For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ડ્રાય વાળ માટે જરૂરી 8 ઘરગથ્થુ ટિપ્સ

By Super Admin
|

આપનાં વાળ લાંબા હોય કે નાના, સ્ટ્રેટ હોય કે કર્લી, જેવા પણ હોય, પરંતુ સિલ્કી અને સ્મૂથ હોવા જોઇએ, પરંતુ અનેક મહિલાઓનાં વાળ ખૂબ ડ્રાય હોય છે કે જેથી તેમને અનેક પ્રકારની મુશ્કેલીઓ થાય છે. વાળમાં ડ્રાયનેસનાં અનેક કારણો હોય છે; જેમ કે પ્રદૂષણ, હવામાન, ભેજ, હીટ સ્ટાઇલિંગ કે સતત કેમિકલ વિગેરેનો ઉપયોગ, ખાવાની ગંદી આદતો વિગેરે. આ કારણોસર ડ્રાય થતા વાળ કે પ્રાકૃતિક રીતે ડ્રાય વાળને આપ ઘરે જ સારી રીતે ટ્રીટ કરી શકો છો.

ડ્રાય વાળને સારી રીતે ટ્રીટ કરવાથી વાળ મજબૂત અને સ્વસ્થ થઈ જાય છે અને તેમનું ઉતરવું પણ બંધ થઈ જાય છે. તેના માટે આપે કોઈ પાર્લર કે સ્પામાં હજારો રુપિયા ખર્ચવાની જરૂર પણ નથી, બસ કેટલીક ઘરગથ્થુ ટિપ્સ અપનાવો અને વાળને સિલ્કી તેમજ કોમળ બનાવો.

1) બેસન પૅક :

1) બેસન પૅક :

* ડ્રાય વાળને બરાબર કરવાની આ રીત સૌથી સારી છે.

* તેના માટે સૌપ્રથમ એક કપ કાચુ દૂધ કે નાળિયેર દૂધ લો.

* તેમાં બે-ત્રણ ચમચી બેસન મેળવો.

* તેની સારી એવી પેસ્ટ તૈયાર કરી લો અને વાળ પર સારી રીતે લગાવો.

* તેને 15 મિનિટ માટે એમ જ લગાવીને છોડી દો.

* તે પછી પાણી અને બાદમાં શૅમ્પૂ વડે ધોઈ લો.

2) આવશ્યક તેલ :

2) આવશ્યક તેલ :

* ડ્રાય વાળને કાયમ એવું પોષણ આપવું જોઇએ કે જે વાળને મજબૂત બનાવે અને તેમને સિલ્કી પણ કરી દે. વાળને સમ્પૂર્ણપણે સારા બનાવવા માટે જરૂરી છે કે તેમાં તેલ લગાવવામાં આવે.

* આપ નાળિયેર તથા બદામનાં તેલને સરખા પ્રમાણમાં મેળવી લો.

* તેમાં અડધી ચમચી અરંડિયુ તેલ મેળવી લો.

* કેટલાક ટીપા લૅવેંડર કે રોઝમૅરી ઑયલના પણ મેળવી લો.

* તેમને સારી રીતે મિક્સ કરી લો અને વાળની ત્વચા સુધી લગાવો.

* પછી વાળને શૅમ્પૂ કરી હુંફાળા પાણી વડે ધોઈ લો.

* આપ ઇચ્છો, તો હૉટ ઑયલ મસાજ પણ કરી શકો છો. તેનાથી વાળનું ગ્રોથ સારૂ રહે છે.

3) મધ

3) મધ

* આપણે સૌ જાણીએ છીએ કે મધ ખૂબ લાભકારક હોય છે. વાળને સિલ્કી અને હૅલ્થી બનાવવામાં મધનો ઉપયોગ કરી શકાય છે.

* બે કપ ગરમ પાણીમાં એક ચમચી મધ મેળવી લો અને સારી રીતે મિક્સ કરી લો.

* તેને વાળ પર સારી રીતે લગાવી છોડી દો.

* અડધા કલાક બાદ સારી રીતે ધોઈ લો.

4) ઇંડાનું પૅક :

4) ઇંડાનું પૅક :

* ઇંડાની ઝરદી વાળને સિલ્કી બનાવવા માટે ખૂબ લાભકારક હોય છે. તેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે કે વાળને મૉઇશ્ચરાઇઝ કરે છે.

* સૌપ્રથમ બે ઇંડા લો અને તેમને તોડી લો.

* સારી રીતે ફેંટી લો. તેમાં એક ચમચી મધ અને દહીં મેળવી લો.

* સારી રીતે મિક્સ-અપ કર્યા બાદ તેને વાળમાં લગાવો.

* બાદમાં ઠંડા પાણીથી ધોઈ લો અને શૅમ્પૂ કરી લો.

5) મેયોનેઝ પૅક :

5) મેયોનેઝ પૅક :

* મેયોનેઝમાં એલ - કિસ્ટેન હોય છે કે જે એક પાવરફુલ એંટી-ઑક્સીડંટ હોય છે કે જેનાથી વાળમાં મજબૂતાઈ આવે છે અને તેમની ચમક વધે છે. તેને લગાવવાથી ડ્રાય વાળ સારા થઈ જાય છે અને તેમનું ઉતરવું પણ બંધ થઈ જાય છે.

* અડધું કપ મેયોનેઝ લો અને તેને ફેંટી લો.

* તેને વાળની લંબાઈની જેમ લગાવો.

* 30 મિનિટ બાદ ઠંડા પાણીથી ધોઈ લો.

* બાદમાં શૅમ્પૂથી ધોઈ લો.

6) બીયર :

6) બીયર :

* બીયર પીવાનાં શોખીનો માટે ખાસ મનાય છે, પરંતુ તેમાં વાળને ચમકાવવાનો ગુણ પણ હોય છે, કારણ કે તેમાં વિટામિન બી ભરપૂર માત્રામાં ભળેલુ હોય છે કે જે વાળને મુલાયમ બનાવી દે છે.

* અડધા કપ બીયર લો અને તેમાં બે કપ પાણી મેળવી લો. તેનાથી પોતાના વાળને સારી રીતે ધોઈ લો.

* તે પછી વાળને સાધારણ પાણીથી ન ધુઓ અને એમ જ સૂકાઈ જવા દો.

* તેના માટે આપ માત્ર નવી લૉંચ થયેલી પાર્ક એવેન્યુ બીયર શૅમ્પૂનો ઉપયોગ પણ કરી શકો છો.

7) બૅકિંગ સોડા :

7) બૅકિંગ સોડા :

* બૅકિંગ સોડાના ઉપયોગથી વાળની અશુદ્ધિઓ નિકળી જાય છે અને વાળ કોમળ બની જાય છે તેમજ વાળની નિચલી ત્વચામાં હૂંફ આવી જાય છે.

* એક કપ પાણી લો અને તેમાં એક ચમચી બૅકિંગ સોડા મેળવી લો.

* તેને સારી રીતે ઘોળી લો અને વાળને ધોઈ લો.

* આપ ઇચ્છો, તો પોતાનાં શૅમ્પૂમાં જ સોડાનો ઉપયોગ કરી શકો છો.

8) એવોકૅડો અને નાળિયેર પૅક :

8) એવોકૅડો અને નાળિયેર પૅક :

એવોક2ડોમાં ગુણકારી તેલ હોય છે કે જે વાળને સુંદર અને સિલ્કી બનાવી દે છે. તેમાં વિટામિન, પ્રોટીન અને મિનરલ્સ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે.

* સૌપ્રથમ એવોકૅડોને પલ્પ નિકાળી લો.

* તેમાં અડધુ કપ નાળિયેર દૂધ મેળવીલો.

* આ પેસ્ટને પોતાનાં વાળ પર લગાવો.

* 15 મિનિટ માટે એમ જ છોડી દો.

* બાદમાં ઠંડા પાણી અને શૅમ્પૂ વડે ધોઈ લો.

English summary
There a numerous options available to replenish your hair and make it soft and shiny. But if you do not want to spend thousands in a professional hair spa in a saloon, try these very effective and exclusive hair care tips for women.
Story first published: Friday, November 4, 2016, 11:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more
X