Just In
- 599 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 608 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1338 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1341 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
એક્સપર્ટ પાસેથી જાણો, પ્યૂબિક એરિયામાં લેઝર હૅર રિમૂવલ વિશે બધુ
લેઝર હૅર રિમૂવલથી આપનાં વણઇચ્છેલા વાળ દર્દ વગર કાયમને માટે નિકળી જાય છે અને આપે બ્રાઝીલિયન વૅક્સનો દુઃખાવો પણ સહન નથી કરવો પડતો.
પ્યૂબિક એરિયા એટલે કે જનનાંગ પર વાળને લેઝર વિધિથી હટાવવા. આ વિધિ આજકાલ ખૂબ પ્રચલિત છે અને તેને ખૂબ અસરકારક પણ ગણાય છે.
આખરે આ વિધિથી આપનાં વણઇચ્છેલા વાળ વગર દર્દે કાયમ-કાયમ માટે નિકળી જાય છે અને આપને બ્રાઝીલિયન વૅક્સનો દુઃખાવો પણ સહન નથી કરવો પડતો.
પરંતુ શું આ વિધિ સાચે જ સલામત અને અસરકારક છે ? આ અંગે તબીબોના જુદા-જુદા મત છે. જોકે ગ્લૅમર વર્લ્ડનાં લોકો માટે આ બહુ જ સારી વિધિ છે.
સેલિબ્રિટી ડર્મેટોલૉજિસ્ટ આ અંગે સમગ્ર વિધિનું વર્ણન કરે છે કે જે નીચે મુજબ છે :

આ કેવી રીતે કરવામાં આવે છે ?
સૌપ્રથમ તે એરિયામાં શેવિંગ થાય છે, પછી તે જગ્યાએ જેલ લગાવવામાં આવે છે અને સર્ક્યુલર મોશનમાં લેઝરને નાંખવામાં આવે છે. સામાન્ય રીતે 7થી 8 સેશન કરવામાં આવે છે કે જેથી તે જગ્યાનાં 70થી 95 ટકા વાળ હટી જાય કે જેમાંથી અલ્ટ્રા-એડવાંસ લેઝર જેમ કે ટ્રિયો અલ્ટીમાં પણ આપવામાં આવે છે કે જેમાં એક મશીનમાંથી ત્રણ તરંગદૈર્ઘ્ય નિકળે છે. જે લેઝરમાં ડાયોડ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યાં 14 સેશન સુધી કરવાની જરૂર પડી શકે છે.

પ્યૂબિક એરિયાનાં વાળને સમ્પૂર્ણપણે હટાવવા માટે કેટલા સેશનની જરૂર પડે છે ?
લેઝર હૅરરિમૂવલમાંઘણા બધા સેશન કરવા પડે છે કે જેથી વાળોની વૃદ્ધિને રોકી શકાય. આ દરમિયાન વાળની વૃદ્ધિ પર અંકુશ મૂકી દેવામાં આવે છે. જ્યારે લેઝર આપવામાં આવે છે, ત્યારે તે પછી માત્ર 30 ટકા વાળ જ ગ્રોથ કરી શકવાની સ્થિતિમાં હોય છે. અંતે ટચઅપ સેશન કરવામાં આવે છે કે જે તમામ સેશન પૂર્ણ થયાનાં એક વર્ષ બાદ કરવામાં આવે છે.

પ્યૂબિક હૅરને કાઢવા અન્ય જગ્યાનાં વાળને કાઢવા કરતા વધુ મુશ્કેલ કેમ હોય છે ?
કારણ કે પ્યૂબિક એરિયા ખૂબ જ નાજુક હોય છે અને અહીંખૂબ સાવચેતી વરતવાની હોય છે. એવામાં વૅક્સથી ત્યાં ઈજા પહોંચી શકે છે અથવા દુઃખાવો થઈ શકે છે. લેઝરમાં એવી સમસ્યા નથી થતી. આ એક દુઃખાવા રહિત પ્રક્રિયા છે કે જે સરળતાથી વાળને કાયમ માટે કાઢી મૂકે છે. તેનો ઉપયોગ કરતા પહેલા નમ્બિંગ ક્રીમને પણ લગાવી દેવામાં આવે છે અથવા કૂલિંગ ઍર આપવામાં આવે છે કે જેથી વ્યક્તિ અનકમ્ફર્ટેબલ ન થાય.

તેમાં કેટલો ખર્ચ આવે છે ?
આ વાત લેઝરની પડતર પર અવલમ્બે છે. ભારતમાં તેની શરુઆત 9000 રુપિયાથી થાય છે. એમ તો આ મોટાભાગનાં પૅકેજમાં કરવામાં આવે છે.

પ્રક્રિયામાં કેટલો સમય લાગે છે અને કેટલું ફૉલો-અપ કરવાનું હોય છે ?
આ પ્રક્રિયામાં ટૉપિકલ એનેસ્થિસિયા આપવાથી લઈ બાકીનું કામ થવામાં 45 મિનિટથી એક કલાકનો સમય લાગે છે. દર 4થી 8 અઠવાડિયામાં ફૉલો-અપ માટે આવવું પડે છે.

નવા વાળ ઉગવામાં કેટલો સમય લાગે છે ?
એમ તો 4થી 8 અઠવાડિયાનું સેશન હોય છે, પરંતુ આ વાળનાં ઉગવા પર નિર્ભર કરે છે. ઘણી વાર આ ગાળો વધી પણ જાયે છે અને ઘણી વાર ઘટી જાય છે. જે લોકોને ઓછું ગ્રોથ થાય છે, તેમના માટે 10થી 12 અઠવાડિયાનાં સમયગાળાનું સેશન હોય છે.

શુંઆ પ્રક્રિયામાં દુઃખાવો થાય છે ?
આ પ્રક્રિયમાં દુઃખાવો નથી થતો કે નથી તેનાથી આપનાં શરીરને કોઈ નુકસાન પહોંચતું. આ લેઝર વાળના મૂળને સમાપ્ત કરી દે છે અને ત્યાંથી કાયમી રીતે તે મૂળ મરીજાય છે. તેથી તેને કાયમી સારવાર ગણવામાં આવે છે.

કઈ સાવચેતી વરતવી જોઇએ ?
આ પ્રક્રિયા કરાવ્યા બાદ વ્યક્તિને થોડાક દિવસો સુધી હળવું ટૉપિકલ સ્ટિરૉઇડ આપવામાં આવે છે અને તે સ્થાને લગાવવા માટે ખાસ ક્રીમ આપવામાં આવે છે.

કેમ બિકિની વૅક્સીન વધુ શ્રેષ્ઠ છે ? મહિલાઓ માટે શું સૌથી યોગ્ય છે
બિકિની વૅક્સીનથી ઘણી શ્રેષ્ઠ લેઝર ટેક્નિક છે. વૅક્સ કે શેવ કરવાથી વાળ જલ્દી નિકળીજાય છે અને તે અગાઉ કરતાં ઘણા કડક પણ થઈ જાયછે. સાથે જ કટલાગવાઆદિનો ભય પણ રહે છે. લેઝર ટેક્નિકમાં આવી કોઈ ઝંઝટ નથી. તેનાથી વાળ દુઃખાવા વગર આસાનીથી મૂળમાંથી નિકળી જાય છે.