Just In
- 587 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 595 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1326 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1328 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
વાળ ઉતરવાનું થશે 100 ટકા ઓછું, જો કરશો જામફળનો પ્રયોગ
જામફળ વાળ માટે બહુ સારૂ ગણાય છે. આપ તેનાથી ઘણા બધા ફાયદા ઉઠાવી શકો છો. જો આપનાં વાળ ઘણા સમયથી ઉતરી રહ્યા છે,તો પણ જામફળનાં પાંદડાનો પ્રયોગ કરી તેને ઉતરતા બચાવી શકાય છે.
જામફળમાં ભારે પ્રમાણમાં વિટામિન બી3, બી5 અને બી6 હોય છે કે જે ક્ષતિગ્રસ્ત વાળનાં ટિશ્યુ સાજા કરે છે. માથાની ટાલની સફાઈ કરે છે અને વાળ ઉતરતા રોકે છે.
જામફળનાં પાંદડામાં 9 ટકા પોટેશિયમ, 2 ટકા ઝિંક અને 2 ટકાથી વધુ પ્રોટીન હોય છે કે જેનાથી માથામાં ખંજવાળ નથી આવતી, ડૅંડ્રફ નથી થતાં અને વાળ કોમળ તેમજ મજબૂત બને છે.
ઘણી રિસર્ચ બાદ અમે સરળ અને કારગત નુસ્ખાઓ તારવ્યા છે કે જેનાથી આપને ખબર પડશે કે જામફળનો ઉપયોગ વાળને મોટા કરવામાં કેવી રીતે કરી શકાય છે.

જામફળનાં પાન
મુટ્ઠી ભર જામફળનાં પાનને એક કપ પાણીમાં ઉકાળી લો. તેને આંચ પર 10થી 15 મિનિટ સુધી ઉકળવા દો. હવે ગૅસ બંધ કરી દો અને તેને રૂમનાં તાપમાને ઠંડુ થવા દો. આ મિશ્રણને ગાળીને પોતાના માથા અને વાળમાં સારી રીતે લગાવી લો. એક કલાક સુધી તેને વાળમાં રહેવા દો અને પછી ધોઈ નાંખો.

જામફળ+મધ+લિંબુનો રસ
એક પાકેલુ જામફળ લો અને તેને હાથો વડે ત્યાં સુધી કચડી લો કે જ્યાં સુધી તે પલ્પ ન બની જાય. તેમાં એક મોટી ચમચી મધ અને લિંબુનાં રસનાં 10 ટીપા નાંખો. તેમને સારી રીતે મેળવી લો. વાળને ભીના કરો અને વાળને નાના-નાના ભાગોમાં વહેંચી દો. આ હર્બલ જામફળનાં મૉસ્કને લાંબા વાળ માટે ઉપયોગ કરો. તેને 40 મિનિટ સુધી વાળમાં લાગેલું રહેવા દો. પછી વાળ શૅમ્પૂ વડે ધોઈ નાંખો અને પછી કંડીશનર લગાવો.

નાળિયેર તેલ+વિટામિન ઈ+જામફળ
અડધા કપ નાળિયર તેને ધીમી આંચ પર ઉકાળો. વિટામિન ઈ જૅલનાં બે કૅપ્સૂલ તોડી જામફળનાં એક મોટી ચમચી રસમાં મેળવો. તેને 15 મિનિટ સુધી ઉકળવા દો. હવે ગૅસ બંધ કરી દો અને આ આયુર્વેદિક જામફળનાં મૉસ્કને રૂમનાં તાપમાનમાં ઠંડુ થવા દો. હવે તેને પોતાના માથા અને સમગ્ર વાળમાં સારી રીતે લગાવી લો. પોતાના વાળને બન બનાવી લ્યો અને શૉવર કૅપ લગાવી વો. 1 કલાક બાદ વાળમાં શૅમ્પૂ કરી કંડીશન કરી લો.

ઇંડા+જામફળ
આ જામફળનાં મૉસ્કમાં પ્રોટીનનું પ્રમાણ બહુ વધારે હોય છે કે જેથી વાળ મૂળમાંથી મજબૂત બનશે. એક બાઉલ લો અને તેમાં પાકેલા જામફળને મસળીને પલ્પ બનાવી લો. હવે તેમાં ઇંડાનો સફેદ ભાગ મેળવો. તેને માથા અને વાળમાં સારી રીતે લગાવી લો. 40 મિનિટ બાદ માથામાં મસાજ કરો અને શૅમ્પૂની મદદથી વાળ ધોઈ લો.

જામફળ+નાળિયેર
એક મુટ્ઠી જામફળનાં પાનને પાણીમાં 10 મિનિટ સુધી ઉકાળી લો. હવે તેને પીસીને પેસ્ટ બનાવી લો. આ પેસ્માં એક મોટી ચમચી નાળિયેર તેલ મેળવો. તેને સારી રીતે મેળવી લો. હવે આ પેસ્ટનું પાતળું કોટ માથા તેમજ સમગ્ર વાળપર લગાવી લો. 15 મિનિટ સુધી મસાજ કરો અને આગામી 40 મિનિટ સુધી લાગેલું રહેવા દો. પછી શૅમ્પૂ વડે વાળ ધોઈ નાંખો.

અરીઠો+જામફળ+બદામ તેલ
જામફળનાં મુટ્ઠીભર પાનને સૂરજની ગરમીમાં સુકવી લો. હવે તેને પાવડર બનાવી લો. બરાબર પ્રમાણમાં જામફળનું પાવડર તથા અરીઠા પાવડર લો અને તેમાં બદામ તેલના 10 ટીપા નાંખી લો. પાણીની મદદથી પેસ્ટ બનાવી લો. તેને ભીના વાળમાં લગાવી લો. તેને 40 મિનિટ સુધી લાગેલુ રહેવા દો અને તે પછી ધોઈ નાંખો. અઠવાડિયામાં એક દિવસ આ હર્બલ જામફળનાં મૉસ્કને લગાવો અને ઉતરતા વાળની સમસ્યામાંથી છુટકારો મેળવો.

જામફળની ચા
વપરાયેલા જામફળનાં ટી બૅગની મદદથી એક કપ ચા બનાવો. તેમાં એક મોટી ચમચી મધ મેળવો. રૂમનાં તાપમાનમાં ઠંડુ થવા દો. તેને ગાળી લો અને શૅમ્પૂ કર્યા બાદ વાળને તેનાથી ધોઈ નાંખો. વાળમાં મસાજ કરે કે જેથી આ ગોળ રુંઆટા છિદ્રોમાં અંદર સુધી ઉતરી શકે.

નાળિયેરનું દૂધ+જામફળનાં પાન
વાળને તૂટતા રોકવા માટે જામફળના ઉપયોગની બીજી સરળ રીત છે આ કારગત મૉસ્ક. એક કપ નાળિયેરનું દૂધ લો અને તેમાં એક મોટી ચમચી જામફળનાં સૂકા પાનનું પાવડર મેળવો. રૂની મદદથી તેને પોતાના માથા પર લગાવો. જ્યારે આપના માથામાં આ મિશ્રણ સારી રીતે લાગી જાય, ત્યારે મસાજ કરો. 1 કલાક બાદ શૅમ્પૂ કરી લો.