેની સાથે શરીર પર વાગેલું હોય તો પણ માલિશ કરવાથી બચો.
૪. માલિશ કર્યા પછી એક કલાક સુધી થોભો જેનાથી તેલ પૂરી રીતે ત્વચામાં સમાઈ જાય.
૫. તેના પછી ગરમ પાણીથી નાહી લો અને સાબુનો ઉપયોગ ના કરો. અને જો કરવો પડે તો ઓછા ફીણવાળા સાબુનો ઉપયોગ કરો.
૬. નાહ્યા પછી ત્વચાને સૂકાવા દો.
જુદા જુદા તેલો વડે માલિશ
માલિશ માટે ઉપયોગમાં લેનાર તેલોમાં એકથી બે કેરિઅર તેલ હોય છે જેમાં સુંગધ આપવા માટે કેટલાક ઈસેન્શલ તેલ મેળવવામાં આવે છે. કેરિઅર તેલ એ હોય છે જેનાથી શરીર પર માલિશ કરવાથી ત્વચામાં નમી રહે છે સાથે જ સ્વાસ્થ્ય પણ ઠીક થાય છે. એસેંશિયલ ઓઇલ વધારે ગુણકારી હોય છે અને તે લગાવતા જ ત્વચામાં શોષઈ જાય છે એટલા માટે તેના થોડાં જ ટીંપા નાંખવામાં આવે છે.
આ તેલથી કરો માલિશ
૧. નારિયેળ તેલ
ગરમીમાં નારિયેળ તેલનો ઉપયોગ કરવો ઘણો ફાયદાકારક હોય છે. તેના ઔષધિય ગુણ તમારું સ્વાસ્થ્ય, સુંદરતા અને વાળને સ્વસ્થ બનાવી રાખે છે. તે ત્વચા અને વાળને પ્રાકૃતિક રીતે મુલાયમ અને ચમકીલા બનાવે છે. ત્વચાને મોઈસ્ચરાઈઝર કરવી હોય કે વાળને કન્ડિશનિંગ, નારિયેળ તેલ સૌથી સારો વિકલ્પ છે.
૨. સરસિયાનું તેલ
સરસિયાના તેલમાં વિટામીન ઈ હોય છે જેનાથી દાગ અને ખીલ ઠીક થવા લાગે છે. તેનાથી ત્વચાનો રંગ સાફ થવા લાગે છે સાથે જ ત્વચામાં ચમક આવવા લાગે છે. તેને ઉબટનમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે કેમકે તે મૃત કોશિકાઓને સાફ કરીને ત્વચાને મુલાયમ બનાવે છે.
૩. જૈતૂનનું તેલ
જૈતૂનનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદાકારક હોય છે તેનાથી ત્વચામાં જામેલી ચરબી દૂર થઇ જાય છે સાથે જ સૂર્યના કિરણોથી કાળી પડેલી ત્વચા ઠીક થવા લાગે છે. તેમાં વિટામીન ઈ હોય છે જેનાથી સ્ટ્રેચ માર્ક્સ ઠીક થઈ જાય છે.
એસેંશિયલ ઓઇલ
૧. ગેરિયમ તેલ
આ તેલથી ત્વચા પર આવેલી કરચલીઓ ઠીક થાય છે સાથે જ ત્વચા ચીકણી થઈ જાય છે. આ તેલને ઉપયોગ કરવાથી હોર્મોન સંતુલિત થાય છે અને લાલિમા અને સોજા પણ ઓછા થઇ જાય છે. તેનાથી ત્વચાનો રંગ સાફ થાય છે અને તેને તમે ગરમીમાં પણ ઉપયોગ કરી શકો છો.
૨. ટી ટ્રી ઓઇલ
આ તેલને લગાવવાથી દાગ દેખાવાના ઓછા થઇ જાય છે આ જ નહીં તે ખીલને પણ ઠીક કરે છે, સાથે જ ખોડા માટે પણ આ સારો ઉપાય છે.
૩. જાસ્મીન ઓઇલ
આ સુંગંધી તેલથી ત્વચા નરમ અને મુલાયમ થઈ જાય છે, સાથે જ ત્વચામાં કોમળતા આવે છે. તેની સુંગધ થી મનને પણ શાંતી મળે છે.
૪. નીલગિરીનું તેલ
નીલગિરીનું તેલનો ઉપયોગ કરવાથી શરીરની અનઈચ્છિત ચરબી દૂર થઇ જાય છે અને ખીલ પણ ઠીક થઇ જાય છે. ટી ટ્રી ઓઈલની જેમ આ પણ ખોડાને દૂર કરે છે. સાથે જ તેનાથી ત્વચા પર આવેલા સોજાને પણ ઠીક કરે છે.
મતભેદ
૧. જો તમે ગર્ભવતી હોય તો સ્વયં-માલિશ ના કરો. તમને આ સલાહ આપવામાં આવે છે કે તમે બીજા કોઇ દ્વારા માલિશ કરાવી શકો છો.
૨. ઘા કે વાગેલી જગ્યા પર માલિશ ના કરો.
૩. માલિશ કરનારને તમારી બીમારીઓ વિશે જરૂર જણાવો, કેમકે જો તમારી તબિયત વધારે ખરાબ છે તો તે તેને ઠીક કરવા માટે માલિશની રીત તમને જણાવી દેશે.
૪. જો તમને કોઈ તેલથી એલર્જી છે તો તેનો પેચ ટેસ્ટ જરૂર કરો.
૫. જો તમને કોઈપણ તેલથી કોઇ સમસ્યા છે તો તેને તરત ધોઈ નાંખો.
સદીઓથી તેલ માલિશને સૌંદર્ય પ્રાસધનોમાં ગણવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ યોગ્ય રીતે તેલ માલિશ રોજ કરે છે તો તેના પરિણામ તમને જોવા મળશે. તેલ માલિશનો સૌથી મુખ્ય ઉદ્દેશ છે તણાવને ઓછો કરવો.