For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કેટલા સમયમાં કરાવવી જોઇએ હૅર રિમૂવલ ટ્રીટમેંટ ?

પહેલા આપે એ વિચારવું જરૂરી છે કે આમાંથી આપ કયા પ્રકારની હૅર રિમૂવલ ટ્રીટમેંટ લેવા માંગો છે. તે પછી તેને કેટલા સમયનાં ગાળા બાદ દોહરાવવું છે, આ વાતનો નિર્ણય લો. શરીર પર વાળનું ગ્રોથ આ વાત પર પણ

By Lekhaka
|

કેટલીક છોકરીઓને વૅક્સિંગથી એલર્જી હોય છે કે જેનાં કારણે તેમને શેવિંગ જ કરાવવું પડે છે. આ ઉપરાંત કેટલીક છોકરીઓ શેવિંગથી થતા સ્ક્રૅચથી બચવા માટે વૅક્સિંગ કરાવે છે. હવે વાત કરીએ થ્રેડિંગની. વાળ પર વણઇચ્છિત વાળને હટાવવા માટે સામાન્યતઃ થ્રેડિંગ કરાવવામાં આવે છે.

પહેલા આપે એ વિચારવું જરૂરી છે કે આમાંથી આપ કયા પ્રકારની હૅર રિમૂવલ ટ્રીટમેંટ લેવા માંગો છે. તે પછી તેને કેટલા સમયનાં ગાળા બાદ દોહરાવવું છે, આ વાતનો નિર્ણય લો. શરીર પર વાળનું ગ્રોથ આ વાત પર પણ નિર્ભર કરે છે કે આપ કેટલા સમયનાં ગાળામાં હૅર રિમૂવલ કરાવો છે.

hair removal for women

જો આપ બહુ જલ્દી-જલ્દી એટલે કે ટુંકા ગાળામાં રિમૂવલ ટ્રીટમેંટ લો છો, તો તેની અસર આપની ત્વચા પર પણ પડશે. બીજી બાજુ ક્યારેક-ક્યારેક તે માથાનો દુઃખાવો પણ બનીજાય છે. આપની આ જ મુશ્કેલીને ઉકેલવા માટે આજે અમે એવી પાંચ રીતો વિશે જણાવવા જઈ રહ્યાં છીએ કે જેનાં વડે આપ હૅર રિમૂવલ ટ્રીટમેંટની સાથે-સાથે પોતાની ત્વચાનો પણ ખ્યાલ રાખી શકશો.

1. ખાસ દિવસ માટે કે મીટિંગ માટે :

1. ખાસ દિવસ માટે કે મીટિંગ માટે :

મોટાભાગની મહિલાઓ કોઇક ખાસ પ્રસંગ કે મીટિંગ પર જ હૅર રિમૂવલ કરાવે છે. જ્યારે એક સાથે ઘણા તહેવારો કે કાર્યક્રમો હોય છે, ત્યારે જ મહિલાઓ હૅર રિમૂવલ વિશે વિચારે છે. બીજી બાજુ જ્યારે તેમને કોઇક મહત્વનાં કાર્યક્રમમાં ઢાંકેલા કપડા પહેરવાનાં હોય છે, તો તેઓ હૅર રિમૂવલ નથી કરાવતી. ત્વચાને સાફ અને તરોતાજા બનાવી રાખવા માટે હૅર રિમૂવલ એક પ્રક્રિયા છે. તેથી આપ કંઈ પણ પહેરી રહ્યાં હોવ, આ જરૂરી છે કે આપ દરેક ખાસ પ્રસંગ કે મીટિંગ પ્રસંગે હૅર રિમૂવલ કરાવતાં રહો.

2. બની જાય ક્ષોભનું કારણ

2. બની જાય ક્ષોભનું કારણ

શરીર પર ફરીથી વાળ ક્યારે ઉગશે, એ કોઈ નથી બતાવી શકતું. સામાન્યતઃ આ બાબત હૉર્મોનલ ફેરફાર અને શારીરિક ફિટનેસ પર નિર્ભરકરે છે. બહુ વધારે વાળ આવવા પાછળ હૉર્મોનલ અસંતુલન પણ એક કારણ હોઈ શકે છે. એવી પરિસ્થિતિમાં આપે હૅર રિમૂવલ ટ્રીટમેંટ સમયસર કરાવતા રહેવું જોઇએ. જો આપની પાસે સૅલૂન કે પાર્લર જવાનો સમય નથી, તો આપ ઘરે જ શેવિંગ વડે વણઇચ્છિત વાળને હટાવી શકો છો. હૅર રિમૂવલ પ્લાન મહિનાઓ અગાઉ નથી બનાવી શકતાં. અચાનક જ હૅર ગ્રોથ વધુ આવી જાય છે અને ત્યારે જ આપે હૅર રિમૂવલ ટ્રીટમેંટ લઈ લેવી જોઇએ.

3. નિયમિત ગાળો :

3. નિયમિત ગાળો :

જે મહિલાઓને પોતાનાં લુકની વધારે ચિંતા હોય છે, તેઓ નિયમિત ગાળે હૅર રિમૂવલ ટ્રીટમેંટ લે છે. જો આપને પણ ખબર છે કે આપનાં બૉડીને ક્યારે હૅર રિમૂવલ ટ્રીટમેંટની જરૂર હોય છે, તો પોતાનાં બ્યૂટી કૅર પ્લાનમાં તે જ સમયે ટ્રીટમેંટ કરાવી લો. હૅર રિમૂવલ મહિનામાં એક વાર કે અઠવાડિયામાં બે વાર કરાવવાની જરૂર પડે છે. એમ, તો આ આપની ત્વચા અને વાળ આવવાનાં ગ્રોથ પર નિર્ભર કરે છે.

4. સૅલૂન પ્રોફેશનલની સલાહ પર :

4. સૅલૂન પ્રોફેશનલની સલાહ પર :

વાળ પરત આવવાનું ગ્રોથ સમ્પૂર્ણપણે આપનાં બૉડી અને ત્વચાથી સંબંધિત હોય છે. તેથી આપ પોતે જ આ વાતનો નિર્ણય કરો કે આપે ક્યારે અને કઈ રીતે હૅર રિમૂવલ ટ્રીટમેંટ લેવી છે. તેનાં માટે આપ કોઇક સૅલૂન પ્રોફેશનલની પણ સલાહ લઈ શકો છો. સૅલૂન પ્રોફેશનલ્સને જુદી-જુદી ત્વચા વિશે જાણ હોય છે. તેથી આપે ક્યારે અને કઈ રીતે હૅર રિમૂવલ ટ્રીટમેંટ લેવી જોઇએ, તેઓ સારી રીતે બતાવી શકે છે, પરંતુ યોગ્ય સૅલૂન અને પ્રોફેશનલ પાસેથી જ સલાહ લો, ત્યારે જ વાત બનશે, નહિંતર બગડી જશે.

5. શરીરનાં કયા ભાગે થશે ટ્રીટમેંટચ :

5. શરીરનાં કયા ભાગે થશે ટ્રીટમેંટચ :

આપ પોતાનાં શરીરનાં કયા ભાગે હૅર રિમૂવલ ટ્રીટમેંટ કરાવવા માંગો છો, એ પણ જાણવું ખૂબ જરૂરી હોય છે. આઇબ્રૉ અને ચહેરાનાં વણઇચ્છિત વાળને હટાવવાની જરૂર બહુ ટુંકા ગાળામાં પડે છે, જ્યારે બિકિની વૅક્સિંગ કરાવવામાં સમયનો ગાળો ઓછો હોય છે. મતલબ એ છે કે નાજુક અંગો પર બહુ જલ્દી-જલ્દી એટલે કે ટુંકા ગાળામાં હૅર રિમૂવલ ટ્રીટમેંટ નહીં લેવી જોઇએ.

English summary
Be picky to decide your hair removal frequency, as it is directly related to your skin health and texture.
Story first published: Wednesday, July 12, 2017, 11:43 [IST]
X
Desktop Bottom Promotion