Just In
Don't Miss
બિકિની વૅક્સિંગનાં 5 ફાયદાઓ
વર્તમાન સમયમાં હૅર રિમૂવ કરવા એટલે કે અવાંછિત વાળ હટાવવા માટે વૅક્સિંગ બેસ્ટરીત છે અને તે બિકિની એરિયાનાં વાળ હટાવવા માટે પણ બેસ્ટ છે. બિકિની વૅક્સિંગ નવું ટ્રેંડ છે કે જેમાં મહિલાઓ રેઝરનાં સ્થાને શરીરનાં આ નાજુક ભાગમાંથી અવાંછિત વાળ હટાવવા માટે વૅક્સિંગનો ઉપયોગ કરે છે.
જૂના જમાનામાં મહિલાઓ અવાંછિત વાળ હટાવવા માટે તેમને કાપી નાંખતી હતી કે જે બહુ આસાન રીત છે, પરંતુ 'બિકિની બૉડી'માં ખાસ કરીને શરીરનો ા ભાગ એક નવજાત શિશુની જેમ દેખાવું જરૂરી હોય છે.
ખેર, સૌપ્રથમ હું આપને એ જણાવવા માંગુ છું કે બિકિની વૅક્સિંગ આખરે શું છે ? હકીકતમાં બિકિની એરિયાનાં વાળને વૅક્સિંગ વડે હટાવવા 'બિકિની વૅક્સિંગ' તરીકે ઓળખાય છે. પહેલા આ અવાંછિત વાળને કેંચી કે શેવથી હટાવવમાં આવતા હતાં.
પરંતુ હવે મોટાભાગની મહિલાઓ અનેક કારણોનાં પગલે વૅક્સિંગ કરવાનું પસંદ કરે છે. વૅક્સિંગથી અવાંછિત વાળ મૂળમાંથી નિકળી જાય છે. તેનો મતલબ કે કોઈ પણ જાતનાં કઠોર વાલ નતી રહેતા, બલ્કે બિકિની એરિયાની સ્કિન સ્મૂધ થઈ જાય છે.
સાથે જ, વાળ પરત આવવામાં લાંબો સમય લાગે છે. તેથી હવે આપને જલ્દીથી કોઈ પણ સમયે શેવ કરવાની ચિંતા કરવાની જરૂર નથી રહેતી. જો આપ બીચ પર હૉલીડે ઉજવવાનું આયોજન કરી રહ્યાં છો, તો બિકિની વૅક્સિંગ કરાવો. આ પ્રક્રિયા દર્દનાક હોઈ શકે, પરંતુ તેનું પરિણામ પૂર્ણતઃ સંતોષજનક છે.
અમે અહીં આપને તે પાંચ કારણો જણાવવા જઈ રહ્યાં છીએ કે જેનાં કારણે મહિલાઓ 'બિકિની વૅક્સ' કરાવવાનું પસંદ કરે છે :
1) કડક અને નાના વાળ નહીં
વૅક્સિંગ વાળને મૂળમાંથી હટાવે છે. તે આપનાં શરીરનાં આ ભાગનાં વાળને કઠોર કરવાની જગ્યાએ આપને પૂર્ણતઃ કોમળત્વચા પ્રદાન કરશે કે જેથી આપબિકિની પહેરવાની પોતાની ચાહત પૂરી કરી શકશો.
2) ઓછી સંભાળ
વૅક્સિંગ બાદ વાળ ફરીથી મોડા ઉગશે. એવામાં આપને બિકિની એરિયાનાં વાળ હટાવવા માટે જે દર મહિને સમયાંતરે શેવિંગની પ્રક્રિયામાંથી પસાર થવુ પડતુ હતું, તેમાંથી છુટકારો મળશે.
3) હૅલ્ધી સ્કિન
વૅક્સિંગથી માત્ર વાળ જ રિમૂવ નથી થતાં, પણ તે શરીરનાં આ ભાગની ડેડ સ્કિન સેલ્સમાંથી છુટકારો પામવામાં પણ મદદગાર સાબિત થાય છે.
4) બાદનાં સૂક્ષ્મ પ્રભાવો
વૅક્સિંગની આ રીત કદાચ દર્દનાક હોઈ શકે, પણ આ વાળ હટાવવાની અન્ય રીતો જેમ કે શેવિંગ કે એપિલેટરનાં ઉપયોગ કરતાં અનેક ગણી શ્રેષ્ઠ છે. આ વસ્તુઓ ત્વચાની સપાટી સુધી નુકસાન પહોંચાડે છે. એવામાં કોઇક પ્રોફેશનલ પાસે વૅક્સિંગ કરાવવું તમામ સમસ્યાઓને ખતમ કરે છે.
5) શ્રેષ્ઠ પરિણામ
આ તથ્યો ઉપરાંત કે વૅક્સથી વાળ ફરીથી મોડા ઉગે છે, તે પણ છે કે બિકિની એરિયાના વાળ વાતળા અને કોમળ હોય છે. તેથી મહિલાઓ વૅક્સિંગ કરાવવું પસંદ કરે છે.
જો આપ પોતાનાં પ્રથમ બિકિની સેશનનું આયોજન કરી રહ્યાં છો, તો નીચેની બાબતો ધ્યાનમાં રાખો :
1) 2-3 દિવસ પહેલા શેવિંગ ન કરો
વૅક્સિંગ દરમિયાન વાળને મૂળમાંથી ખેંચવામાં આવે છે. આ પ્રક્રિયાને વધુ પ્રભાવી બનાવવા માટે આપનાં વાળની મિનિમમ લેંથ હોવી જોઇએ કે જેતી વૅક્સ વાળને પકડી શકે. એવામાં બિકિની વૅક્સિંગ કરાવવાનાં 2-3 દિવસ પહેલા શેવ ન કરો અથવા તેને કોઈ પણ રીતે હટાવો નહીં.
2) પ્રોફેશનલની પસંદગી કરો
એ સુનિશ્ચિત કરો કે આપ વૅક્સિંગ કરાવવા માટે કોઇક પ્રોફેશનલ વ્યક્તિની પસંદગી કરો, કારણ કે આ હૉબીનું કામ નથી. શરીરનો આ ભાગ અત્યધિક નાજુક હોય છે અને અહીં ગરમ વૅક્સલગાવતી વખતે અત્યધિક સાવચેતી વરતવાની જરૂર હોય છે.
3) આરંભે વિચિત્ર અનુભવ થવો
આપને પહેલું બિકિની સેશન થોડુંક વિચિત્ર અને અટપટુ અનુભવાઈ શકે છે, પરંતુ તે સમ્પૂર્ણપણે પ્રયત્નને લાયક છે. સાથે,જો આપને આ પ્રક્રિયા દરમિયાન દર્દમાંથી પસાર થવાની શંકા છે, તો આપ લોકલ એનેસ્થિયા લગાવવાનો આગ્રહ કરી શકો છો. તેનાંથી આપને દર્દમાંથી થોડીક રાહત મળશે.