વાળ માટે ચમત્કારી ગુણોથી ભરપૂર છે આ 8 તેલોનો ઉપયોગ

Posted By: Lekhaka
Subscribe to Boldsky

વાળ ઉતરવા, પાતળા થવા, વિખેરાયેલા રહેવા, નીચેની બાજુ બે મોઢાનાં થઈ જવા જેવી સમસ્યાઓ આજ-કાલ સામાન્ય બની ચુકી છે.

આ તમામ સમસ્યાઓથી બચવા માટે આપે અત્યાર સુધી બજારનાં હૅર બેસ્ડ બ્યૂટી પ્રોડક્ટ્સ અને હૅર કૉસ્મેટિક્સનો પણ ઉપયોગ કર્યો હશે, પરંતુ રિઝલ્ટ કંઈ જ ન મળ્યું. આ તમામ વચ્ચે હૅર ઑયલ તો એકદમ જ ગાયબ જેવું થઈ ગયું છે, કારણ કે હવે ઑયલી હૅરને આઉટ ઑફ ફૅશન ગણવામાં આવવા લાગ્યું છે.

ઑય.લ કરતા વધુ ભરોસો કૉસ્મેટિક્સ પ્રોડક્ટ્સ પર કરવામાં આવે છે, જ્યારે ફૅક્ટ તો એ છે કે વાળની શ્રેષ્ઠતા માટે તેમને સમયાંતરે પ્રોપર ઑયલિંગની સખત જરૂર હોય છે.

સાથે જ જોવામાં આવે, તો હજી સુધી કોઈ એવી બીજી પ્રોડક્ટ નથી આવી કે જે તેલની જેમ વાળને નરિશ કરી તેમને પૅમ્પર કરી શકે.

તેથી આજે અમે આપને કેટલાક એવા તેલો વિશે જણાવવા જઈ રહ્યાં છીએ કે જેમને આપ પોતાનાં વાળની ટાઇપને અનુરૂપ સરળતાથી પોતાની હૅર કૅર કિટમાં સામેલ કરી શકો છો. આ તમામ તેલોનો યૂઝ કરી આપ પોતાનાં નિષ્પ્રાણ અને ચમક ગુમાવતા વાળને હજી પણ સુંદર બનાવી શકો છો.

1. પામ ઑયલ

1. પામ ઑયલ

જો આપ ઉતરતા વાળથી પરેશાન છો, તો પામ ઑયલ આપની પરેશાનીનો ઉકેલ છે, કારણ કે આ તેલ વિટામિન એનું સૌથી સારૂં સ્રોત છે કે જેથી વાળનાં મૂળિયાને પોષણ મળે છે. સાથે જ તેનાંથી નવા વાળ ઉગવામાં મદદ મળે છે, તો જૂના વાળ વધુ મજબૂત થાય છે.

જો આપ તેને શૅમ્પૂથી પહેલા અડધો કલાક લગાવીને રાખશો, તો આપ પોતાની જાતે ફરક અનુભવી શકશો.

2. ઑલિવ ઑયલ

2. ઑલિવ ઑયલ

આજ-કાલ મોટાભાગનાં લોકોની સમસ્યા છે કે વાળ વિખેરાયેલા અને બે મોઢાનાં થઈ ચુક્યાં છે. એવામાં ઑલિવ ઑયલ બહુ વધારે ફાયદાકારક છે. જો આપ ઝડપથી અને બહુ વધારે આ તેલની અસર જોવા માંગો છો, તો તેને હળવું ગરમ કરી શૅમ્પૂથી પહેલા વાળમાં લગાવો. આ ઉપરાંત જો ટાઇમ ઓછો છે, તો આપ ઇંડાની સફેદીમાં એક ટેબલ સ્પૂન ઑલિવ ઑયલ અને એક ટેબલ સ્પૂન મધ મેળવી હૅર પૅક પણ લગાવી શકો છો. તેનાથી પણ ખૂબ શ્રેષ્ઠ રિઝલ્ટ આવશે.

3. કૅસ્ટર ઑયલ

3. કૅસ્ટર ઑયલ

જો આપ લાંબા વાળનાં સપના જોઈ રહ્યા છો, તો ક2સ્ટર ઑયલ આપનાં માટે યોગ્ય ચૉઇસ છે, કારણ કે આ તેલથી વાળ લાંબા અને ગાઢ થઈ જાય છે. જોકે આ તેલ બહુ વધારે ચિકણાટ ધરાવે છે. તેથી તેને લગાવ્યા બાદ શૅમ્પૂ જરૂર કરો. જો આપ ઇચ્છો છો કે વાળ બહુ જલ્દીથી લાંબા થઈ જાય, તો કૅસ્ટર ઑય.લ, તિલનું તેલ, નારિયેળનું તેલ અને બદામ તેલ સરખા પ્રમાણમાં મેળવી લગાવો.

4. ઑલમંડ ઑયલ (બદામનું તેલ)

4. ઑલમંડ ઑયલ (બદામનું તેલ)

કારણ કે બદામ તેલમાં એંટી-ઑક્સીડંટ, પ્રોટીન, વિટામિન ઈ અને ફૅટી એસિડ ભારે પ્રમાણમાં હોય છે. તેથી તે વાળની લગભગ દરેક સમસ્યા સામે રામબાણની જેમ કામ કરે છે. મોટાભાગનાં તેલોને હૅર વૉશથી પહેલા લગાવવામાં આવે છે, પરંતુ જો બદામ તેલની સારી અસર જોવી છે, તો તેને હૅર વૉશ પછી લગાવો, કારણ કે બદામનું તેલ ભીના વાળોમાં વધુ સારી રીતે વાળનાં મૂળ સુધી પહોંચી જાય છે.

5. કોકોનટ ઑયલ (નારિયેળ તેલ)

5. કોકોનટ ઑયલ (નારિયેળ તેલ)

વાળ માટે નારિયેળનું તેલ કોઇક ચમત્કારથી ઓછું નથી, પરંતુ જો આપ તેનો ઉપયોગ કરી રહ્યા હોવ, તો યાદ રાખો એક્સ્ટ્રા વર્જિન નારિયેળનું તેલ જ લો અને હંમેશા ઓગળેલું તેલ જ વાળમાં લગાવો.

6. મસ્ટર્ડ ઑયલ (સરસિયાનું તેલ)

6. મસ્ટર્ડ ઑયલ (સરસિયાનું તેલ)

સરસિયાનાં દાણાઓથી નિકળતું આ તેલ વાળની ગ્રોથ વધાવરાની સાથે જ તેમને બ્લૅક બનાવી રાખે છે. આ તેલને ડાયરેક્ટ લગાવવાની સાથે જ તેને કોઇક બીજી વસ્તુ સાથે મેળવીને પણ લગાવી શકો છો.

7. સનફ્લૉવર તેલ (સૂર્યમુખીનું તેલ)

7. સનફ્લૉવર તેલ (સૂર્યમુખીનું તેલ)

વાળનાં સારાં મૅંટેનંસ માટે આ તેલથી શ્રેષ્ઠ બીજુ કશું જ નથી, કારણ કે તેનાથી વાળ જાડા અને ઘટ્ટ બને છે. જો આપ તેનું સારૂ રિઝલ્ટ જોવા માંગતા હોવ, તો એક કાંચનાં બાઉલમાં સનફ્લૉવર ઑય.લ, ઑલિવ ઑયલ અને કોકોનટ ઑયલને સરખા પ્રમાણમાં મેળવો. તેને માઇક્રોવેવમાં હળવું ગરમ કરી વાળનાં મૂળિયામાં લગાવો.

8. ગ્રેપસિડ્સ ઑયલ (દ્રાક્ષનાં બીજોનું તેલ)

8. ગ્રેપસિડ્સ ઑયલ (દ્રાક્ષનાં બીજોનું તેલ)

દ્રાક્ષનાં બીજોનું તેલ વાળનાં ડૅંડ્રફને મટાડવાનો સૌથી કારગત ઉપાય છે. આ સાથે જ તે વાળને ઉતરતા પણ રોકે છે. તેનો શ્રેષ્ઠ ઉપયોગ ત્યારે થશે કે જ્યારે કોઈ તેને સતત ઉપયોગ કરે. જોકે તેને ઉપયોગ કરતા પહેલા ચકાસી લો કે તે પ્રોય ગ્રેપસિડ્સ ઑયલ જ છે ને ?

English summary
Check out the list of different types of oils that you can add to your hair care agenda for managing and maintaining good hair.
Story first published: Friday, July 7, 2017, 13:45 [IST]