For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કુદરતી વસ્તુઓથી ઘરે જ બનાવો સિંપલ હૅર પૅક

By Lekhaka
|

સુંદર વાળ પામવા સૌ કોઈનું સપનું હોય છે, પરંતુ ધૂળ-માટી, પ્રદૂષણ અને ખરાબ ભોજનનાં સેવનથી આપણા વાળ અકાળે સફેદ થતા જઈ રહ્યા છે અને તેમનું શાઇન ક્યાંક ખોવાતી જતી હોય, તેવું લાગે છે. જો આપના વાળ શુષ્ક, બેજાન અને ખરાબ દેખાવા લાગ્યા છે, તો ઘરે જ તેનો ઇલાજ શક્ય છે.

આપ સૅલુનમાં ગયા વગર જ ઘરે જ ખૂબ જ સામાન્ય સામગ્રીઓ વડે પોતાનાં માટે હૅર પૅક બનાવી શકો છો. સસ્તા હૅર પૅક્સ આપનાં વાળમાં ઝડપથી પ્રાણ ફૂંકી દેશે કે જેનાથી આપનાં વાળમાં શાઇન તો આવશે જ, સાથે જ તે મજબૂત પણ બનશે.

એક વાતનું ધ્યાન કાયમ રાખવું જોઇ કે સામગ્રીઓનું પ્રમાણ બિલ્કુલ પણ વધારે કે ઓછું ન હોવું જોઇએ. જો આપને લાગે છે કે કોઈ ખાસ સામગ્રીનાં પ્રયોગથી આપનાં વાળ તૂટી રહ્યા છે, તો તેને પોતાનાં હૅર પૅકમાં ન નાંખો. હવે આવો જાણીએ કે વાળ માટે કેવી રીતે બનાવશો સિંપલ હૅર પૅક.

hair spa at home with natural ingredients

ઑલિવ ઑયલ મસાજ
પોતાનાં માથાની 15 મિનિટ સુધી ઑલિવ ઑયલથી મસાજ કરો. પછી એક તુવાલને ગરમ પાણીમાં પલાડો અને તેને વાળમાં 10 મિનિટ માટે લપેટી લો. પછી વાળને હળવા શૅમ્પૂથી ધોઈ નાંખો. આવું દર અઠવાડિયે કરો અને વાળને મજબૂતી પ્રદાન કરો.

અવાકાડો કંડીશનિંગ મૉસ્ક
હૅર મૉસ્ક બનાવવા માટે બે અવાકાડો લઈ તેનાં પલ્પને નિકાળો. પછી તેમાં 1 ચમચી મધ મિક્સ કરો. આ પેસ્ટથી માથાની મસાજ કરો અને 20 મિનિટ બાદ માથું શૅમ્પૂ વડે ધોઈ લો. આપનાં વાળ સ્વસ્થ અને ચમકદાર બની જશે.

બનાના મૉસ્ક
પાકેલા કેળામાં પ્રાકૃતિક તેલ, વિટામિન્સ તથા પોટેશિયમ હોય છે. આ તમામ વાળને સ્વસ્થ બનાવવાનું કાર્ય કરે છે. એક વાટકીમાં એક કેળાને મસળી લો, પછી તેમાં ઑલિવ ઑયલ અને 1 ઇંડુ મિક્સ કરો. તેને વાળમાં લગાવો અને 20 મિનિટ બાદ હળવા શૅમ્પૂથી ધોઈ નાંખો.

ઇંડુ
ઇંડા અને નારિયેળ તેલનું મૉસ્ક તૈયાર કરો. તેને વાળમાં ઊપરથી નીચે સુધી લગાવો અને 30 મિનિટ બાદ તેને માઇલ્ડ શૅમ્પૂથી ધોઈ લો.

મિલ્ક એંડ હની મૉસ્ક
અડધું કપ દૂધ અને તેમાં 2 ચમચી મધ મિક્સ કરો. તેને વાળમાં લગાવો અ 20 મિનિટ બાદ હુંફાળા પાણી તેમજ શૅમ્પૂથી વાળને દોઈ લો. આપનાં વાળમાં શાઇન આવી જશે.

સ્ટ્રૉબેરી મૉસ્ક
એક કપ મસળેલી સ્ટ્રૉબેરીમાં બે ચમચી ઑલિવ ઑયલ તથા 1 ઇંડાનો પીળો ભાગ મિક્સ કરો. પછી તેને 15 મિનિટ સુધી રાખી મૂક્યા બાદ શૅમ્પૂથી ધોઈ લો.

English summary
Here are the best ways to make hair spa at home using natural ingredients. Use these natural ingredients for hair growth as these are the best for hair treatment.
Story first published: Monday, November 21, 2016, 10:19 [IST]
X
Desktop Bottom Promotion