For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વાળ અને ત્વચા બંનેને ચમકદાર અને સ્વસ્થ બનાવી દેશે આ પ્રાકૃતિક નુસ્ખાઓ

By Lekhaka
|

વાળ અે ત્વચાની સંભાળમાં સૌથી વધુ સમય અને પૈસા ખર્ચાય છે. કાયમ આપણે વાળ અને ત્વચાને પરફેક્ટ દાખવાવની કોશિશમાં લાગેલા રહીએ છીએ.

હંમેશા જ આપણે એવા પ્રાકૃતિક નુસ્ખાઓની શોધમાં રહીએ છીએ કે જે વાળ અને ત્વચા બંનેને સાથે જ ફોયદો પહોંચાડે.

બીજી બાજુ વાળ અને ત્વચાની સંભાળ માટે આપણે જુદી-જુદી વસ્તુઓનો પ્રયોગ કરીએ છીએ, પરંતુ આજે અમે આપને કેટલાક એવા પ્રાકૃતિક નુસ્ખાઓ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ કે જે આપનાં વાળની સાથે-સાથે ત્વચાની સંભાળ પણ કરશે.

natural remedies for skin

1. નારિયેળ તેલ

ત્વચા અને વાળ, બંને માટે નારિયેળ તેલ બહુ ફાયદાકારક હોય છે. તે વાળ અને ત્વચાને પોષણ પ્રદાન કરે છે. નારિયેળ તેલ એંટી-વાયરલ, એંટી-બૅક્ટીરિયલ અને એંટી-ફંગલ યૌગિકોની જેમ કામ કરે છે.

1. વાળ માટે :

નારિયેળ તેલ અને એવોકૅડો મૉસ્ક

સૂકા અને વિખેરાયેલા વાળ માટે આ મૉસ્ક સૌથી શ્રેષ્ઠ છે. તે આપનાં રુક્ષ વાળને ચમકદાર અને કોમળ બનાવી દેશે.

સામગ્રી

આડધો કપ નારિયેળ તેલ

એક પાકેલું એવોકૅડો

રીત :

- એવોકૅડોને કાપીને તેનો રસ કાઢી લો.

- એવોકૅડોનાં રસને નારિયેળ તેલ સાથે મિક્સ કરો.

- 15 મિનિટ માટે આ મૉસ્ક પોતાનાં વાળમાં લગાવો.

- માઇલ શૅમ્પૂથી વાળ ધોઈ લો.

2. ત્વચા માટે

સામગ્રી :

એક ચમચી નારિયેળ તેલ

અડધી ચમચી તાજા લિંબુનો રસ

રીત :

- એક વાટકીમાં આ બંને વસ્તુઓ એક સાથે મિક્સ કરો.

- તેમને રાત ભર માટે ચહેરા પર લગાવી રાખો.

- સ્વસ્થ અને ચમકદાર ત્વચા પામવા માટે સવારે ચહેરો ધોઈ લો.

3. ઑલિવ ઑયલ

ઑલિવ ઑયલ પણ વાળ અને ત્વચા બંને માટે ફાયદાકારક છે. તેનાંથી વાળ ઉતરવાનું રોકાય છે અને વાળ મજબૂત બને છે. તેમાં એંટી-એજિંગ યૌગિકો પણ હોય છે કે જે ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.

4. ઑલિવ ઑયલ અને ઇંડાનું મૉસ્ક

ઑલિવ ઑયલ અને ઇંડામાંથી બનેલું આ મૉસ્ક વાળને ભેજ પ્રદાન કરી તેમને ઉતરતા રોકે છે અને વાળ વધારવામાં મદદ કરે છે.

સામગ્રી :

અડધું કપ ઑલિવ ઑયલ

એક ચમચી મધ

એક ઇંડાની ઝર્દી

રીત :

- આ તમામ વસ્તુઓને એક સાથે મિક્સ કરો.

- હવે આ મિશ્રણને વાળમાં એક કલાક માટે લગાવી રાખો.

- એક કલાક બાદ માઇલ્ડ શૅમ્પૂ વડે વાળ ધોઈ લો.

5. ત્વચા માટે

ઑલિવ ઑયલ અને યોગર્ટ ફેસ મૉસ્ક

આ ફેસ મૉસ્ક ત્વચાને બળતરા તથા ખીલ જેવી સમસ્યાઓમાંથી બચાવે છે.

સામગ્રી :

બે ચમચી ઑલિવ ઑયલ

એક તૃત્યાંશ કપ યોગર્ટ

રીત :

- આ તમામ વસ્તુઓને એક સાથે મિક્સ કરો.

- 15 મિનિટ માટે આ પેસ્ટ ચહેરા પર લગાવો.

- 15 મિનિટ બાદ ચહેરો હળવા હુંફાળા પાણી વડે ધોઈ લો.

6. એલોવેરા

વાળ અને ત્વચા માટે એલોવેરા કોઇક વરદાનથી ઓછું નથી. એલોવેરાથી ખીલ ઓછી થાય છે અને તે સનબર્ન તથા ટૅનિંગ પણ દૂર કરે છે. એલોવેરાથી વાળમાં ડૅંડ્રફમાં ઘટાડો થાય છે અને વાળ પહેલા કરતા બહેતર બને છે.

વાળ માટે :

એલોવેરા અને લિંબુનાં રસનું મૉસ્ક

વાળને આ મૉસ્ક ભેજ પ્રદાન કરી ડૅંડ્રફમાં ઘટાડો લાવે છે. લિંબુ માથાની ત્વચાને સાફ કરે છે.

સામગ્રી :

એલોવેરાનું એક પાન

એક ચમચી લિંબુનો રસ

રીત :

- એલોવેરાનાં પાનને કાપીને તેનું જૅલ કાઢી લો.

- તેમાં લિંબુનો રસ મેળવો.

- હવે તેને એક કલાક માટે પોતાનાં વાળમાં લગાવી રાખો.

- તે પછી કોઇક માઇલ્ડ શૅમ્પૂ વડે વાળ ધોઈ લો.

7. એલોવેરા અને ગુલાબ જળ

ત્વચા માટે એલોવેરા અને ગુલાબ જળ બંને ખૂબ શીતળ હોય છે. તેઓ ત્વચાનાં સનબર્નને ઓછું કરે છે અને લિંબુનો રસ ટૅનિંગ ખતમ કરે છે.

સામગ્રી :

એલોવેરાનું અડધું પાન

એક ચમચી ગુલાબ જળ

એક ચમચી લિંબુનો રસ

રીત :

- એલોવેરાનું પાન કાપી તેનું જૅલ કાઢી લો.

- તેમાં લિંબુનો રસ અને ગુલાબ જળ મેળવો.

- તેને 15 મિનિટ માટે ચહેરા પર લગાવો અને પછી ચહેરો ધોઈ લો.

8. ગ્રીન ટી

ગ્રીન ટી આપનાં વાળને પોષણ પ્રદાન કરી તેમને ઉતરતા રોકે છે.

વાળ માટે :

સામગ્રી :

ગ્રીન ટીનાં 3-4 બૅગ

2 ગ્લાસ પાણી

રીત :

પાણીને ઉકાળો અને તેમાં ગ્રીન ટી બૅગ નાંખી દો.

- ગ્રીન ટી દસ મિનિટ સુધી ઉકળવા દો.

- હવે ટી બૅગ કાઢી પાણી ઠંડુ થવા દો.

- પાણી ઠંડુ થયા બાદ આ પાણીને પોતાનાં માથા પર નાંખો અને 15 મિનિટ બાદ શૅમ્પૂ વડે વાળ ધોઈ લો.

9. ત્વચા માટે

ગ્રીન ટી અને ઓટમીલ ફેસ પૅક

દરરોજ આ પૅક લગાવવાથી આપની ત્વચા યુવાન અને સુંદર દેખાવા લાગશે.

ત્વચા માટે :

સામગ્રી :

એક ગ્રીન ટી બૅગ

બે ચમચી ઓટમીલ પાવડર

રીત :

- અડધું કપ ગ્રીન ટી ઉકાળો.

- એક વાટકીમાં ઓટમીલ પાવડર લો અને તેમાં ધીમે-ધીમે ગ્રીન ટી મેળવો.

- તેને ઘટ્ટ પેસ્ટ તરીકે તૈયાર કરી લો.

- હવે 15 મિનિટ માટે આ પેસ્ટ ચહેરા પર લગાવો અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.

English summary
Here are certain natural remedies that work both on skin and hair. Take a look.
Story first published: Monday, August 28, 2017, 11:14 [IST]
X
Desktop Bottom Promotion