For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો કેવી રીતે આપ વાળને ડૅમેડ થતા બચાવી શકો છો

By Super Admin
|

વાળ ઘણા કારણોથી ખરાબ થઈ જાય છે. પછી ભલે તે હીટ સ્ટાઇલિંગનાં કારણે હોય કે વાળની યોગ્ય સંભાળ ન રાખવાનાં કારણે હોય. તો જો આપનાં વાલ ડૅમેજ્ડ છે, તો અહીં અમે આપને કેટાક ઉપાયો જણાવી રહ્યાં છીએ. આ ડૅમેજ મોટાભાગનાં વાલનાં છેડા પર દેખાય છે, કારણ કે સ્કૅલ્પમાંથી નિકળતું તેલ વાળનાં છેડા સુધી પહોંચી નથી શકતું. આ જ કારણ છે કે વાળનાં છેડા પર વધુ શૅમ્પૂ ન લગાવવું જોઇએ, કારણ કે તે અગાઉથી જ બહુ શુષ્ક હોય છો. તો અહીં અમે આપને કેટલાક ઉપાયો જણાવી રહ્યાં છીએ કે જેથી આપ પોતાનાં વાળને વધુ ખરાબ થતા બચાવી શકો.

tips for damaged hair

1. કંડીશનિંગ : જ્યારે આપ પોતાનાં વાળને કંડીશન કરો છો, તો ધ્યાન રાખો કે આપ પોતાનાં વાળનાં છેડાઓ પર વધુ ધ્યાન આપો. જો આપ પોતાનાં વાળને સમ્પૂર્ણ લંબાઈમાં કંડીશન કરો છો, તે આપનાં વાળ ચિપચિપા અને ભારે થઈ શકે છે. વાળને ડૅમેડથી બચાવવા માટે શૅમ્પૂ કર્યા બાદ કંડીશનિંગ બહુ જરૂરી છે.

2. શૅમ્પૂ : શૅમ્પૂ કરતા પહેલા પોતાનાં વાળને કાંસ્કાથી ઓળી લો કે જેથી વાળમાં કોઈ ગાંઠ ન રહે અને જ્યારે પણ શૅમ્પૂ કરો, ત્યારે માથા પર ઉપરની તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરો, છેડાઓ તરફ નહીં.

3. ટ્રિમ : વાળનાં ડૅમેજ્ડ અને મૃત છેડાઓને કાઢવા માટે તેમને નિયમિત સમાયંતરે ટ્રિમ કરાવો. વાળ બહુ વધારે ડૅમેજ થતા વાળની વૃદ્ધિ થંભી જાય છે.

4. હૉટ ઑયલ મસાજ : જો આપનાં વાળ ડૅમેજ્ડ છે, તો આ સૌથી આસાન ઉપાય છે. પોતાની પસંદગીનાં તેલ જેમ કે નારિયેળનું તેલ કે બદામનું તેલ લો અને તેને ગરમ કરી તે તેલથી માથાની ત્વચાની માલિશ કરો. તેનાથી સ્કૅલ્પમાં બ્લડ સર્ક્યુલેશન (રક્ત પરિસંચરણ) વધે છે અને તેનાથી વાળ સ્વસ્થ તેમજ ચમકદારબને છે અને વાળનોવિકાસ પણ થાય છે.

5. ઘરે જ હૅર સ્પા કરો : ઘરે જ હૅર સ્પા કરો. તેનાથી આપનો સમય અને પૈસા બંને પચશે તથા આપનાં વાળ બહુ જલ્દીથી સારા દેખાવા લાગશે.

English summary
Here are some tips for you if you have damaged hair
Story first published: Saturday, March 25, 2017, 11:20 [IST]
X
Desktop Bottom Promotion