For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રુક્ષ-સૂકા વાળમાં પ્રાણ ફૂંકી દેશે આ દહીં હૅર પૅક

By Lekhaka
|

શું આપ રુક્ષ અને નિષ્પ્રાણ વાળની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છો ? અમે આપને કેટલાક હૅર મૉસ્ક બતાવવા જઈ રહ્યા છીએ કે જે પૂર્ણતઃ પ્રાકૃતિક સામગ્રીથી બનેલા છે.

દહીં એક એવી વસ્તુ છે કે જે વાળની ક્વૉલિટીને સુધારવાનાં કામે આવે છે. તેમાં ઢગલોબંધ પ્રોટીન હોય છે કે જે વાળ માટે અત્યંત જરૂરી છે.

દહીંમાં હાજર પ્રોટીનથી આપનાં વાળ તો મજબૂત થશે, સાથે જ ડૅંડ્રફથી પણ મુક્તિ મળશે. તેમાં એંટી-બૅક્ટીરિયલ ગુણો હોય છે કે જેનાથી માથાના ખંજવાળ બંધ થઈ જાય છે.

જો આપનાં વાળ રુક્ષ કે ડ્રાય છે, તો આપ તેને દહીં લગાવી કોમળ બનાવી શકો છો. દહીંમાં મોજૂદ લૅક્ટિક એસિડ વાળમાં ભેજ છોડે છે.

દહીં અને લિંબુ

દહીં અને લિંબુ

એક વાટકીમાં 2 ચમચી દહીં, મધનાં થોડાક ટીપાં અને લિંબુનો રસ મેળવો. તમામ સામગ્રીઓ મિક્સ કરો અને પેસ્ટ બનાવો. આ પૅક વાળના મૂળમાં લગાવો અને અડધો કલાક બાદ માથુ ધોઈ લો. તેનાથી વાળ સ્મૂધ થશે.

ડૅંડ્રફ ભગાડવા માટે

ડૅંડ્રફ ભગાડવા માટે

એક વાટકીમાં 3 ટી સ્પૂન દહીં અને 5 ટી સ્પૂન પાવડર તેમજ 2 ચમચી ડુંગળીનો રસ મેળવો. તેને માથા પર લગાવો અને 1 કલાક બાદ માથું ધોઈ લો. આવુ સપ્તાહમાં 2 વાર કરો, જ્યાં સુધી કે માથાની ખંજવાળ બંધ ન થઈ જાય.

હૅર ફૉલ રોકવા માટે

હૅર ફૉલ રોકવા માટે

મુટ્ઠી ભર મહેંદીના પાન લો અને તેને મુઠ્ઠી ભર તજ પાન સાથે મિક્સ કરી વાટી લો. પછી તેનું 3 ચમચી પાવડર લો. તેમાં 3 ચમચી દહીં મેળવો. તેને માથા પર અને વાળમાં લગાવો. 45 મિનિટ માટે છોડી દો. પછી તેને કોઈ હળવા શૅમ્પૂ વડે ધોઈ લો. તેનાથી આપનાં વાળ ઉતરવા ઓછા થશે.

વાળમાં શાઇન લાવવા માટે

વાળમાં શાઇન લાવવા માટે

એક વાટકીમાં અડધો કપ દહીં અને 2 ચમચી આંબળા પાવડર મેળવો. પછી તેમાં 1 ચમચી મેથી પાવડર અને 1 ચમચી તજ પાનનું પેસ્ટ નાંખો. તેમાં પાણી નાંખી પેસ્ટ તૈયાર કરો અને ભીના વાળ પર લગાવો. આ પેસ્ટ 20 મિનિટ સુધી વાળમાં રાખ્યા બાદ હળવા ગરમ પાણીથી માથુ ધોઈ લો.

English summary
Curd is a perfect tonic for improving the quality of hair. Yogurt is rich in vitamin B5 and proteins that are beneficial for hair. The protein content in curd helps to moisturize hair and get rid of dandruff.
Story first published: Friday, October 6, 2017, 11:45 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more
X