બજારનાં સાબુ છોડો અને ઘરે જ બનાવો શૉવર જૅલી

Posted By: Lekhaka
Subscribe to Boldsky

સાબુ સ્કિન માટે હાનિકારક હોય છે. તેમાં સિંથેટિક ડૅરિવેટિવ, કૃત્રિમ ખુશ્બુ અને કેમિકલ્સ હોય છે કે જે ફાયદા પહોંચાડવાનાં સ્થાને નુકસાન પહોંચાડે છે.

સાબુ સારા અને ખરાબ બંને બૅક્ટીરિયાને નષ્ટ કરી દે છે. સારા બૅક્ટીરિયા આપનાં માટે સંરક્ષણ કવચની જેમ કાર્ય કરે છે તથા તેમનાં સમાપ્ત થઈ જતાં આપ શરદી તથા અન્ય ચેપી રોગોનાં સંપર્કમાં આવી શકો છો.

સાબુ ત્વચાનાં પી. એચ. સંતુલનને બગાડી દે છે કે જેનાથી ત્વચા શુષ્ક, પડદાર થઈ જાય છે. આ બધી બાબતોમાંથી બચવા માટે અહીં એક શૉવર જૅલી બનાવવાની વિધિ જણાવવામાં આવી રહી છે કે જે નૉન-ટૉક્સિક છે, બનાવવામાં આસાન છે અને ખૂબ જ સોંઘી છે.

બજારનાં સાબુ છોડો અને ઘરે જ બનાવો શૉવર જૅલી

ઘરે જ શૉવર જૅલી કેવી રીતે બનાવશો ? ચાલો જાણીએ :

* 2 નાના પૅકેટ જિલેટિન પાવડર

* 1/2 કપ બૉડી વૉશ

* 3/4 કપ ગરમ પાણી

* 1/2 ટી સ્પૂન ગ્લિસરીન

* 2 ટીપા ખાવાનો રંગ (આપની પસંદગી મુજબનો)

* 20 ટીપા એસેંશિયલ ઑયલ (આપની પસંગદી મુજબનું)

* 1 ટી સ્પૂન સી સૉલ્ટ

આને કેવી રીતે બનાવશો ?

બજારનાં સાબુ છોડો અને ઘરે જ બનાવો શૉવર જૅલી

સ્ટેપ 1
એક વાટકી લો તથા પૅકેટ કાપીને તેમાં જિલેટિન પાવડર નાંખો. તેને ત્યાં સુધી હલાવો કે જ્યાં સુધી જેલેટિન ભળી ન જાય તથા કોઈ ફીણ ન થાય.

બજારનાં સાબુ છોડો અને ઘરે જ બનાવો શૉવર જૅલી

સ્ટેપ 2
આ મિશ્રણમાં લિક્વિડ બૉડી વૉશ તથા ગ્લિસરીન મેળવો. આ મિશ્રણને ત્યાં સુધી હલાવો કે જ્યાં સુધી તમામ પદાર્થો સારી રીતે ભળી ન જાય.

બજારનાં સાબુ છોડો અને ઘરે જ બનાવો શૉવર જૅલી

સ્ટેપ 3
આ મિશ્રણમાં ફૂડ કલર (ખાવાનો રંગ) તથા એસેંશિયલ ઑયલ મેળવો. તેને ત્યાં સુધી હલાવતા રહો કે જયાં સુધી લિક્વિડનો રંગ ટ્રાંસલ્યુસેંટથી ઘેરો રંગ (જે રંગ આપે મેળવ્યો છે)નો ન થઈ જાય.

બજારનાં સાબુ છોડો અને ઘરે જ બનાવો શૉવર જૅલી

સ્ટેપ 4
આ ઘોળમાં મીઠું મેળવો. તેને ધીમે-ધીમે હલાવતા રહો કે જ્યાં સુધી મીઠું ભળી ન જાય.

બજારનાં સાબુ છોડો અને ઘરે જ બનાવો શૉવર જૅલી

સ્ટેપ 5
આ મિશ્રણને મોલ્ડમાં નાંખી ત્રણ કલાક સુધી ફ્રીઝરમાં રાખો.

બજારનાં સાબુ છોડો અને ઘરે જ બનાવો શૉવર જૅલી

સ્ટેપ 6
મોલ્ડને ફ્રીઝરમાંથી કાઢો. આપની શૉવર જૅલી ઉપયોગ માટે તૈયાર છે.

English summary
Listed in this article is a homemade shower jelly recipe. Make cool shower jellies at home with this simple recipe.
Story first published: Friday, December 9, 2016, 13:00 [IST]