For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કેવી રીતે જાણશો કે શૅમ્પૂ બદલવાનો સમય આવી ગયો છે ?

By Lekhaka
|

શું આપ વારંવાર પોતાનું શૅમ્પૂ બદલ્યા કરો છો ? શું આપ પોતાનાં શૅમ્પૂને બદલવા માંગો છો ? કે આપને સમજાતું નથી કે આપે ક્યારે શૅમ્પૂ બદલવું જોઇએ ?

શું આપ વારંવાર પોતાનું શૅમ્પૂ બદલ્યા કરો છો ? શું આપ પોતાનાં શૅમ્પૂને બદલવા માંગો છો ? કે આપને સમજાતું નથી કે આપે ક્યારે શૅમ્પૂ બદલવું જોઇએ ?

આવા ઘણા બધા સવાલો મનમાં ઉઠે છે. અનેક લોકો કાયમ એક જ પ્રકારનાં શૅમ્પૂનો ઉપયોગ કરતા રહે છે. કેટલાક લોકોનો કોઈ હિસાબ-કિતાબ નથી હોતો, તેમને જ્યાં જે શૅમ્પૂ મળી જાય છે, તેઓ તેનો જ ઉપયોગ કરી લે છે.

કારણ કે શૅમ્પૂ એક મહત્વનું સૌંદર્ય પ્રસાધન છે કે જેના અંગે બહુ સમજી-વિચારીને નિર્ણય કરવો જોઇએ કે જેથી આપનાં વાળનું આરોગ્ય જળવાઈ રહે.

જો આપ આ અંગે મુંઝવણમાં રહો છો કે વાળમાં કયા પ્રકારનું શૅમ્પૂ વાપરવું જોઇએ અને શૅમ્પૂને કેટલા સમયે બદલી નાંખવું જોઇએ, તો આ આર્ટિકલ ધ્યાનથી વાંચો. આ આર્ટિકલમાં અમે આપને શૅનાં ઉપયોગ સાથે સંકળાયેલા તમામ સવાલોનાં જવાબ આપીશું અને આપને અનેક માહિતીઓ પણ આપીશું.

હવામાનમાં ફેરફાર

હવામાનમાં ફેરફાર

જો આપ કોઇક એવી લોકેશનમાં રહો છો કે જ્યાં ખૂબ જ ભેજ છે અને આપ મોટાભાગે એસીમાં જ રહો છો, તો આપે માઇલ્ડ ક્લીઝિંગ શૅમ્પૂનો ઉપયોગ કરવો જોઇએ. આ શૅમ્પૂનાં ઉપયોગથી મૃત ત્વચા નિકળી જાય છે અને વાળનું ભેજ પણ દૂર થઈ જાય છે.

બીજી બાજુ જો આપ શિયાળાની ઋતુમાં રહી રહ્યા હોવ, તો એવા શૅમ્પૂનો ઉપયોગ કરો કે જેમાં મૉઇશ્ચર હોય કે જેથી વાળોને ભેજ મળે અને તે શુષ્ક ન થાય.

વાળની બનાવટ

વાળની બનાવટ

શૅમ્પૂનો ઉપયોગ આપે પોતાનાં વાળની બનાવટનાં હિસાબે પણ કરવો જોઇએ. જો આપનાં વાળ ઑયલી હોય, તો એવા શૅમ્પૂનો ઉપયોગ કરો કે જે ઑયલને કાઢી નાંખે અને તેમને સિલ્કીનેસ આપે. બીજી બાજુ જો વાળ બહુ શુષ્ક છે, તો મૉઇશ્ચરયુક્ત શૅમ્પૂનો ઉપયોગ કરો.

દૈનિક પ્રવૃત્તિ

દૈનિક પ્રવૃત્તિ

શૅમ્પૂની પસંદગી કરતા પહેલા પોતાનાં પ્રોફેશન પર ગોર કરી લો. જો આપ ફીલ્ડમાં જૉબ કરો છો, તો આપે એવા શૅમ્પૂની પસંદગી કરવી જોઇએ કે જે ગંદકી કાઢી નાંખે, વાળને તડકાની આડઅસરથી બચાવે. સાથે જ વાળમાં પુરતું ભેજ પ્રદાન કરે. જો આપ ખોટા શૅમ્પૂની પસંદગી કરી લેશો, તો શક્ય છે કે આપને ડૅંડ્રફની સમસ્યા ઊભી થઈ જાય અને ખંજવાણ પણ થવા લાગે.

ડબલ શૅમ્પૂ કરવું

ડબલ શૅમ્પૂ કરવું

ધારો કે આપનાં વાલમાં કોઈ સમસ્યા છે અને આપ તેને ઉકેલવા માંગતા હોવ, તો આપ બે શૅમ્પૂનો ઉપયોગ સતત કરી શકો છો. વાળમાં બહુ ગંદકી અને શુષ્કતા થતા આપ પહેલા ક્લીનિંગ શૅમ્પૂ વડે વાળને વૉશ કરી શકો છો અને બીજા રાઉંડમાં ડીપ મૉઇશ્ચરાઝિંગ શૅમ્પૂથી ધોઈ શકો છો. એવું થોડાક દિવસ સુધી જ કરવાનું હોય છે. આ એક પ્રકારની ટ્રીટમેંટ ટ્રિક હોય છે. તેનાથી વાળ ઘટાદાર અને લાંબા થઈ જાય છે.

ખોરાકમાં પરિવર્તન

ખોરાકમાં પરિવર્તન

એવું કહેવાય છે કે આરોગાતા ખોરાકની અસર વાળ પર સ્પષ્ટ દેખાઈ આવે છે. તેથી પ્રોટીનયુક્ત આહારનું સેવન કરો. તેનાથી વાળની શુષ્કતા દૂર થઈ જાય છે અને વાળમાં ચમક પણ આવી જાય છે, પરંતુ આપે ત્યારે પણ યોગ્ય શૅમ્પૂ લગાવતા રહેવું પડશે.

સારાંશ

સારાંશ

જો આપને ઘણી બધી વાતો સમજાતી ન હોય, તો કંઈ ન કરો. માત્ર પોતાનાં માથા પર હાથ ફેરવો અને આંતરિક ત્વચાને સ્પર્શીને અનુભવો કે આપની ત્વચા કેવી છે ? આપને તે સમયે જેવું અનુભવાય, તે જ પ્રમાણેનું શૅમ્પૂ લો. જો આપને ચિપચિપુ લાગે, તો ક્લીનિંગ શૅમ્પૂ લો. શુષ્કતા લાગે, તો મૉઇશ્ચર પ્રદાન કરનાર શૅમ્પૂ લો.

English summary
How do you know it is time to change your shampoo? Time to find the answers with this article!
X
Desktop Bottom Promotion