Just In
- 345 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 354 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1084 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1087 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
બી ઍલર્ટ..!! આપ દરરોજ અંબોડો બાંધો છો ? તો થઈ શકો છો ટકલા !
શું આપ ઘરે કામ કરતા પરેશાન થઈ જાઓ છો અને એટલા માટે વાળને દિવસમાં કડક રબર બૅંડથી બાંધી રાખો છો ? ઑફિસમાં દિવસ ભર કામ કરી થાકીને આપ વાળનો અંબોડો બનાવી રાખો છો. આપની આ ટેવો આપનાં વાળ માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
હા જી, એક રિસર્ચમાં સામે આવ્યું છે કે વાળને બહુ વાર સુધી ટાઇટ અંબોડો બાંધી રાખવાનાં કારણે હૅરફૉલની સમસ્યામાં વધારો થયો છે. આ કારણે છોકરીઓ જલ્દીથી હૅરફૉનો ભોગ બને છે. આવો જાણીએ આ વિશે :
ટ્રૅક્શન એલોપિશિયા
આ પરિસ્થિતિને ટ્રૅક્શન એલોપિશિયા કહેવામાં આવે છે અને આ સામાન્ય રીતે વાળ ખેંચાવાનાં કારણે થાય છે કે જે મૂળને નુકસાન પહોંચાડે છે. જિમ્નાસ્ટ, તૈરાક અને બૅલે કલાકારો (ballerinas)ને આ સમસ્યાનો બહુ અનુભવ થયો છે, કારણ કે મોટાભાગે તેમણે પોતાનાં વાળને બહુ ટાઇટ કરી બાંધી રાખવા પડે છે. સ્ટડીઝમાં પણ આ સંકેત કરવામાં આવ્યો છે કે શીખ પુરુષોને પણ મોટાભાગે વાળ સતત બાંધવા અને પાઘડી પહેરવાથી ટ્રૅક્શન એલોપિશિયાની સમસ્યા થાય છે.
ફૉલિકલને પહોંચે છે નુકસાન
બ્યુટી એક્સપર્ટ્સનાં જણાવ્યા મુજબ જ્યારે આપ ઇલાસ્ટિકની મદદથી પોતાનાં વાળ બાંધો છો, ત્યારે વાળ તુટવા-ફુટવા લાગી શકે છે. જ્યારે આપ સતત પોતાનાં વાળને બાંધી રાખો છો, તો તાણથી વાળનાં કૂપ કે ફૉલિકલને નુકસાન પહોંચે છે અને આપનાં વાળ અંતે ખરી પડે છે.
આ ટિપ્સથી આપ પોતાનાં વાળને તુટવાથી બચાવી શકો છો :
- તુટતા રોકવા માટે પોતાની ચોટી બાંધવા માટે એવી વસ્તુઓનો ઉપયોગ કરો કે જેમાં કોઈ પ્રકારનાં ધાતુનો ઉપયોગ ન કરવામાં આવ્યો હોય. પોતાનાં વાળ બાંધવા માટે સ્કાર્ફનો ઉપયોગ કરવો સૌથી સલામત રીત હોઈ શકે છે.
- જો આપે પોતાના વાળ બાંધવા માટે કોઇક વસ્તુનો ઉપયોગ કરવો જ હોય, તો તેને બહુ ટાઇટ ન બાંધો. તેની જગ્યાએ આપ પોતાનાં વાળ વાળીને એક ઢીલો અંબોડો બનાવી શકો છો અને તેને ખુલવાથી બચાવવા માટે એક ક્લિપ લગાવી શકો છો.
- જ્યારે આપનાં વાળ ભીના હોય, તો તેમને બાંધવાથી બચો. ભીના વાળમાં ઇલાસ્ટિક બૅંડ લગાવવાથી આપનાં વાળ તુટી શકે છે.
- ઇલાસ્ટિકથી પોતાનાં વાળને સુરક્ષિત રાખવા માટે થોડુંક હૅર સિરમ લગાવી શકો છો અને તેમને તુટવાથી રોકવા માટે આપ એક ઊંચી પોનીટેલ બનાવી શકો છો.
- કોશિશ કરો કે આપ પોતાનાં વાળને ખુલ્લા રાખો, ખાસ કરીને સૂતી વખતે કે જેથી ઓશિકા પર માતુ ફેરવતા આપનાં વાળને ઘર્ષણ ન થાય અને તેઓ તુટવાથી બચી જાય.