For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આયુર્વેદની મદદથી સફેદ વાળને આમ કરો કાળા

By Lekhaka
|

આજની હૅક્ટિક લાઇફમાં કોઈની પાસે પોતાનાં શરીરની સંભાળ માટે ટાઇમ નથી, પરંતુ આપણે સમજવું પડશે કે આપણું શરીર આપણને ભગવાન તરફથી એક ઉપહાર તરીકે મળેલું છે કે જેની આપણે સારી રીતે સંભાળ રાખવી જોઇએ. જો આપનાં વાળ પણ કસમયે સફેત થતાં જઈ રહ્યા હોય, તો આપે આયુર્વેદની મદદ લેવાની રહેશે અને પોતાનાં વાળને સફેદમાંથી કાળા કરવા પડશે. આપનાં વાળ માટે આંબળાનું પાવડર સૌથી શ્રેષ્ઠ રહેશે. તેને વાળ માટે કઈ રીતે પ્રયોગ કરવો છે, તે આજે અમે આપને બતાવીશું.

વાળ સફેદ થવાનાં કારણો :

* બહુ વધારે ટેંશન લેવું

* યોગ્ય પોષણ ન મળવું

* બહુ વધારે જંક ફૂડ ખાવું

* બહુ વધુ સાબુ, શૅમ્પૂ અને તેલનો પ્રયોગ કરવો

પ્રથમ પગલું : ઉપાય જાણવા માટે સૌપ્રથમ જરૂરી છે કે આપણે સામગ્રીઓ જાણી લઇએ.

સામગ્રી : લિંબુ, આંબળા પાવડર, સ્વચ્છ પાણી

વિધિ : લિંબુનાં રસમાં 2 ચમચી પાણી અને 4 ચમચી આંબળા પાવડર મેળવી પેસ્ટ બનાવો. 1 કલાક માટે તેને મૂકી દો અને પછી પ્રયોગ કરો.

કેલી રીતે લગાવશો : આ પેસ્ટને 20-25 મિનિટ માટે વાળ અને મૂળમાં લગાવો તથા પછી માથુ ધોઈ લો, પરંતુ તે દિવસે શૅમ્પૂનો ઉપયોગ ન કરો.

જાણવા જેવી બાબતો :

1. વાળ ધોતી વખતે ધ્યાન રાખો કે આપની આંખોમાં આ પેસ્ટ સાથેનું પાણી ન જાય.

2. આ પેસ્ટને અઠવાડિયામાં દર ચોથા દિવસે પ્રયોગ કરો. આવું કરવાંથી આપનાં તમામ સફેદ વાળ એક જ માસમાં કાળા થવા લાગશે.

3. જો શક્ય હોય, તો આયુર્વેદિક તેલ, શૅમ્પૂ અને સાબુનો જ પ્રયોગ કરો.

4. વાળ માટે અસલી આંબળાનાં તેલનો પ્રયોગ કરો.

English summary
Ayurveda Home Remedies to turn White Hair into Black is now available. In today's hectic time, nobody has time to care about his or her body. So, we brought few home remedies to treat premature hair greying.
Story first published: Tuesday, December 6, 2016, 10:38 [IST]
X
Desktop Bottom Promotion