For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સ્ટ્રેટનરે જોઈએ છે સ્ટ્રેટ હેર? તો અજમાવો આ પ્રાકૃતિક પદ્ધતિ

By KARNAL HETALBAHEN
|

આજકાલ વાળને સ્ટ્રેટ કરવાની ફેશન ઘણી ચાલી રહી છે, પરંતુ સ્ટ્રેટનરનો વાંરવાર પ્રયોગ કરવાથી વાળ બળી જાય છે અને પાતળા થઈ જાય છે. એટલે છોકરીઓએ તેનો પ્રયોગ ના કરવો જોઈએ અને નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ.

જી હાં, તમે તમારા વાળને પ્રાકૃતિક વસ્તુઓથી સ્ટ્રેટ કરી શકો છો. આ સામગ્રી તમારા કિચનમાં જ પ્રાપ્ત થઈ જશે અને તેના કોઈ સાઈડ ઈફેક્ટ પણ નથી. ચલો જોઈએ તેને કેવી રીતે બનાવશો

Homemade Treatments to Get Straight Hair

૧. મિલ્ક સ્પ્રે

સામગ્રી-

૧ કપ દૂધ

૧. કપ પાણી

સ્પ્રે બોટલ

રીત-

પાણી અને દૂધને સ્પ્રે બોટલમાં મિક્સ કરો. પછી તેને વાળમાં સ્પ્રે કરો અને ૨ કલાક માટે રાખો. તેના પછી તમારા વાળને શેમ્પૂથી ધોઈ લો.

૨. બનાના ઓલિવ તેલ

૨ પાકા કેળા

૨ જેતૂનનું તેલ

રીત-

બધી સામગ્રીની પેસ્ટ બનાવી લો.

પછી તેને વાળમાં લગાવો અને શાવર કેપ પહેરી લો. પછી ૩ કલાક પછી શેમ્પૂથી વાળ ધોઈ લો.

૩. કોકોનેટ મિલ્ક સ્પ્રે

સામગ્રી!

તાજા નારીયેળનું દૂધ

રીત-

નારિયેળના દૂધને માથામાં લગાવીને શાવર કેપ પહેરી લો અને ૨-૩ કલાક પછી શેમ્પુ કરી લો.

૪. કેસ્ટર ઓઈલ માસ્ક

સામગ્રી-

કેસ્ટર ઓઈલ (રેંડીનું તેલ)

રીત-

કેસ્ટર ઓઇલને હળવું ગરમ કરી લો અને માથામાં તેને લગાવો. તેના પછી શાવર કેપ લગાવો અને ૨-૩ કલાક પછી શેમ્પુ કરો.

English summary
In this era of chemical laden products and heat treatments, let us give ourselves some break and try something natural. For that, all you need to do is love your kitchen!
Story first published: Tuesday, April 4, 2017, 11:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more
X