For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો, વાળ માટે કાળુ જીરૂં કઈ રીતે ફાયદાકારક છે ?

કાળુ જીરૂંને કલૌંજી પણ કહેવામાં આવે છે. તેને વાળમાં લગાવવાનાં છે ઘણા ફાયદાઓ. આવો જાણીએ તેના વિશે

By Super Admin
|

કાળુ જીરૂંને કલૌંજી પણ કહેવામાં આવે છે. તેને વાળમાં લગાવવાનાં છે ઘણા ફાયદાઓ. આવો જાણીએ તેના વિશે :

કાળુ જીરૂંને કલૌંજી કે નિજેલા સેટિવા પણ કહેવામાં આવે છે. કાળુ જીરૂંનાં ઔષધીય ગુણોનાં કારણે તે વાળ અને ત્વચા માટે ઘણી રીતે ફાયદાકારક છે.

કાળુ જીરૂં માત્ર ઔષધીય ગુણોનાં કારણે જ જાણીતું નથી, પણ ત્વચા અને વાળ નિષ્ણાતો મુજબ તે વાળ માટે ખૂબ ફાયદાકારક છે. શું આપ જાણો છો કે વાળ માટે કાળુ જીરૂંનો ઉપયોગ કઈ રીતે કરી શકાય છે ? જાણવા માટે આગળ વાંચો.

કાળુ જીરૂં મહિલાઓ અને પુરુષોમાં વાળ ઉતરવા અને વાળ સફેદ થવાની સમસ્યાના ઉકેલમાં સહાયક હોય છે. આ ઉપરાંત તે માથાની ત્વચાને ઠંડી અને ખંજવાળ મુક્ત રાખે છે.

ખેર, અહીં અમે આપને કાળુ જીરૂંથી વાળને થતા લાભો અને તેના ઉપયોગની રીતો બતાવી રહ્યાં છીએ.

1. ડૅંડ્રફનાં ઉપચાર માટે

1. ડૅંડ્રફનાં ઉપચાર માટે

કાળું જીરૂંનાં તેલમાં એંટી-વાયરલ અને એંટી-માઇક્રોબિયલ ગુણો હોય છે કે જે સ્કૅલ્પ પર આવતા ડૅંડ્રફનાં ઉપચારમાં સહાયક હોય છે. ડૅંડ્રફની સમસ્યા મહિલાઓ અને પુરુષોમાં ઊભી થતી સામાન્ય સમસ્યા છે કે જે ક્યારેક-ક્યારેક ગંભીર સમસ્યા બની જાય છે. ખેર, જો આપ ડૅંડ્રફથી બહુ વધારે પરેશાન છો, તો કાળુ જીરૂં આ સમસ્યાનું સમાધાન કરી શકે છે.

કાળુ જીરૂંનું તેલ લો અને તેને થોડીક વાર ગરમ કરો. હવે તેમાં એક ચમચી નારિયેળ તેલ મેળવો અને માથાની ત્વચા પર તેનાથી માલિશ કરો. તેને આખી રાત લાગેલું રહેવા દો અને પછી સવારે હુંફાળા પાણીથી ધોઈ નાંખો.

2. વાળ ઉતરવાનાં ઉપચારમાં સહાયક

2. વાળ ઉતરવાનાં ઉપચારમાં સહાયક

ક્યારેક-ક્યારેક ઉંમર, હૉર્મોન્સની સમસ્યા, આરોગ્યપ્રદ આહાર ન લેવા અને સ્વચ્છતા ન રાખવા જેવા કારણોથી વાળ ઉતરવા લાગે છે. વાળ ઉતરવાની સમસ્યાના ઉકેલમાં કાળુ જીરૂં ઉપયોગી છે.

બે ચમચી કાળુ જીરૂં લો અને તેમાં એક ચમચી ઑલિવ ઑયલ, એક ચમચી નારિયેળનું તેલ એક ચમચી કૅસ્ટર ઑયલ મેળવો. તમામ વસ્તુઓને સારી રીતે મેળવો અને થોડીક વાર ગરમ કરો. હવે આ મિશ્રણથી માથાની ત્વચાની માલિશ કરો તથા માથા પર ગરમ પાણીમાં પલાળેલું ટુવાલ લપેટી લો કે જેથી તેનો વધુમાં વધુ ફાયદો મળી શકે. તે પછી સૅમ્પૂ અને કંડીશનરથી વાળ ધોઈ નાંખો.

3. વાળનાં વિકાસમાં સહાયક

3. વાળનાં વિકાસમાં સહાયક

કાળુ જીરૂં વાળની વૃદ્ધિમાં સહાયક છે. જો આપ પોતાનાં વાળના મૂળ મજબૂત કરવા માંગતા હોવ અને વાળને વધારવા માંગતા હોવ, તો આપે કાળુ જીરૂંનાં પેસ્ટનો ઉપયોગ કરવો જોઇએ.

ત્રણથી ચાર કાળુ જીરૂં લો અને તેને એક કલાક સુધી પાણીમાં પલાડી રાખો. હવે તેને વાટીને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટમાં બે ચમચી મધ અને એક ચમચી દહીં મેળવો. તમામ વસ્તુઓને સારી રીતે મેળવો. આ પેસ્ટને માથાની ત્વચા પર લગાવો અને પછી પાણીથી ધોઈ નાંખો.

4. માથાની ત્વચાની ખંજવાળનાં ઉપચારમાં સહાયક

4. માથાની ત્વચાની ખંજવાળનાં ઉપચારમાં સહાયક

માથાની ત્વચા ગંદી થવાનાં કારણે ખંજવાળ અને ઇન્ફેક્શન (ચેપ) જેવી સમસ્યાઓ ઊભી થાય છે. આ ઉપરાંત માથા પર બહુ વધુ પ્રમાણમાં કેમિકલ્સનો ઉપયોગ કરવાનાં કારણે પણ આ સમસ્યા પેદા થાય છો. તો જો આપ માથાની ત્વચાની ખંજવાળથી પરેશાન છો, તો આપ કાળુ જીરૂંનો ઉપયોગ કરી શકો છો. થોડુંક કાળુ જીરૂં લો અને તેને વાટીને પેસ્ટ બનાવો. હવે તમાં એક ચમચી એલોવેરા જૅલ, એક ચમચી ઑલિવ ઑયલ અને 1/2 ચમચી હળદર મેળવો તથા આ મિશ્રણને માથાની ત્વચા પર લગાવો. 30 મિનિટ બાદ તેને ધોઈ નાંખો. કાળુ જીરૂંથી બનેલા આ મૉસ્કનાં ઉપયોગથી માથાની ત્વચાની ખંજવાળમાં આરામ મળે છે.

5. વાળને ઘટ્ટ બનાવે છે

5. વાળને ઘટ્ટ બનાવે છે

કાળુ જીરૂં માત્ર વાળ ઉતરતા નથી રોકતું, પણ તે વાળને ઘટ્ટ અને ગાઢ પણ બનાવે છે. કાળુ જીરૂંનાં કેટલાક દાણા લો અને તેમને એક ગ્લાસ પાણીમાં 10 મિનિટ સુધી ઉકાળો. તે પછી ગૅસ બંધ કરી દો. પાણીને ઠંડુ થવા દો અને તેમાં બે ચમચી લિંબુનો રસ મેળવો. બંને વસ્તુઓને સારી રીતે મેળવો અને વાળ ધોયા બાદ આ પાણીને વાળ પર નાંખો. તેનાંથી વાળ વધે છે અને ગાઢ તેમજ કોમળ થાય છે. આ ઉપચારને અઠવાડિયામાં બે વખત અપનાવો.

સાવધાન ! માથાની ત્વચા પર કાળુ જીરૂંનો ઉપયોગ કરતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન

સાવધાન ! માથાની ત્વચા પર કાળુ જીરૂંનો ઉપયોગ કરતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન

આપે આવશ્યકતાથી વધુ કાળુ જીરૂંનો ઉપયોગ નહીં કરવો જોઇએ, કારણ કે તેનાથી માથાની ત્વચાની ખંજવાળની સમસ્યા ઊભી થઈ શકે છે. વધુ સલામતી માટે કાળુ જીરૂંનાં તેમલાં નારિયેળ તેલ કે ઑલિવ ઑયલ મેળવો.

મોટાભાગનાં લોકોને કાળુ જીરૂંનાં તેલની એલર્જી હોય છે. માટે આપે તેનો ઉપયોગ કરતા પહેલા પૅચ ટેસ્ટ કરી લેવો જોઇએ. તેના કેટલાક ટીપાઓ માથાની ત્વચા પર લગાવો અને જુઓ કે ક્યાંક માથાની ત્વચા પર બળતરા તો નથી થઈ રહી. તેના કેટલાક ટીપાઓ લગાવીને જુઓ કે બળતરા તો નથી થઈ રહી.

આપે કાળુ જીરૂંનાં તેલનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરવો જોઇએ, કારણ કે ત્વચા પર તેનો ઉપયોગ કરવાથી ક્યારેક-ક્યારેક ખીલની સમસ્યા થઈ જાય છે. સારૂં રહેશે કે આપ કૉટન બૉલની મદદથી કાળુ જીરૂંનું તેલ લગાવો.

English summary
Kalonji seeds or nigella seeds have several hair care benefits. Read to know more on how to use them on hair.
Story first published: Saturday, June 3, 2017, 11:26 [IST]
X
Desktop Bottom Promotion