તલનાં તેલમાં છે જાદુ, જુઓ કેવી રીતે ચમકાવે છે ચહેરો

Posted By: Lekhaka
Subscribe to Boldsky

આપ પોતાનો ચહેરો નિખારવા માટે કોણ જાણે કેટલી ક્રીમ્સ અને લોશનનો પ્રયોગ કરતા હશો. આપનું કબાટ કદાચ આ જ પ્રકારના મૉઇશ્ચરાઇઝર, સનસ્ક્રીન, લોશનથી ભરેલું હશે.

તલનાં તેલ વિશે સૌ કોઈ જાણે છે. આ તેલ વાળ અને ત્વચા સંબંધી સમસ્યાઓ પણ દૂર કરવામાં કારગત છે. જો આપ સુંદર દેખાવા માટે જાત-જાતની પ્રોડક્ટ્સનો યૂઝ કરો છો, તો આ જાણી લો કે તલનો તેલ બહુ ઉપયોગી બની શકે છે.

આયુર્વેદમાં તો તલનાં તેલની માલિશ કરવાનાં અનેક ફાયદાઓ બતાવવામાં આવ્યા છે. જો આપ એક વાર આ તલના તેલનો ઉપયોગ કરશો, તો વારંવાર લગાવવાનું મન કરવા લાગશે.

નૅચરલ સનસ્ક્રીન

નૅચરલ સનસ્ક્રીન

જો તડકામાં જતા પહેલા તલનું તેલ લગાવી લેવામાં આવે, તો તે યૂવી રેઝથી સ્કિનને બચાવશે. આ તેલમાં વિટામિન ઈ અને એંટી-ઑક્સીડંટ હોય છે કે જે સ્કિનને ફ્રી રૅડિકલ્સથી બચાવે છે.

મૉઇશ્ચરાઇઝર

મૉઇશ્ચરાઇઝર

દિવસે અને રાત્રે તલનું તેલ ચહેરા અને શરીર પર લગાવવાથી ચમક આવે છે, પરંતુ તેને દરરોજ લગાવવું જોઇએ. જો રાત્રે સૂતા પહેલા લગાવશો તો વધુ સારૂ રહેશે.

સ્કિનને સાફ કરે

સ્કિનને સાફ કરે

આ એક ક્લીંઝરની જેમ પણ કામ કરે છે. જો આ તલનાં તેલમાં એપલ સાઇડ વિનેગર મેળવી લો, તો આ એક ક્લીંઝરનું કામ કરશે. આ ચહેરાનાં પીએચને બૅલેંસ કરશે. આ બંનેનું એક સરખુ પ્રમાણ લો અને થોડુંક પાણી મેળવો તથા ચહેરાની મસાજ કરો. થોડાક મિનિટચ થોભો અને હળવા ગરમ પાણીથી ધોઈ લો.

સ્ક્રબ કરે

સ્ક્રબ કરે

2 ચમચી બ્રાઉન શુગર પાવડર સાથે 2 ચમચી તલનું તેલ અને 12 ટીપા યૂકેલિપ્ટસનું તેલ મેળવો. આ પેસ્ટ ચહેરા અને બૉડી પર લગાવી સ્ક્રબ કરો. 20 મિનિટ બાદ ધોઈ લો.

એક્ને દૂર કરે અને કરચલીઓ મટાડે

એક્ને દૂર કરે અને કરચલીઓ મટાડે

એક્ને દૂર કરવા માટે કે પછી કરચલીઓ મટાડવા માટે પોતાનો ચહેરો પહેલા હળવા ગરમ પાણીથી ધુઓ અને પછી ચહેરા પર તેલ લગાવી લો.

આઈ મેકઅપ મટાડે

આઈ મેકઅપ મટાડે

કૉટન બૉલને તલનાં તેલમાં ડુબાડી આપ પોતાની આંખોનું મેકઅપ પણ સાફ કરી શકો છો.

કંડીશનર તરીકે

કંડીશનર તરીકે

સ્નાન કરતા પહેલા તલનું તેલ હુંફાળુ ગરમ કરો અને માથાની માલિશ કરો. પછી વાળને શૅમ્પૂ વડે ધોઈ લો. તેનાથી રુક્ષ વાળ સુંદર થઈ જશે.

English summary
Here is how to add sesame oil in your beauty care routine, take a look.
Story first published: Thursday, September 28, 2017, 13:00 [IST]