For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પગની રંગત બદલાઈ જશે, જો આપની પાસે હશે આ ફુટ કૅર પ્રોડક્ટ્સ

By Lekhaka
|

સામાન્ય રીતે આપણે પોતાના શરીરનું ધ્યાન તો રાખીએ છીએ, પરંતુ પગની સારસંભાર કરવાનું ભૂલી જઇએ છીએ. સ્નાન કરતી વખતે સાબુ અને પાની વળે પગને ધોવા ઉપરાંત આપણે કદાચ જ પગ માટે કંઇક બીજુ કરતાં હોઇશું.

દરરોજ વપરાતા સ્કિન અને બૉડી કૅર પ્રોડક્સની સાથે-સાથે પગની સારસંભાર માટે આપે ફુટ કૅર કૉસ્મેટિક્સનો પ્રયોગ કરવો જોઇએ.

આજકાલ માર્કેટમાં ઘણા એવા ફુટ કૅર પ્રોડક્ટસ ગયા છે કે જે અનોખા અને અસામાન્ય જેવા લાગે છે. આ આપને મેકઅપ સ્ટોર અથવા ઑનલાઇન મળી જશે.

આ ફુટ કૅર પ્રોડક્ટસ આપને લોકલ માર્કેટમાં પણ મળી જશે. આનો પોતાના ફુટ કૅર રુટીનમાં સમાવેશ કરો. આના ફાયદાઓ જોઈને આપ પણ આશ્ચર્યમાં પડી જશો.

ફુટ મોઝ્ઝી

ફુટ મોઝ્ઝી

ફેસ મોઝ્ઝીની જેમ જ પગ માટે પણ મોઝ્ઝી ઉપલબ્ધ છે. જ્યારે આપ થોડાક ખુલ્લા ફુટ વૅયર પહેરો છો અથવા જ્યારે આપના પૈસ ખુલ્લા રહે છે ત્યારે આપને ફુટ કૅર મોઝ્ઝીની જરૂર પડતી હોય છે. મોઝ્ઝી બહુ પાતડા હોય છે કે જે આપના પગને ભેજ પ્રદાન કરે છે. બહુ ઓછા પ્રમાણમાં ફુટ મોઝ્ઝી આપના પગ પર વધુ અસર દાખવી શકે છે.

ઇલેક્ટ્રૉનિક ફુટ એક્સફોલિએટર

ઇલેક્ટ્રૉનિક ફુટ એક્સફોલિએટર

પગની આજુબાજુની ત્વચા શુષ્ક અને મૃત હોય છે. પ્યૂમાઇસ સ્ટોન અને રેગ્યુલર ફુટ સ્ક્રબર આપના પગની ત્વચા માટે પુરતા નથી. જો આપ ફુટ પ્રૉબ્લેમથી પરેશાન છો, તો આપને ઇલેક્ટ્રૉનિક ફુટ એક્સફોલિએટરનો ઉપયોગ કરવો જોઇએ. આ પગની નિષ્પ્રાણ અને મૃત ત્વચાને સાફ કરી પગને સ્વસ્થ બનાવે છે.

જૅલ હીલ સૉક્સ

જૅલ હીલ સૉક્સ

સિલિકૉનથી બનેલા જૅલ હીલ સૉક્સ પગના ફાટવાની સમસ્ચામાંથી છુટકારો અપાવે છે. જૅલ હીલ સૉક્સને આપ જ્યારે ઇચ્છો, ત્યારે ધોઈ શકો છો અને આને આગળ ઉપયોગ કરવા માટે પણ રાખી શકો છો. આને આપ કામ કરતી વખતે અથવા સૂતી વખતે પણ પહેરી શકો છો. ચાલતા અને વ્યાયામ કરતી વખતે આ સૉક્સ પગને સલામતી પ્રદાન કરે છે.

પોર્ટેબલ ફુટ મસાજર

પોર્ટેબલ ફુટ મસાજર

બૅટરી અને વીજળીથી ચાલતા ફુટ મસાજર આપને બહુ કામ આવી શકે છે. આનાથી આપના પગ અને બૉડી બંનેને જ આરામ મળે છે. આપ જ્યારે ઇચ્છો, ત્યારે ઘરે જ તેનો ઉપયોગ કરી શકો છો. પેડીક્યોર પછી અથવા આખા દિવસના થાક માટે ફુટ મસાજ શ્રેષ્ઠ ઑપ્શન છે.

ફાટેલી એડીઓ માટે બામ

ફાટેલી એડીઓ માટે બામ

જો આપ ફાટેલી એડીઓ માટે ક્રીમનો ઉપયોગ કરતાં કરતાં થાકી ગયા છો, તો હવે આપે ક્રીમના સ્થાને બામનો ઉપયોગ કરવો જોઇએ. આ બામ ગાઢી હોય છે અને લાંબા સમય સુધી ફાટેલી એડીઓ પર લાગેલી રહે છે. આનાથી આપ પગની મસાજ પણ કરી શકો છો. ઘણી અનેક ફ્લેવર્સમાં આપને આ બામ મળી જશે.

શુષ્ક ત્વચા રિમૂવર

શુષ્ક ત્વચા રિમૂવર

એક્સફોલિએટર અને રફ સ્કિન રિમૂવર બંને જુદી-જુદી વસ્તુ છે. આ એક ક્રીમ હોય છે જેનો પ્રયોગ ઘરે પેડીક્યોર કરતી વખતે પગ પર કરવો જોઇએ, પરંતુ તે પહેલાં ઇલેક્ટ્રૉનિક એક્સફોલિએટરનો પ્રયોગ જરૂર કરી લો. પાંચ મિનિટ સુધી રફ સ્કિન રિમૂવરને આપના પગ પર જ લાગેલુ રહેવા દો અને પછી આને એક્સફોલિએટ કરો. રફ સ્કિન રિમૂવર લગાવતા પહેલાં આપને સાબુની જરૂર નથી.

English summary
Pamper your feet with these foot care products that are unique and new in the beauty industry.
Story first published: Thursday, August 17, 2017, 12:05 [IST]
X
Desktop Bottom Promotion