For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કપૂરના બેજોડ ફાયદા

By Lekhaka
|

કપૂરનો ઉપયોગ દરેક ઘરમાં પૂજા-પાઠ માટે કરવામાં આવે છે. કપૂર કે પછી કપૂરનું તેલ વાળ અથવા ત્વચાના રોગો માટે પણ ઘણું સારુ માનવામાં આવે છે. તે દાઝેલા અને કપાઈ ગયેલા નિશાનને પણ ઠીક કરે છે. આયુર્વેદમાં પણ કપૂરના તેલનો ઉપયોગ ખૂબ પ્રમાણમાં કરવામાં આવે છે. કપૂર ઘરમાં સરળતાથી મળી આવે છે એટલા માટે તમે તેને સરળતાથી ઉપયોગમાં લઈ શકો છો. જૂના સાંધાના દર્દથી પણ છૂટકારો અપાવવા માટે કપૂર ઉપયોગી ઔષધી છે.

કપૂરના બેજોડ ફાયદા

કપૂરનું તેલ બનાવવાની રીત-
કપૂરનું તેલ બનાવવુ ખૂબ જ સરળ છે. આમ તો તે બજારમાં કૈંફર ઓઈલના નામથી વેચાય છે, પરંતુ જો તમે તેને ઘરે જ બનાવવા ઈચ્છતા હોય તો નારિયેળના તેલમાં કપૂરના ટુકડા નાખીને તેને એક હવાચુસ્ત ડબ્બામાં બંધ કરી દો. આવો જાણીએ કપૂરના બહુમૂલ્ય ઉપયોગ અને તેના ફાયદાના વિશે-

ખીલ રોકે
એક્ને, પિંપલ અને પછી તેના દાગ તે ખૂબ જ સામાન્ય સમસ્યા છે. કપૂરનું તેલ ચહેરા પર લગાવવાથી ખીલ ઓછા થાય છે અને તેના દાગ પણ ધીરે ધીરે ઓછા થતા જાય છે. તેના ઉપરાંત પણ કપૂર દરેક રીતના ત્વચાના રોગને મટાડવામાં પણ મદદ કરે છે.

ઘા અને દાઝેલાના નિશાન મટાડે
જો હાથ આગથી દાઝી ગયો હોય કે પછી તેના પર નિશાન વગેરે આવી ગયા હોય તો કપૂર સહાયક છે. થોડું કપૂર થોડા પાણીમાં મેળવીને તેને પ્રભાવિત જગ્યા પર લગાવી લો. આવું થોડા દિવસો માટે કરો અને જુઓ કે દાગ કેવી રીતે ગાયબ થાય છે.

ફાટેલી એડિયો માટે
કપૂર ફાટી ગયેલી એડિયોના ચીરાને મુલાયમ બનાવીને તેને ભરી દે છે. ગરમ પાણીમાં થોડું કપૂર નાંખી, તેમાં પગ પલાળ્યા બાદ સ્ક્રબ કરો આવું થોડા દિવસો સુધી કરો. તેના પછી એડિયો પર સારી ક્રીમ લગાવી લો.

સ્કિન રેશ અને લાલિમા દૂર કરે
જો તમારી ત્વચા પર દરરોજ લાલ રંગના ચકતા દેખાઈ આવે છે, તો તેને યોગ્ય કરવા માટે કપૂરને થોડા પાણીમાં મેળવીને પેસ્ટ બનાવો અને પ્રભાવિત જગ્યા પર લગાવો. આવું થોડાક દિવસો સુધી કરો. ધીમે ધીમે તમને રિઝલ્ટ જોવા મળશે.

વાળ માટે
કપૂરને વાળ માટે પણ સારૂ ગણવામાં આવે છે. કપૂરના તેલને સુંગધીત તેલ સાથે મિક્સ કરીને માથામાં લગાવવાથી વાળ બીજી વાર ઉગી જાય છે અને તવાણ પણ ઓછો થઈ જાય છે. તે વાળને જડથી મજબૂત બનાવે છે. તમે ઈચ્છો તો તેલમાં ઈંડા કે પછી દહી મેળવીને પણ માથામાં લગાવી શકો છો, પછી એક કલાક પછી વાળને ધોઈ શકો છો.

વાળ ખરતા રોકે
કપૂરના તેલથી નિયમિત રીતે માથામાં મસાજ કરવાથી વાળ ઉતરતા બંધ થાય છે.

English summary
If you want to know more about the beauty benefits of camphor, then go through this article given below.
Story first published: Monday, January 30, 2017, 9:03 [IST]
X
Desktop Bottom Promotion