સૌંદર્ય વધુ ખીલી ઉઠશે જો સ્નાનનાં પાણીમાં મેળવશો આ વસ્તુઓ

Posted By: Staff
Subscribe to Boldsky

દરોજ ન્હાવાથી ત્વચાને બહુ ફાયદા થાય છે. તે શરીરને હકારાત્મક રીતે આરામ પહોંચાડે છે અને તાણને ઓછું કરે છે. જો આપ એવું વિચારી રહ્યાં છો કે આપની સુંદરતાને કઈ રીતે પ્રાકૃતિક રીતે વધારી શકાય છે, તો અમારી પાસે તેનો ઉપાય છે.

વધુ જાણવા માટે આગળ વાંચો. બબલ બાથ લાઇફને એન્જૉય કરવાનો સૌથી ઉત્તમ તરીકો છે, પરંતુ જો આપ તેનાથી વધુ કંઇક ઇચ્છો છો, તો એવી સારી વસ્તુઓ છે કે જે આપ સ્નાનનાં પાણીમાં મેળવી શકો છો.

કેટલાક પદાર્થો જ્યારે સ્નાનનાં પાણીમાં મેળવવામાં આવે છે, તો તે વધુ ફાયદાકારક બની જાય છે. અહીં અમે આપનાં ન્હાવાનાં પાણીમાં નાંખવા લાયક કેટલીક વસ્તુઓ વિશે જણાવી રહ્યાં છીએ કે જે આપની સુંદરતાને વધારે છે. આવો જાણીએ કે સુંદરતાને પ્રાકૃતિક રીતે કઈ રીતે વધારી શકાય છે ?

1. વાઇન

1. વાઇન

વાઇનથી સૌંદર્યને અદ્ભુત લાભો થાય છે કે જે ત્વચાને કોમળ, તરોતાજા બનાવે છે અને તેને પુનર્જીવિત કરે છે. વાઇનમાં ઉપસ્થિત એંટીઑક્સીડંટ્સ કસમયે આવતી વૃદ્ધાવસ્થાની નિશાનીઓ રોકે છે. 5-8 ચમચી વાઇન લો અને તેને પાણીમાં મેળવો.

2. મધ

2. મધ

આપ સ્નાનનાં પાણીમાં મધ પણ મેળવી શકો છો કે જે એક ઉત્તમ પદાર્થ છે. મધમાં એંટીવાયરલ અને એંટીબૅક્ટીરિયલ ગુણો હોય છે કે જે ત્વચાને ઘણી રીતે ફાયદા પહોંચાડે છે. સ્નાનનાં પાણીમાં મધ મેળવવાથી ત્વચા નરમ, કોમળ અને ભેજયુક્ત રહે છે. શુષ્ક, દાઝેલી અને સંવેદનશીલ ત્વચા માટે આ ખૂબ ફાયદાકારક છે. હુંફાળા પાણીમાં 10-12 ચમચી મધ મેળવો અને આ પાણીમાં થોડીક વાર ડુબીને બેસો.

3. એસેંશિયલ ઑયલ્સ

3. એસેંશિયલ ઑયલ્સ

આપ સ્નાનનાં પાણીમાં પોતાની પસંદગીનું કોઈ એસેંશિયલ ઑયલ મેળવી શકો છો અને તેમાં થોડીક વાર આરામ કરી શકો છો. જો એસેંશિયલ ઑયલ નથી, તો નારિયેળનું તેલ કે ઑલિવ ઑયલ પણ મેળવી શકો છો. જોકે આપે એક મહત્વની વાત ધ્યાનમાં રાખવી જોઇએ કે આપ પોતાની ત્વચા મુજબ એસેંશિયલ ઑયલ ચૂંટો કે જેથી કોઈ આડઅસર ન થાય.

4. દૂધ

4. દૂધ

આપણે સૌ આ વાતથી વાકેફ છીએ કે દૂધ શરીર અને ત્વચા બંને માટે ફાયદાકારક હોય છે. સ્નાનનાં પાણીમાં તેને મેળવવાથી ત્વચા અને શરીરને મળતા લાભો બમણા થઈ જાય છે. દૂધમાં હાજર વિટામિન્સ અને પ્રોટીન્સ ત્વચાને હંમેશા ચમકદાર અને હાઇડ્રેટેડ રાખે છે. હુંફાળા પાણીમાં એક કપ દૂધ મેળવો અને તેમાં 15-20 મિનિટ સુધી આરામ કરો.

5. ઓટ્સ

5. ઓટ્સ

સૌંદર્ય જગતમાં ઓટમીલ બાથ શક્યતઃ સૌથી આધુનિક ફૅશન છે કે જે ત્વચાને ઉંડાણથી એક્સ્ફોલિયેટ કરે છે અને સફાઈ કરે છે. ઓટ્સ ત્વચાને આરામ પહોંચાડે છે અને તેથી તેને સ્નાનનાં પાણીમાં મેળવું જોઇએ. પાણીમાં કેટલાક ઓટ્સ મેળવો અને જેટલું શક્ય હોય, તેટલી વાર આ પાણીમાં આરામ કરો. જો આપની ત્વચા શુષ્ક, ખંજવાળ ધરાવતી અને સંવેદનશીલ હોય, તો ઓટમીલ બાથ અવશ્ય લો.

6. ન્હાવાનાં સૉલ્ટ

6. ન્હાવાનાં સૉલ્ટ

સ્નાનનાં પાણીમાં બાથ સૉલ્ટ મેળવવાથી આપનાં શરીરને આરામ મળે છે અને આપની ત્વચાને પણ ઘણા ફાયદા થાય છે. સ્નાન માટે આ પાણીનો ઉપયોગ કરવાથી ત્વચાને એક્સ્ફોલિયેટ કરવામાં સહાય મળે છે અને ત્વચાની ઉંડાણથી સફાઈ થાય છે. તેનાથી ત્વચાની ઉપલી સપાટી પર જામેલી ધૂળ અને ગંદકી સાફથઈ જાય છે. શરીરમાંથી મૃત ત્વચા કોશિકાઓને કાઢવામાં બાથ સૉલ્ટબહુ ઉપયોગી હોય છે. માટે સ્નાનનાં પાણીમાં 2-3 ચમચી બાથ સૉલ્ટ મેળવો અને થોડીક વા આરામ કરો.

7. હર્બ્સ

7. હર્બ્સ

સ્નાનનાં પાણીમાં હર્બ્સ મેળવવાતી ત્વચા નરમ અને કોમળ થઈ જાય છે. આપ પોતાની જરૂરિયાત મુજબ હર્બ્સની પસંદગી કરી શકો છો કે જે આપનાં બ્લડ સર્ક્યુલેશનને ઉત્તેજિત કરે છે અને આપને કોમળ તથા ચમકદાર ત્વચા પ્રદાન કરે છે. હર્બ્સ મેળવવાથી માત્ર ત્વચાને જ નહીં, પણ આખા શરીરને પણ આરામ મળે છે.

8. નારિયેળનું તેલ

8. નારિયેળનું તેલ

હા જી, આપે સાચુ સાંભળ્યું ! સ્નાનનાં પાણીમાં નારિયેળનું તેલ મેળવવાથી શરીર અને ત્વચાને બહુ ફાયદા થાય છે. પાણીમાં કેટલીક ચમચી નારિયેળ તેલ મેળવો અને આ પાણીમાં થોડીક વાર આરામ કરો. નારિયેળનું તેલ ત્વચાને કોમળ બનાવે છે અને કોઇક બળતરા કે સોજો હોય, તો તે પણ દૂર કરે છે. તે ત્વચાને બહુ વધુ લાંબા સમય સુધી હાઇડ્રેટ રાખે છે.

9. ગ્રીન ટી

9. ગ્રીન ટી

સ્નાનનાં પાણીમાં ગ્રીન ટી મેળવવાથી ત્વચા અને વાળને બહુ ફાયદા થાય છે. ગ્રીન ટીમાં હાજર એંટીઑક્સીડંટ્સ આપને સાફ ત્વચા પ્રદાન કરે છે. ગ્રીન ટીમાં વાળ પલાડવાથી તે લાંબા અને મજબૂત થાય છે. જો ગ્રીન ટી નથી, તો આપ પિપરમિંટ ટી, લેમન ટી કે અન્ય કોઈ હ્રબલ ટી પણ મેળવી શકો છો.

English summary
Take a look at these amazing things which you can add to your bathing water in order to enhance your beauty.
Story first published: Thursday, April 6, 2017, 12:30 [IST]