For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો, બોડી બટરના એક-એકથી ચડિયાતા સૌંદર્ય લાભ

By KARNAL HETALBAHEN
|

બોડી બટરને ન્યૂટ્રેન્ટ- ડેન્સ ક્રીમ એટલે કે પોષક ક્રીમ પણ કહેવામાં આવે છે જે કે ત્વચાને ગહેરાઈ સુધી નમી પ્રદાન કરે છે અને હાઈડ્રેટ રાખવામાં મદદરૂપ છે. બોડી બટરના ઘણા ફાયદા છે જેમાંથી અમે તમને કેટલાક જણાવી રહ્યા છીએ.

વિભિન્ન બટરમાં કોકો બટર, મેંગો બટર, શી બટર, કુકુઈ બટર વગેરે શામેલ હોય છે. કોકો બટર કોકોના બીજથી બને છે જે કે ચમકદાર અને સ્વસ્થ ત્વચા માટે જરૂરી છે.

મેંગો બટર કેરીના બીજથી બને છે જેમાં વિટામીન સી પ્રચુર માત્રામાં હોય છે. કુકુઈ બટર કુકુઈના છોડમાંથી પ્રાપ્ત થાય છે અને તે વિટામીન એનો સારો સ્ત્રોત છે. અમે તમને જણાવી રહ્યા છીએ ત્વચા પર બોડી બટરના ફાયદા...

૧. ત્વચાની રક્ષા કરે છે-

૧. ત્વચાની રક્ષા કરે છે-

બોડી બટર સામાન્ય ક્રીમ કે લોશનની જગ્યાએ વધારે ગહેરાઈ સુધી જાય છે જે કે ત્વચા પર એક બેરિયર બનાવે છે જેનાથી ત્વચામાં નમી વધુ સમય સુધી રહે છે. તમારી ત્વચામાં નેચરલ બેરિયર હોય છે, પરંતુ વાતાવરણ કેટલાક તત્વો જેવા કે ગરમ હવા, ગરમ ઋતુ કે ઠંડની ઋતુ વગેરેના કાણે આ પ્રભાવિત થાય છે. એટલે બોડી બટર ત્વચા પર એક વધારે માત્રામાં ઢાલની જેમ કામ કરે છે અને ત્વચાને બીજા બેરિયર્સથી બચાવે છે.

૨. કોમળ મુલાયમ ત્વચા-

૨. કોમળ મુલાયમ ત્વચા-

લાંબા સમય સુધી બોડી બટરના ઉપયોગના કારણે તમે એક નરમ અને મુલાયમ ત્વચા મેળવી શકો છો. બોડી બટરમાં વિટામિન્સની વધારે માત્રાના કારણે તે શુષ્ક અને ખંજવાળવાળી ત્વચાને ઠીક કરે છે. બોડી બટર એક્જીમાથી પ્રભાવિત ત્વચા માટે પણ સારું છે. ત્વચા પર બોડી બટરનો ઉપયોગ ત્વચાના પીએચને પણ બનાવી રાખે છે, જેનાથી તમને સ્વસ્થ અને ચમકતી ત્વચા મળે છે.

૩. ઉંડાણ સુધી હાઇડ્રેશન-

૩. ઉંડાણ સુધી હાઇડ્રેશન-

ત્વચા પર બોડી બટર ગહેરાઈ સુધી હાઇડ્રેશન પ્રદાન કરે છે. જ્યારે તે ત્વચા પર લગાવવામાં આવે છે તો તે ત્વચા અને બીજા તત્વોની વચ્ચે એક બેરીયરનું કામ કરે છે. તે ત્વચાની નીચેની સપાટી સુધી નમી પહોંચાડે છે, તેનાથી ત્વચાની હાઇડ્રેટિડ વધારે મુલાયમ રહે છે. એટલા માટે ત્વચાને હાઈડ્રેટિડ રાખવા માટે દરેક ઋતુમાં બોડી બટરને લગાવવાની સલાહ આપવામાં આવે છે. તેનો ક્રીમી અને પોષણનો ગુણ ત્વચાની બનાવટને સારી રાખવામાં ફાયદાકારક છે.

૪. લિપબામની જેમ કામ કરે છે-

૪. લિપબામની જેમ કામ કરે છે-

શું તમને જાણ છે કે બોડી બટર લિપબામની જેમ પણ કામ કરે છે? જી હાં, બોડી બટરને શરીરની સાથે જ લિપબામની રીતે પણ લગવવામાં આવે છે. જ્યારે તેને હોઠ પર લગાવવામાં આવે છે તો હોઠ નરમ અને મુલાયમ બને છે અને ફાટેલા હોઠ ઠીક થાય છે.

૫. સ્ટ્રેચના નિશાનને પણ યોગ્ય કરે છે-

૫. સ્ટ્રેચના નિશાનને પણ યોગ્ય કરે છે-

ત્વચાના ઘા કે સ્ટ્રેચના નિશાને ઠીક કરવા માટે પણ બોડી બટર પ્રભાવશાળી છે. જો કે, ત્વચા પર સ્ટ્રેચ અને દાગ ધબ્બાના નિશાને પૂરી રીતે દૂર કરવા સંભવ નથી, પરંતુ તો પણ બોડી બટરને નિયમીત રીતે લગાવવાથી આ નિશાનોને થોડી હદ સુધી ઓછા કરી શકાય છે. શરીરમાં કોલેજનનું નિર્માણ વધારીને આ દાગના અને સ્ટ્રેચના નિશાનને દૂર કરવામાં મદદરૂપ છે.

૬. ડ્રાઈપેચ યોગ્ય કરે છે-

૬. ડ્રાઈપેચ યોગ્ય કરે છે-

બોડી બટર ત્વચાના ડ્રાય પેચને ઠીક કરે છે. આપણામાંથી મોટાભાગના લોકો કોણી, એડી, પંજા, ઘુટણો પર ડ્રાઈ સ્કીનની સમસ્યાથી ઘેરાયેલા રહે છે. બોડી બટરની નિયમીત મસાજ કરવાથી ડ્રાય અને ડેડ સ્કીન ઠીક કરી શકાય છે. થોડું બોડી બટર લો અને તેને નિયમીત રીતે ડ્રાય પેચ પર લગાવો. જ્યાં સુધી તે પૂરી રીતે શોષાઈ ના જાય ત્યાં સુધી મસાજ કરો. બીજી ચિકણાઈયુક્ત વસ્તુઓની જગ્યાએ બોડી બટર વધારે પ્રભાવી છે.

૭. એક સારું ફેસ મોશ્ચરાઈઝર-

૭. એક સારું ફેસ મોશ્ચરાઈઝર-

બોડી બટર એક સારું મોશ્ચરાઈઝર છે જે ના કેવળ ચહેરાને હાઈડ્રેડ રાખે છે પરંતુ તેનાથી ચહેરો ચમકતો રહે છે. સામાન્યથી લઈને ડ્રાય સ્કીન સુધી દરેક ટાઇપ પર આ સૂટ કરે છે. થોડું બોડી બટર લો, અને તેને થોડી વાર ગરમ કરો. હવે તેને ચહેરાની ઉપરની બાજુ લગાવો. ચારેબાજુ મસાજ કરતા તેને ગાલ પર રગડો.

English summary
Read to know what are the beauty benefits of body butter or cocoa butter.
Story first published: Thursday, March 16, 2017, 10:58 [IST]
X
Desktop Bottom Promotion